• મંગળવાર, 15 જુલાઈ, 2025

રાજ્યસભામાં 4 નવી નિયુક્તિ કરતાં રાષ્ટ્રપતિ

વકીલ ઉજ્જવલ નિકમ, ઈતિહાસકાર ડો.મીનાક્ષી જૈન, પૂર્વ ડિપ્લોમેટ હર્ષવર્ધન શ્રૃંગલા, સમાજસેવી સી.સદાનંદ સાંસદ તરીકે નોમિનેટ

નવી દિલ્હી, તા.13 : રાષ્ટ્રપતિ દ્રોપદી મુમૂએ રાજયસભા માટે 4 સદસ્યને નોમિનેટ કર્યા છે જેમાં જાણિતા પુર્વ સરકારી વકીલ-ભાજપના લોકસભાના ઉમેદવાર ઉજ્જવલ નિકમ(7ર), ઈતિહાસકાર ડો.મીનાક્ષી જૈન (6પ), પુર્વ ડિપ્લોમેટ હર્ષવર્ધન શ્રૃંગલા (64) અને સમાજસેવી સી. સદાનંદન માસ્ટર (61) સામેલ છે. વડાપ્રધાન મોદીએ ચારેય સદસ્યોને અભિનંદન પાઠવતાં કહ્યું કે તેમના યોગદાનથી સંસદ સમૃદ્ધ થશે.

ભારતીય બંધારણના અનુચ્છેદ 80(3) હેઠળ રાષ્ટ્રપતિને રાજ્યસભામાં 1ર સદસ્યને નોમિનેટ કરવાનો અધિકાર છે. જે સદસ્ય કળા, સાહિત્ય, વિજ્ઞાન, સમાજસેવા જેવા ક્ષેત્રોમાં વિશેષ યોગદાન માટે પસંદ કરવામાં આવે છે. વર્તમાનમાં રાજયસભામાં કુલ સદસ્ય સંખ્યા ર4પ છે જેમાં ર33 ચૂંટાયેલા  અને 1ર નોમિનેટ સદસ્ય છે.

વકીલ ઉજ્જવલ નિકમ ર6/11 મુંબઈ હુમલા સહિત અનેક હાઈપ્રોફાઈલ કેસમાં સરકારી વકીલ રહી ચૂક્યા છે. શ્રૃંગલા દાર્જિલિંગમાં રહે છે અને પૂર્વ આઈએફએસ અધિકારી છે. ડો.મીનાક્ષી જૈન ઈતિહાસકાર, લેખક અને ક્ષિણવિદ છે જેમને ર0ર0માં પદ્મશ્રી એનાયત કરાયો હતો. સી.સદાનંદ કેરળના કુન્નૂર જિલ્લાના છે અને શિક્ષણવિદ તથા રાજનીતિજ્ઞ છે. 4 સદસ્યની રાજ્યસભામાં નિયુક્તિ પૂર્વ સદસ્યોની નિવૃત્તિ બાદ ખાલી પડેલી જગ્યા પર કરવામાં આવી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક