• ગુરુવાર, 26 ફેબ્રુઆરી, 2026

વડાપ્રધાનની ઇઝરાયલ મુલાકાત સંકેતો, શક્યતાઓ

અમેરિકા અને ઇરાન ફરી સામ- સામે ઘૂરકિયાં કરી રહ્યા છે. યુધ્ધના ભણકારા છે. ભારતે પણ ત્યાંથી નાગરિકોને પરત આવવાની સલાહ જાહેર કરી છે. આ અત્યંત નાજુક- સંવેદનશીલ સમયે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ઇઝરાયલ જઇ રહ્યા છે. તેમની આ મુલાકાત સાધારણ નથી, 2017 પછી પહેલીવાર ઇઝરાયલ જઇ રહેલા નરેન્દ્રભાઇની મુલાકાતના સંકેતો  ઘણા છે. શકયતા પણ ઘણી છે.

ભારત અને ઇઝરાયલના સંબંધો અલબત્ત, દાયકાઓ પૂર્વેના છે. 1940થી બન્ને દેશ વચ્ચે ‘વ્યવહાર’ છે. 2014 પછી નરેન્દ્ર મોદી અને બેન્જામિન નેતન્યાહુની મિત્રતાની ચર્ચા જગત આખાના માધ્યમો કરતાં રહ્યા છે. અત્યારની મુલાકાત ભારત અને મધ્યપૂર્વના સંબંધો વધારે મજબૂત કરવાનું મક્કમ પગલું હોઇ શકે. બે દિવસીય ઈઝરાયલ મુલાકાત દરમિયાન રણનૈતિક ભાગીદારી જળપ્રબંધન તથા આર્થિક બાબતો ઉપર ચર્ચા થશે. પરસ્પર હિતને ધ્યાનમાં રાખીને સ્થાનિક અને વૈશ્વિક બાબતો ચર્ચાશે. બન્ને દેશો વચ્ચે ચાલતી આવેલી રણનૈતિક ભાગીદારીને મજબૂત બનાવીને આ મુલાકાત સહિયારા પડકારોનો સામનો કરવા માટેનું વાતાવરણ ઉભું કરશે.

તા.25 અને 26 ફેબ્રુઆરીની નરેન્દ્રભાઇની ઇઝરાયલની મુલાકાતમાં બન્ને દેશોના લાભ અભિપ્રેત છે. મુકત વેપાર કરાર, યુધ્ધ સંદર્ભની ટેકનોલોજી અને કેટલાક સાધનો ડ્રોન ટેકનોલોજીનું આદાન- પ્રદાન થઇ શકે. આ મુલાકાતને લીધે ઇરાન ભારતથી નારાજ થઇ શકે તેવું બને. જો કે ઇરાન પણ આખરે ભારતનું તો દોસ્ત જ છે તેથી એ નારાજગીની તીવ્રતા કેટલી હશે તે પ્રશ્ન છે.

સવાલ ઇરાનની નારાજગીનો પણ પછી છે પરંતુ આવી સ્થિતિમાં નરેન્દ્રભાઇ ઇઝરાયલ જઇ રહ્યા છે, તે બહુ સૂચક છે. જેને કેટલાક લોકો ‘માસ્ટર સ્ટ્રોક’ પણ કહે છે.

ઇ-પેપરના નવા શુલ્ક