કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે બુધવારે કેબિનેટ બેઠકમાં કેટલાક નિર્ણય લીધા તેમાં એક સૌથી મોટું પગલું મહિલા અનામત ખરડાને મંજૂરીનું હતું. સરકારે આ માટે વિરોધ પક્ષોનો સહયોગ માગ્યો છે અને વિધેયક પસાર કરાવવા 16થી 18 એપ્રિલ દરમ્યાન ત્રણ દિવસ સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે.
ભારતનો
પુરાતન ઇતિહાસ અને પુરાણ પણ નારીશક્તિના મહિમાગાનથી સમૃદ્ધ હોવા છતાં મહિલાઓ સત્તામાં
ભાગીદારીથી લાંબો સમય વંચિત રહી છે. નારી ઉત્થાન અને સમાનતાના માહોલમાં સંસદ અને ધારાગૃહોમાં
પણ મહિલાઓ માટે 33 ટકા અનામતની જોગવાઇ એક ક્રાંતિકારી પગલું બની રહેશે. અહીં એ ઉલ્લેખનીય
છે કે, 19મી સપ્ટેમ્બર, 2023ના રોજ નવા સંસદગૃહની પહેલી જ બેઠકમાં સરકારે નારીશક્તિ
વંદન અધિનિયમ દાખલ કર્યું હતું, તે લોકસભામાં અને રાજ્યસભામાં પણ સર્વાનુમતે પસાર થતાં
સાડા ત્રણ દાયકાથી રહ્યા છે, પરંતુ કોઇ રાજકીય
પક્ષ પુરુષપ્રધાન માનસિકતા ત્યજીને મહિલાઓને સર્વોચ્ચ સ્તરે 33 ટકા અનામત આપવા રાજી
ન હોય તેમ એ વિધેયક કાયદાનું સ્વરૂપ લઇ શક્યું નથી.
1996માં
પહેલીવાર 81મા સુધારા ખરડા તરીકે મહિલા અનામત ખરડો દાખલ થયો હતો. રાજ્યસભામાં 2010માં
તેને બહાલી મળી, પણ 2014માં લોકસભામાં લેપ્સ થઇ ગયો હતો. આ ખરડાનો ઇતિહાસ જોતાં જણાય
છે કે, નારી ઉત્થાન અને સશક્તિકરણના હિમાયત જોરશોરથી કરતા રાજકીય પક્ષો ખરડો પસાર કરવાની
વાત આવે ત્યારે નામુક્કર ગયા છે. હવે મોદી સરકારની પહેલ નિર્ણાયક બની રહેશે.
106મો
બંધારણીય સુધારા ખરડો 2023 કાયદાનું સ્વરૂપ મેળવશે એ પછી લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં
મહિલાઓ માટે 33 ટકા બેઠકો અનામત રાખવી ફરજિયાત થશે. હકીકતમાં નવી વસ્તી ગણતરી અને ડિલિમિટેશનની
વાટ જોવાતી હતી. નવાં સ્વરૂપમાં સરકારે લોકસભાની બેઠક 543થી વધારીને 816 કરવાની દરખાસ્ત
મૂકી છે. મહિલા અનામત 2029ની ચૂંટણીમાં લાગુ થાય એવી સંભાવના છે.
દરમ્યાન,
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશેષ લેખ દ્વારા નારીશક્તિને સશક્ત કરવાનું આહ્વાન આપ્યું
છે. તેમણે કહ્યું કે, 21મી સદીની વિકાસયાત્રામાં ભારત માટે આ મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક
ક્ષણ છે. તેનાથી લોકતંત્ર વધુ મજબૂત બનશે. મહિલા અનામત ખરડો પસાર કરવા માટે મળનારી
સંસદની વિશેષ બેઠક ભારતની કરોડો મહિલાઓની આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરશે. નારીશક્તિએ
રાષ્ટ્રનિર્માણમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. દેશના દરેક સેક્ટરમાં મહિલાશક્તિ દૃષ્ટાંત
બનીને ઊભરી છે. વિજ્ઞાન, ટેક્નોલોજીથી લઇને ઉદ્યોગ સાહસિકતા, રમત-ગમતનાં મેદાન, સંરક્ષણ
દળો સુધી મહિલા પ્રભાવશાળી દેખાવ કરી રહી છે. સંગીત-કળા ક્ષેત્રે પણ મોટું યોગદાન છે.
મોદીએ
કહ્યું છે કે, કોઇ પણ સમાજની સાચી પ્રગતિ ત્યારે જ લેખાય જ્યારે માતા-બહેનોને આગળ વધવાની
તક મળતી હોય. મહિલાઓને અનામતનો લાભ આપવાનો અવસર બંધારણની મૂળભૂત ભાવનાને સુસંગત છે
એમ કહેતાં વડાપ્રધાને તમામ રાજકીય પક્ષના સંસદ સભ્યોને નારીશક્તિ માટેના નિર્ણાયક પગલાંનું
સમર્થન કરવા આહ્વાન કર્યું છે.