• શનિવાર, 27 એપ્રિલ, 2024

રામકૃષ્ણ મિશનના અધ્યક્ષ સ્વામી સ્મરણાનંદનું નિધન

વડાપ્રધાન મોદી, મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પાઠવ્યો શોક સંદેશો

કોલકત્તા તા.ર7 : રામકૃષ્ણ મિશનના અધ્યક્ષ સ્વામી સ્મરણાનંદ મહારાજનું મંગળવારે રાત્રે વૃદ્ધાવસ્થા સાથે સંબંધિત બીમારીઓને કારણે નિધન થતાં વડાપ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિત અગ્રણીઓએ શોક સંદેશો પાઠવ્યો હતો. સ્વામી સ્મરણાનંદ મહારાજ 9પ વર્ષના હતા. મિશને એક            નિવેદનમાં કહ્યંy કે તેઓ ર017માં રામકૃષ્ણ મિશનના 16મા અધ્યક્ષ બન્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા એકસ પર લખ્યું કે ‘તેમણે અગણિત હૃદય અને માનસ પર અમિટ છાપ છોડી છે. તેમની કરુણા અને બુદ્ધિમતા પેઢીઓઁને પ્રેરિત કરતી રહેશે.’ મમતા બેનર્જીએ શોક સંદેશામાં લખ્યું કે ‘સ્વામી સ્મરણાનંદે પોતાના જીવનકાળ દરમિયાન રામકૃષ્ણ સ્થળોની વિશ્વ વ્યવસ્થાને આધ્યાત્મિક નેતૃત્વ આપ્યું અને દુનિયાભરમાં લાખો ભક્તો માટે સાંત્વનાના ત્રોત બન્યા.’

ઇ-પેપરના નવા શુલ્ક