• ગુરુવાર, 25 જૂન, 2026

અમેરિકા-ઈરાન વચ્ચે ન્યૂક્લિયર ડીલ પર વાતચીત

ઈટાલીના રોમમાં મંત્રણાના ટેબલ પર કટ્ટર દુશ્મનો આમને સામને : અમેરિકાના ઈરાદા પર શંકા વ્યક્ત કરતા ઈરાની મંત્રી, ટ્રમ્પ આપી ચૂકયા છે હુમલાની ધમકી

રોમ તા.19 : કટ્ટર દુશ્મન અમેરિકા અને ઈરાન ન્યૂક્લિયર ડીલ મુદે વાતચીત કરવા તૈયાર થયા છે અને ઈટાલીની રાજધાની રોમ ખાતે મંત્રણાના ટેબલ પર આમને સામને બેઠા છે. આ પહેલા ઈરાની મંત્રી અરાકચીએ કહ્યંy કે અમોને અમેરિકાના ઈરાદા પર શંકા છે તેમ છતાં વાતચીત કરીશું.

ઈરાન ન્યુકિલયર બોમ્બ બનાવવા ઘણું આગળ વધી ચૂક્યું છે અને અમેરિકા ગમે તેમ કરીને તેને રોકવા ઈચ્છે છે. એક બીજાને ધમકીઓના દૌર વચ્ચે અમેરિકા તરફથી વિશેષ દૂત સ્ટીવ બિટકોફ અને ઈરાન તરફથી વિદેશ મંત્રી અબ્બાસ અરાકચી વાતચીતમાં સામેલ થયા છે. બન્ને દેશ વચ્ચે ન્યૂક્લિયર ડીલ પર વાતચીતનો આ બીજો તબક્કો છે. અગાઉ 1ર એપ્રિલે ઓમાનમાં વાતચીત થઈ હતી.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનને ન્યૂક્લિયર કાર્યક્રમ પડતો મૂકવા નહીં તો પરિણામ ભોગવવા ચેતવણી આપી ચૂક્યા છે. અમેરિકાની પ્રાથમિકતા છે કે ઈરાનના હાથમાં કયારેય અણુ બોમ્બ ન આવે. ટ્રમ્પે ઈરાનને 60 દિવસમાં નવી પરમાણું ડીલ પર સહમત થવા નહીં તો સૈન્ય કાર્યવાહીનો સામનો કરવા ખુલ્લી ધમકી આપી છે. બન્ને દેશ વચ્ચે વાતચીતમાં ઈરાનનો પરમાણુ કાર્યક્રમ અને તેના પર લગાવવામાં આવેલા પ્રતિબંધો કેન્દ્ર સ્થાને છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક