• ગુરુવાર, 04 જૂન, 2026

વડાપ્રધાન મોદી કાલે દ. ગુજરાતને આપશે 1063 કરોડના GIDC પ્રોજેક્ટ્સની ભેટ

ભરૂચમાં રૂ.894 કરોડથી વધુના અને વલસાડમાં રૂ.169.3 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ,તા.3:  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 5 જૂન, 2026ના રોજ ગુજરાતની મુલાકાત લેવાના છે. આ દરમિયાન તેઓ સુરત ખાતેથી ભારત સરકાર અને ગુજરાત સરકારના મળીને કુલ 18,777 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. દક્ષિણ ગુજરાત પ્રદેશના વિકાસને વેગ આપતાં આ વિકાસકાર્યોમાં ઋઈંઉઈ (ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ) હેઠળ 1063.43 કરોડના ખર્ચે 8 પ્રોજેક્ટ્સના લોકાર્પણનો સમાવેશ થાય છે.

આ અંતર્ગત ભરૂચને 894 કરોડથી વધુના અને વલસાડને 169.3 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ મળવા જઈ રહી છે. આ પ્રોજેક્ટ્સથી દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રદૂષિત પાણીના નિકાલ અને ડ્રેનેજ વ્યવસ્થાને વધુ મજબૂતી મળશે.

ભરૂચની ઔદ્યોગિક ક્ષમતાને વધુ સશક્ત બનાવવા માટેના પ્રયાસોના ભાગરૂપે, વડાપ્રધાન 894 કરોડથી વધુના 6 જીઆઈડીસી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. દહેજ ઙઈઙઈંછ ઔદ્યોગિક ક્લસ્ટરમાં સાયખા પમ્પિગ સ્ટેશનથી દહેજ ના લેન્ડ ફોલ પોઇન્ટ સુધી 90 ખકઉ ક્ષમતાની અૉફશોર અને અૉનશોર એફ્લુઅન્ટ નિકાલ પાઇપલાઇનનું નિર્માણ કરવામાં આવ્યું છે. 474.61 કરોડના આ પ્રોજેક્ટથી દહેજ અને સાયખા ઔદ્યોગિક વિસ્તારમાં પ્રદૂષિત પાણીના નિકાલ અને વ્યવસ્થાપનને વધુ મજબૂતી મળશે.

આ ઉપરાંત, ભરૂચ જિલ્લાના જંબુસર ખાતેના બલ્ક ડ્રગ પાર્કમાં ફાર્માસ્યુટિકલ ઉદ્યોગોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રોડ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ નેટવર્ક અને સેન્ટ્રલ ડ્રેન જેવી મહત્વપૂર્ણ આંતરમાળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવી છે. 274.96 કરોડના ખર્ચે હાથ ધરાયેલા આ પ્રોજેક્ટથી બલ્ક ડ્રગ પાર્કના માળખાકીય વિકાસને વેગ મળશે. વડાપ્રધાન દહેજ-2 ઔદ્યોગિક વસાહત માટે 30 એમએલડી (ખકઉ) ડ્રેનેજ પમ્પિગ સ્ટેશનનું પણ લોકાર્પણ કરશે.

આ ઉપરાંત, પાનોલી વિસ્તરણ ઔદ્યોગિક વસાહતમાં ફ્લેક્સિબલ રોડ પેવમેન્ટ, ક્રોસ ડ્રેનેજ વર્ક, પાણી પુરવઠા નેટવર્ક, કમ્પાઉન્ડ વૉલ, પેવર બ્લોક, વૃક્ષારોપણ અને સ્ટ્રીટ લાઇટ સહિતની વિવિધ માળખાકીય સુવિધાઓનો વિકાસ કરવામાં આવ્યો છે.

અન્ય પ્રોજેક્ટ્સમાં અંકલેશ્વર ખાતે એફ્લુઅન્ટ ટ્રાન્સમિશન પાઇપલાઇન પર ઇન્ટરમીડિયેટ બૂસ્ટર પમ્પિગ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટથી પ્રદૂષિત પાણીનું કાર્યક્ષમ વહન તો થશે, સાથે જ પર્યાવરણીય ધોરણોનું સંરક્ષણ પણ સુનિશ્ચિત થશે. આ ઉપરાંત, દહેજ-1 ઔદ્યોગિક વસાહતની વરસાદી પાણી વહનની ક્ષમતા સુધારવા, પાણી ભરાવાના જોખમો ઘટાડવા અને વસાહતના સમગ્ર વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાના માળખાને મજબૂત કરવા માટે નેચરલ ડ્રેઇન-2નું અપગ્રેડેશન કરવામાં આવ્યું છે.

 

વલસાડમાં 169 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ

વલસાડ જિલ્લાના સરીગામ ખાતે વડાપ્રધાન ઋઈંઉઈના બે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. આ અંતર્ગત સરીગામ સ્થિત કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતા 15 ખકઉથી વધારીને 25 ખકઉ કરવામાં આવી છે, જેનાથી પ્રદૂષિત પાણીના શુદ્ધિકરણની ક્ષમતામાં વધારો થશે અને પર્યાવરણ ધોરણોનું અસરકારક પાલન સુનિશ્ચિત થશે. આ પ્રોજેક્ટમાં ડિઝાઇન, એન્જિનિયારિંગ, પ્રોક્યોરમેન્ટ, કન્સ્ટ્રક્શન, કમિશાનિંગ, ટેસ્ટિગ, ટ્રાયલ રન અને ઓપરેશન, મેન્ટેનન્સ અને રિપારિંગની કામગીરીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સરીગામ ઔદ્યોગિક વસાહતમાં સમ્પ અને પમ્પિંગ સ્ટેશન સાથે એચડીપીઈ અૉનશોર અને અૉફશોર આઉટફૉલ પાઇપલાઇનનું નિર્માણ કરવામાં આવ્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક