નવી
દિલ્હી, તા. 4 : વિદેશમાં અભ્યાસ કરી રહેલા ભારતીય છાત્રો ઉપર છેલ્લા પાંચ વર્ષમા હિંસક હુમલાના 91 બનાવ સામે આવ્યા છે.
જેમાં 30ના મૃત્યુ થયા છે. કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી કીર્તિવર્ધનસિંહે લોકસભામાં
લેખિત જવાબમાં આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે કેનેડામાં સૌથી વધારે 27 હુમલા
થયા છે. જેમાં 16 કેસમાં છાત્રોએ જીવ ગુમાવ્યો છે. રશિયામાં 15 હુમલા થયા છે પણ કોઈ
મૃત્યુ થયા નથી. બ્રિટન અને જર્મનીમાં ક્રમશ:
12 અને 11 કેસ સામે આવ્યા છે. અમેરિકામાં 9 હુમલામાં થયા છે જેમાં નવેયના મૃત્યુ થયા
છે. ચીન અને કિર્ગિસ્તાનમાં એક એક કેસ સામે આવ્યો છે.
વિદેશ
મંત્રાલયે કહ્યું છે કે ભારતીય છાત્રોની સુરક્ષા સરકારની પ્રાથમિકતા છે. વિદેશમાં સ્થિત
ભારતીય દૂતાવાસ અને મિશન આવી ઘટનાઓ ઉપર સતત નજર રાખે છે. સાથે જ મેજબાન દેશની સરકાર
સક્ષમ તાકીદે કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવે છે. જેથી અધિકારીઓને સજા મળી શકે.
સરકારે કહ્યું હતું કે 2024 સુધીમાં 20,77,158 એનઆરઆઈ વિદેશમાં વસી રહ્યા છે. જ્યારે
ભારત અને ઈઝરાયલ વચ્ચે સમજૂતિ હેઠળ માર્ચ 2025 સુધીમા 6694 ભારતીય કામદાર ઈઝરાયલ ગયા
છે.જેમા 2348 શ્રમિક બિલ્ડિંગ નિર્માણ, 1955 આયર્ન બેંન્ડિંગ, 1600 પ્લાસ્ટરિંગ અને
731 સિરેમિક ટાઈલિંગના કામમાં લાગેલા છે.