અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ સ્થગિત કરાવવામાં મધ્યસ્થી થઈને દુનિયાને કંઈક દેખાડી દેવાના પાકિસ્તાનની મનસૂબા ઉપર પાણી ફરી વળ્યું છે. યુદ્ધ અટકાવવા માટે જે પોસ્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કરવામાં આવી તેમાં થયેલી ભૂલને લીધે એવી છાપ ઉપસી છે કે અમેરિકા કે ઈઝરાયલના ઈશારે આ પોસ્ટ થઈ છે. વોશિંગ્ટનથી કોઈ અધિકારીએ મંજૂર કર્યા પછી આ વિગત લખાઈ છે અને પોસ્ટ થઈ છે. આમ તો પાકિસ્તાન યુદ્ધ વિરામનો પ્રયાસ કરે તે જ ઘટના ચર્ચાસ્પદ હતી તેમાં આ પોસ્ટ આખા જગતમાં વાયરલ થતાં તેના ઉપર અનેક પ્રકારની રમુજ થઈ રહી છે.
યુદ્ધ
સ્થગિત થયા પછી પણ ઈઝરાયલે લેબેનોન ઉપર બોમ્બમારો ચાલુ રાખતાં 254 નાગરિકનાં મૃત્યુ
થયા છે. પાકિસ્તાને કહ્યું કે યુદ્ધ સ્થગિત કરો અને ઈઝરાયલી પ્રમુખ બેન્જામિન નેતન્યાહુએ
કહ્યું, સીઝ ફાયરમાં લેબેનોન સમાવિષ્ટ નથી. પાકિસ્તાનની થોડી ફજેતી તો ત્યારે જ થઈ
ગઈ હતી. તેવામાં વડાપ્રધાન શહબાઝ શરીફની એક્સ પોસ્ટનો ભાંડો ફૂટયો. યુદ્ધવિરામની અપીલ
કરતી તેમની પોસ્ટની આગળ ડ્રાફ્ટ શબ્દ પણ વાયરલ થયો છે. હવે જગતના ચોકમાં ચર્ચા એ થઈ
રહી છે કે આવું લખવું તે પ્રકારની સૂચના, સલાહ કે આદેશ ક્યાંકથી આવ્યો હશે. પાકિસ્તાનના
પી.એમ. કે તેમની ટેક્નિકલ ટીમ આ શબ્દ વાંચતાં-કાઢતાં ભૂલી ગઈ, શું આ ટેક્નિકલ ટીમની
ભૂલ હતી કે પછી સંદેશ પાકિસ્તાનમાં તૈયાર નહોતો થયો,
યુદ્ધવિરામની
વાતો કરતા વડાપ્રધાનનું ધ્યાન આ સામાન્ય બાબત ઉપર પણ ગયું નહીં. શંકા એટલે ગઈ કે ત્યાં વડાપ્રધાનનું નામ લખવાને
બદલે પાકિસ્તાન પી.એમ. એવું લખાયેલું છે અને ડ્રાફ્ટ શબ્દ પણ છે. સોશિયલ મીડિયા ઉપર
યુઝર્સ તેના અર્થઘટનો કરી રહ્યા છે. એક તરફ પાકિસ્તાન પોતે જ આતંકને પોષે છે અને આવી
સ્થિતિમાં યુદ્ધ વિરામ માટે ઈરાન-અમેરિકાને અનુરોધ કરે છે તે વિરોધાભાસી સ્થિતિ છે.
અમેરિકા સાથેના જૂના સંબંધોને કારણે પાકિસ્તાન અહીં પોતાનું વજુદ સાબિત કરવા મથી રહ્યું
છે તેવું ગઈકાલે જ પ્રસ્થાપિત થયું હતું. આ તેનો મૌલિક વિચાર હોય કે નહીં તે પ્રશ્ન
પણ હતો ત્યાં જ આ એક્સ પોસ્ટમાં લખાયેલા ડ્રાફ્ટ શબ્દે અનેક અર્થો ખોલી આપ્યા છે. પાકિસ્તાનની
પોલ ખૂલી ગઈ છે.