• શનિવાર, 05 એપ્રિલ, 2025

બંગાળની ખાડીમાં સૌથી લાંબી તટરેખા ભારતની : જયશંકર

ચીનમાં બંગલાદેશી સરકારના પ્રમુખે આપેલા નિવેદન ઉપર વિદેશમંત્રીનો પલટવાર

નવી દિલ્હી, તા. 3 : વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું છે કે ભારતને બંગાળની ખાડી બહુ ક્ષેત્રીય ટેકનિક અને આર્થિક સહયોગ પહેલ એટલે કે બિમસ્ટેકમાં પોતાની જવાબદારીઓનો અહેસાસ છે અને આર્થિક અને ભૂરાજનીતિક ગતિવિધિઓથી અવગત છે. ભારતનું માનવું છે કે ક્ષેત્રીય સહયોગ એક એકીકૃત દૃષ્ટિકોણ છે, પસંદગીના વિષયકો ઉપર આધારીત નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે, બંગાળની ખાડીમાં ભારતની સૌથી લાંબી તટરેખા છે.

તેમનું આ નિવેદન બંગલાદેશની વચગાળાની સરકારના પ્રમુખ અને નોબેલ પુરસ્કાર વિજેતા અને અર્થશાત્રી મોહમ્મદ યુનુસના નિવેદન બાદ આવ્યું છે જેમાં તેમણે ચીનના પ્રવાસે કહ્યું હતું કે, ભારતના પૂર્વોત્તરના સાત રાજ્ય (લેંડ લોક્ડ) છે એટલે બંગાળની ખાડી અને નજીકના હિંદમહાસાગરનું તે એકલું સંરક્ષક છે. માનવામાં આવે છે કે વિદેશ મંત્રી એસ જયશંકરનું નિવેદન મોહમ્મદ યુનુસ ઉપર અપ્રત્યક્ષ પ્રહાર છે. યુનુસના નિવેદને વિવાદ ઉભો કર્યો હતો. યુનુસે ચીની સરકાર સમક્ષ બંગલાદેશમાં એક આર્થિક આધાર સ્થાપવાનો આગ્રહ કર્યો હતો અને કહ્યું હતું કે બંગલાદેશ મહાસાગરમાં એકમાત્ર સંરક્ષક છે.

થાઈલેન્ડમાં છઠ્ઠા બિમસ્ટેક શિખર સંમેલનને સંબોધિત કરતા જયશંકરે કહ્યું હતું કે બંગાળની ખાડીની આસપાસ અને સીમાવર્તી દેશોના હિત અને ચિંતાઓ છે. જેમાંથી અમુક ભારતના ઈતિહાસ સાથે સંબંધિત છે. જેને અન્ય પ્રાથમિકતાઓ અને ક્ષેત્રની ભલાઈ માટે પાછળ છોડી દેવામાં આવી છે. ભારતને પોતાની સરહદ, પ્રાથમિકતાઓ અને જવાબદારીનો ખ્યાલ છે. બંગાળની ખાડીમાં 6500 કિમીની ભારતની સૌથી મોટી તટરેખા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક