• મંગળવાર, 15 જુલાઈ, 2025

મ્યાંમાર સરહદે ઉગ્રવાદીઓ પર ભારતનો ડ્રોન હુમલો

ઉગ્રવાદી સંગઠન ઉલ્ફાનો દાવો : એક વરિષ્ઠ નેતાનું મૃત્યુ, 19ને ઈજા, ભારતનો નનૈયો

નવી દિલ્હી, તા.13 : મ્યાંમાર સરહદે ઉગ્રવાદીઓ પર ભારતીય સેનાએ ડ્રોન હુમલો કર્યો છે. સાગિંગ ક્ષેત્રમાં ઉગ્રવાદી સંગઠન ઉલ્ફા (આઈ) એ દાવો કર્યો છે કે ભારતીય સેનાએ સરહદે તેની શિબિરો પર ડ્રોનથી હુમલો કર્યો જેમાં એક વરિષ્ઠ નેતાનું મૃત્યુ થયું છે અને 19 જેટલાને ઈજા પહોંચી છે.

જો કે સંરક્ષણ વિભાગના પ્રવકતાએ આ અંગે કોઈ જાણ હોવાનો ઈનકાર કર્યો છે. સેનાએ પણ આવા કોઈ ઓપરેશન અંગે માહિતી હોવાનો નનૈયો ભણ્યો હતો. બીજીતરફ ઉગ્રવાદી સંગઠન ઉલ્ફાનો દાવો છે કે ભારતના હુમલામાં તેના સીનિયર લીડરનું મૃત્યુ થયું છે. સંગઠને એક નિવેદન જાહેરકરી કહ્યુંy કે તેની અનેક મોબાઈલ શિબિરો પર વહેલી સવારે ડ્રોનથી હુમલો કરાયો હતો. ઉલ્ફાના આવા દાવા પર લેફ.કર્નલ મહેન્દ્ર રાવતે કહ્યંy કે ભારતીય સેના પાસે આવા કોઈ ઓપરેશનની કોઈ માહિતી નથી. સૂત્રો અનુસાર, આ હુમલામાં ઉલ્ફા આઈ ઉપરાંત એનએસસીએન કે સંગઠનના ઠેકાણાઓને પણ નિશાન બનાવાયા હતા. આ સંગઠન દ્વારા જાનહાનીની કોઈ વિગત જાહેર કરાઈ નથી. ભારત સરકાર કે સેના તરફથી આ કાર્યવાહી અંગે કોઈ નિવેદન જાહેર કરાયું નથી. ઉલ્ફા આઈ સંગઠનની સ્થાપના 1979માં થઈ હતી જે  એક મુખ્ય ઉગ્રવાદી સંગઠન છે અને આસામને એક સ્વાયત અને સંપ્રભુ રાજય બનાવવા ઈચ્છે છે. કેન્દ્રએ 1990માં આ સંગઠન પર પ્રતિબંધ લગાવ્યો હતો.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક