• બુધવાર, 09 એપ્રિલ, 2025

જસપ્રિત બુમરાહ વાપસીની નજીક એકાદ સપ્તાહમાં MI સાથે જોડાશે

મુંબઇ, તા.4: મુંબઇ ઇન્ડિયન્સનો ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ વાપસીની રાહ પર છે. જો કે તે આગામી 7 એપ્રિલે રમાનાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વિરુદ્ધના મેચમાં ઉપલબ્ધ હશે નહીં. રિપોર્ટ અનુસાર બુમરાહ હાલ એનસીએ-બેંગ્લુરુમાં ફિટનેસ હાંસલ કરવાના આખરી તબક્કામાં છે. તેણે ફિટનેસ ટેસ્ટ પણ આપી દીધી છે. બીસીસીઆઇની મેડિકલ ટીમ ગ્રીન સિગ્નલ આપે એટલે બુમરાહ તુરત મુંબઇ ઇન્ડિયન્સ ટીમ જોઇન્ટ કરી લેશે.

બુમરાહ લગભગ એપ્રિલની 10 તારીખ પછીના મેચોમાં મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમતો જોવા મળી શકે છે. તે જાન્યુઆરીથી એનસીએમાં રીહેબ કરી રહ્યો છે. તેને પીઠના નીચેના હિસ્સામાં સ્ટ્રેસની તકલીફ છે. બુમરાહ ખુદ તેની ઇજા પ્રત્યે સજાગ છે અને વાપસી અગાઉ કોઇ જોખમ ઈચ્છતો નથી કારણ કે આઇપીએલ પછી તુરત ઇંગ્લેન્ડ સામેની પ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે.

બુમરાહના નામે આઇપીએલના 133 મેચમાં 16પ વિકેટ છે. તે અગાઉ પીઠની ઇજાને લીધે 2023ની સીઝન રમી શકયો ન હતો. તેને આ વખતે જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીના આખરી ટેસ્ટના પહેલા દિવસે થઇ હતી. આ પછીથી તે મેદાનથી દૂર છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક