• ગુરુવાર, 25 જૂન, 2026

19 વર્ષે હાથ મિલાવશે ઉદ્ધવ-રાજ ઠાકરે ?

મહારાષ્ટ્ર-મરાઠી હિતમાં બન્ને ભાઈનો એક સૂર : ગઠબંધનની સંભાવના અંગે રાજની વાત અને ઉદ્ધવનો જવાબ સૂચક : મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટો વળાંક

મુંબઈ, તા.19 : મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટા વણાંકમાં ઉદ્ધવ અને રાજ ઠાકરે  આંતરિક મતભેદને ભૂલાવી હાથ મિલાવે તેવા સંજોગ ઉભા થયા છે. છેલ્લા 19 વર્ષથી બંન્ને પિતરાઈ ભાઈ આમને સામને રહ્યા છે પરંતુ ભાષા વિવાદ વચ્ચે મહારાષ્ટ્ર અને મરાઠીના હિતમાં તેમના વચ્ચે સમાધાનનો સંકેત રાજ ઠાકરેના તાજેતરના એક નિવેદન અને ઉદ્ધવ ઠાકરેના જાવબથી મળ્યો છે. ર7 નવેમ્બર ર00પના રોજ રાજ ઠાકરેએ શિવસેનામાંથી રાજીનામું આપ્યા બાદ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના નામની પોતાની પાર્ટી બનાવી હતી ત્યારથી બંન્ને ભાઈ વચ્ચે સંબંધ સારા રહ્યા નથી.

રાજ ઠાકરેએ અભિનેતા મહેશ માંજરેકરના પોડકાસ્ટમાં ઉદ્ધવ સાથેના ગઠબંધનની સંભાવના અંગેના સવાલના જવાબમાં કહ્યું કે જ્યારે મોટા મુદ્દા સામે હોય છે ત્યારે પરસ્પરના ઝઘડા નાના લાગે છે. મહારાષ્ટ્રના અસ્તિત્વ અને મરાઠી માનુષ માટે અમારા વચ્ચેનો ઝઘડો તુચ્છ  છે. બસ તે માટે ઈચ્છા હોવી જોઈએ અને તે માત્ર મારા એકલાની ઈચ્છાનો સવાલ નથી. એકલા મારા સ્વાર્થનો સવાલ નથી. મોટા મુદ્દા પર ધ્યાન આપવાની જરૂર છે.

શિવસેના-યુબીટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પણ જવાબ આપ્યો અને કહયુ કે હું પણ આહવાન કરું છું કે તમામ મરાઠી લોકો મરાઠી માનુષના હિતમાં એક સાથે આવે પરંતુ એક જ શરત છે. જયારે લોકસભાની ચૂંટણી વખતે હું કહી રહ્યો હતો કે મહારાષ્ટ્રના ઉદ્યોગ ગુજરાતમાં લઈને જઈ રહ્યા છે ત્યારે જો તેનો વિરોધ થયો હોત તો આજે કેન્દ્રમાં આ સરકાર ન હોત. રાજયમાં પણ મહારાષ્ટ્રના હિતનો વિચાર કરવાવાળી સરકાર હોત. ત્યારે તમે તેમનું સમર્થન કર્યુ અને હવે વિરોધ ત્યાર બાદ આ તોડજોડ યોગ્ય નહીં હોય. જે પણ મહારાષ્ટ્રના હિતની વિરુદ્ધ હશે તેમને હું ઘરે બોલાવીને ભોજન નહીં કરાઉ, પછી મહારાષ્ટ્રના હિતની વાત કરો. મહારાષ્ટ્ર વિરોધી દળો સાથે તેઓ નહીં જાય તેવું વચન આપે. મુંબઈમાં શિવસેનાના એક કાર્યક્રમમાં ઉદ્ધવે કહ્યંy કે અમે હિન્દીના વિરોધી નથી પરંતુ મહારાષ્ટ્રમાં હિન્દીને ફરજિયાત બનવા નહીં દઈએ.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક