• શનિવાર, 26 એપ્રિલ, 2025

ત્રણ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં તાપમાન 41થી 45 ડિગ્રી રહેવાની આગાહી

દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાઇ વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે

અમદાવાદ, તા. 14: છેલ્લા બે દિવસથી ફરી ગરમીમાં વધારો થઇ રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા 15થી 17 એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ સહિત અમુક જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં મહત્તમ તાપમાન 41થી 45 ડિગ્રી સુધી જઇ શકે છે તેવી આગાહી કરી છે. 

નોંધનીય છે કે તા.15મીએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં તેમજ કચ્છ જિલ્લામાં, 16મી તારીખે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં, રાજકોટ તેમજ કચ્છ જિલ્લામાં અને 17મી તારીખે પણ બનાસકાંઠા અને સાબરકાંઠામાં, રાજકોટ તેમજ કચ્છ જિલ્લામાં યલો એલર્ટ એટલે કે હીટ વેવની આગાહી કરવામાં આવી છે.  તા. 15થી 17 એપ્રિલ દરમિયાન દક્ષિણ તથા સૌરાષ્ટ્ર કચ્છના દરિયાઇ વિસ્તારોમાં ગરમ અને ભેજવાળુ વાતાવરણ રહી શકે છે. દરમિયાનમાં આજે અમદાવાદ 42.9 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યુ હતું. જ્યારે રાજકોટમાં 42.2 ડિગ્રી તાપમાન રહ્યુ હતું. આજે 40 કે તેનાથી ઉપરનું તાપમાન નોંધાયુ હોય તેવા શહેરોમાં બરોડા 40.8, ભાવનગરમાં 42.2, ભુજમાં 40.8, ડીસામાં 41.1, ગાંધીનગરમાં 42.5 તેમજ સુરતમાં 40.1 ડિગ્રી સમાવેશ થાય છે.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક