• ગુરુવાર, 25 જૂન, 2026

બોટાદમાં સિટી બસોનો ગોરખધંધો : ડ્રાઈવરોની પાસે લાયસન્સ જ નથી

શહેરને બદલે ગામડાઓમાં બસ દોડાવીને મહિને મસમોટા બિલ બનાવી કૌભાંડ આચરવામાં આવતું હોવાનો ઈન્ચાર્જ ફાયર ઓફિસરનો આક્ષેપ

રાજકોટની જેમ દુર્ઘટના ઘટે તો કોણ જવાબદાર ?

બોટાદ તા.18 : રાજકોટમાં ઈન્દિરા સર્કલ પાસે સિટી બસ દુર્ઘટનામાં 4 વ્યક્તિઓના ભોગ લેવાયાની ઘટનામાં ડ્રાઈવરે પોતાનું લાયસન્સ રિન્યુ ન કરાવ્યું હોવાનું ખુલ્યૂ હતું ત્યારે બોટાદ પાલિકા સિટી બસોમાં ચાલતા ગોરખ ધંધાઓમાં બસ ડ્રાઈવરો પાસે લાયસન્સો જ ન હોવાનું બહાર આવ્યું છે.

બોટાદ શહેરના લોકોને સુવીધા મળી રહે તે માટે શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા બોટાદ પાલીકાને 6 સીટી બસો આપવામા આવી છે પરંતુ આ સીટી બસો સીટીના બદલે ગામડાઓમા દોડી રહી છે અને તેમા કિલોમીટર વધુ થતાં હોવાથી મહીને લાખો રૂપિયાના બીલો બંને છે અને મોટા કૌભાડો કરવામા આવે છે ત્યારે બોટાદ સીટીમા ચાલતી સીટી બસના ડ્રાયવરોના લાઈસન્સની કોપી પાલીકામા એજન્સીએ આપવાના હોય છે આ રજૂ કરેલ લાયસન્સ સીટી બસ ચલાવવા માટેની લાયકાત ધરાવતા ન હોવાનો આક્ષેપ પાલીકા પુર્વ સીટી બસ સંચાલક તેમજ ઈન્ચાર્જ ફાયર ઓફિસર રાજુભાઈ ધાધલ દ્વારા કરવામા આવ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે સીટી બસના ડ્રાયવરના લાયસન્સ જે પાલીકામા આપેલ છે તેમાંથી મોટા ભાગના લાયસન્સ સીટી બસ ચલાવવા માટે અમાન્ય છે જેનો પુરાવો મારી પાસે છે ત્યારે રાજકોટમા સીટી બસ અકસ્માત સર્જાયો તેવો અકસ્માત બોટાદમા ન સર્જાય તે માટે યોગ્ય ડ્રાયવરની ભરતી કરવામા આવે તેવો આક્ષેપ કરતા ચીફ ઓફીસર પાર્થ ગોસ્વામીએ આ અંગે જણાવ્યુ હતુ કે આ તમામ આક્ષેપો પાયાવિહોણા છે.

ઉલ્લેખનીય છે કે, બોટાદની સીટી બસો સીટીના બદલે ગામડાઓમા દોડી રહી છે અને એક બસ રોજની 200 કિમી ચલાવી મહીને 6 બસનુ બીલ અંદાજે 17 થી 18 લાખ રૂપિયા પાલીકા એજન્સીને ચુકવે છે. આ બસો સીટીમાં ચલાવવા માટે લાખો રૂપિયાના ખર્ચે સીટી બસ સ્ટેન્ડો બસોના ટાઈમ ટેબલ સાથે બનાવવામા આવ્યા છે પરંતુ દોઢ વર્ષ જેટલો સમય સીટી બસ ચાલુ થયા ને થયો હોવા છતાં આ બસ ક્યારેય સીટીમાં દોડી નથી ને માત્ર ગામડાઓમા દોડી રહી છે ગામડાઓમા સીટી બસ દોડાવવા માટે એસ.ટી. તંત્ર પાસેથી એન.ઓ.સી. લેવામા આવે છે જે એસ.ટી. તંત્રએ આપી નથી તેમ છતા ગેરકાયદેસર રીતે આ સીટી બસો ગામડામા દોડે છે અને મહીને મસમોટા બીલો બને છે ત્યારે તેની સામે તપાસ કરવ ઈ.ફાયર ઓફિસર દ્વારા માંગણી કરવામાં આવી છે.

--------------

સિટી બસ સિટીમાં દોડી રહી છે :

ચીફ ઓફિસર

બોટાદની સિટી બસો સિટીના બદલે ગામડામા દોડી રહી છે તે અંગે બોટાદ પાલીકા ચીફ ઓફીસર પાર્થ ગોસ્વામીને રૂબરૂ પુછતા તેમણે જણાવ્યું હતું કે, ખસ રોડ ઉપર સીટી બસ નિયમીત ચાલે છે પરંતુ આ અંગે ખરાઈ કરતા પાલીકા પુર્વ બસ સંચાલક રાજુભાઈ ધાધલે જણાવ્યુ હતુ કે જો સીટી બસ આ રોડ ઉપર ચાલતી હોય તો સી.સી.ટી.વી. કેમેરામા ચેક કરી લ્યો અને દરેક બસમાં જી.પી.એસ. સીસ્ટમ હોય છે જે પુરાવા રૂપ ચેક કરવામા આવે તો ખબર પડી જશે કે આજદિન સુધી આ રોડ ઉપર બસ ચાલી જ નથી જેના પુરાવા મે આપેલ છે આમ ખુદ પાલીકા ચીફ ઓફીસરને ખબર નથી કે સિટી બસ ક્યાં દોડી રહી છે તેમને બસ બીલ પાસ કરવામાં રસ છે જો આ અંગે યોગ્ય તપાસ કરવામા આવે તો સીટી બસનું કૌભાંડ બહાર આવી શકે તેમ છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક