• શનિવાર, 27 એપ્રિલ, 2024

પાલનપુરના 25 વર્ષ જૂના કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટ દોષિત જાહેર

-સંજીવ ભટ્ટે 1996માં પાલનપુરની હોટેલમાં રાજસ્થાનના વકીલની રુમમાં ખોટી રીતે ડ્રગ્સ પ્લાન્ટ કર્યા હતા

(અમારા પ્રતિનિધિ તરફથી )

અમદાવાદ, તા.26 : બનાસકાંઠા જિલ્લાના તત્કાલિન એસપી એ પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટને એનડીપીએસ કેસમાં બુધવારે પાલનપુર કોર્ટમાં દોશિત જાહેર કરવામાં આવ્યા છે. હાલમાં સંજીવ ભટ્ટ પાલનપુર જેલમાં બંધ છે. પ્રાપ્ત માહિતી અનુસાર તેમની સજા આવતીકાલે સંભળાવવામાં આવશે. સંજીવ ભટ્ટ પર 1996માં પાલનપુરની હોટેલમાં રાજસ્થાનના વકીલની રૂમમાં ખોટી રીતે ડ્રગ્સ પ્લાન્ટ કરવાના કેસમાં 5 સપ્ટેમ્બર 2018માં સંજીવ ભટ્ટની ધરપકડ થઈ હતી.

કેસની વિગત જોઇએ તો આ અંગેની માહિતી અનુસાર સંજીવ ભટ્ટે 1996માં પાલનપુરની હોટેલમાં રાજસ્તાનના વકીલની રુમમાં ખોટી રીતે ડ્રગ્સ પ્લાન્ટ કર્યા હતા. પરિણામ દુકાન ખાલી કરવા ધમકી આપી હતી અને વકીલને ફસાવવાનો આરોપ લાગ્યો હતો. જે કેસમાં આખરે સેશન્સ કોર્ટે પૂર્વ આઇપીએસને દોષિત જાહેર કર્યા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક