બાબરકોટનાં જંગલમાં સિમેન્ટ કંપની દ્વારા 75 હેક્ટર જમીનમાં ઘૂસણખોરીને સરકારે રોકી ! ઃ ખનનની દરખાસ્ત નામંજૂર
સેટેલાઇટ-4 લાયન પોપ્યુલેશન તરીકે ઓળખવામાં આ વિસ્તારમાં છેલ્લા 3 માસમાં 51 સિંહ
નજરે ચડÎા છે
ખનનની મંજૂરી મળ્યે 5500 જેટલાં
વૃક્ષનું પણ નિકંદન નીકળી ગયું હોત !
(ફૂલછાબ ન્યુઝ)
રાજકોટ, તા.14 ઃ ગુજરાતનો ગીર વિસ્તાર સમગ્ર દેશમાં એશિયાટિક સિંહનું એકમાત્ર ઘર છે તેમ છતાં અહીં વન્યજીવો સુરક્ષિત નથી, તાજેતરમાં જ આ વિસ્તારમાં એક ગંભીર બાબત ધ્યાનમાં આવી હતી, ગીર પૂર્વ વન વિભાગના અધિકાર ક્ષેત્ર હેઠળ આવતા અમરેલી જિલ્લાના બાબરકોટના રિર્ઝવ ફોરેસ્ટમાં આવેલી આશરે 75.94 હેક્ટર
જમીનમાં અલ્ટ્રાટ્રેક સિમેન્ટ કંપનીને કથિત રીતે ખનનનો કોન્ટ્રાક્ટ આપવાની પ્રક્રિયા ચાલી રહી હતી પરંતુ તાજેતરમાં જ મળેલી પ્રોજેક્ટ ક્રૂટીની કમિટીની બેઠકમાં ‘લેન્ડ ડાયવર્ઝન’ની આ દરખાસ્તને નામંજૂર કરવામાં આવી છે. જો એવું ન થયું હોત તો માનવ-િસંહ વચ્ચેના સંઘર્ષનું સંકટ વધુ ઘેરું બન્યું હોત.
‘સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફ’ના પૂર્વ સભ્ય તેમજ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર ભૂષણ પંડયાના જણાવ્યાનુસાર વર્ષ 2025માં હાથ ધરાયેલી 16મી સિંહ વસ્તી ગણતરીના અહેવાલમાં આ સમગ્ર વિસ્તારમાં સિંહોની સારી એવી વસ્તી જોવા મળી છે. 2025માં વાઇલ્ડલાઇફ ડિવિઝન સાસણગીર દ્વારા પ્રકાશિત સિંહ વસ્તી અંદાજ દસ્તાવેજમાં આ વિસ્તારને સેટેલાઇટ-4 લાયન પોપ્યુલેશન તરીકે ઓળખવામાં આવે છે જ્યાં છેલ્લા 3 માસમાં 3 માસમાં હાથ ધરાયેલા 28 નિરીક્ષણોમાં
51 સિંહ નજરે ચડÎા છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ગિર વિસ્તારમાં સિંહોના કુલ 21 કોરિડોર
દર્શાવવામાં આવ્યા છે જેમાં બાબરકોટનો આ વિસ્તાર કોરિડોર નં.20 છે. અહીં ખનનની મંજૂરી મળ્યે 5500 જેટલાં
વૃક્ષનું નિકંદન થવાની પણ શક્યતા છે. આમ છતાં નાયબ વન સંરક્ષક વિકાસ યાદવે ખનન પ્રસ્તાવ અંગે હકારાત્મક અહેવાલ રજૂ કરીને ઉચ્ચ અધિકારીઓ સમક્ષ મૂક્યો હતો. ડીસીએફના એ અહેવાલમાં આ વિસ્તારને ‘િસંહ કોરિડોર નથી’ એવું પણ દર્શાવવામાં આવ્યું હોવાનું અમારાં ધ્યાનમાં આવ્યું છે.
જો કે, સરકારે સિંહોનું વિસ્થાપન ન થાય તે માટે જમીન ફાળવણીનો આ નિર્ણય રદ કર્યો છે. અન્યથા માનવ-િસંહોની સંઘર્ષની જીવલેણ પરિસ્થિતિનું નિર્માણ થયું હોત, સિંહો જાફરાબાદ અથવા પીપાવાવ પોર્ટ તરફ આગળ વધ્યા તો રેલવે ટ્રેક પર ટ્રેન સાથે અથડાવવાનું જોખમ રહ્યું હોત.