કોઈ પણ દેશના વિકાસમાં માર્ગોનાં માળખાંનો વિકાસ ચાવીરૂપ બની રહેતો હોય છે. સારા માર્ગોથી પરિવહન સરળ અને ઝડપી બની શકે છે, જેના લીધે ઈંધણ અને સમયની બચત સરવાળે દેશના વેપાર ઉદ્યોગમાં ભારે મદદરૂપ બને છે, પણ આધુનિક ભારતમાં સારા બનતા જતા માર્ગો આર્થિક ઉન્નતિની સાથે જીવલેણ અકસ્માતોના કારણ બની રહ્યાની ગમગીન કરે એવી હકીકત વધુ ને વધુ સ્પષ્ટ બની રહી છે. એક્સપ્રેસ વે હોય કે ફોર લેન હાઈવે હોય દેશના માર્ગોના વિસ્તરણના કામો ઝડપભેર હાથ ધરાઈ રહ્યા છે, તેવા સમયે આ માર્ગો પરના વાહન વ્યવહારને નિયંત્રિત કરીને સલામતી પર ધ્યાન આપવાની જરૂરત રોજબરોજ બનતા અકસ્માતો પરથી છતી થઈ રહી છે.
આસામના
કાજીરંગામાં મિની બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલા કમકમાટીભર્યા અકસ્માતમાં વિદ્યાર્થીઓ સહિત ઓછામાં ઓછા 23 જણનાં
મોત થયાના બનાવે દેશભરમાં માર્ગ સલામતીની સ્થિતિ અંગે ચિંતા જગાવી છે. આમ તો દરેક રાજ્ય
અને જિલ્લામાં રોજબરોજ બનતા માર્ગ અકસ્માતોમાં એકલ-દોકલ લોકોના જીવ જતા હોય છે. પણ કાજીરંગા જેવા બનાવ સમયે માર્ગ સલામતીની ચિંતા
સ્વાભાવિક રીતે ઊભી થતી હોય છે. સંસદમાં રજૂ
કરાયેલા આંકડા ખરા અર્થમાં ભારે ભયંકર ચિત્ર ખડું કરે છે. વર્ષ 202પમાં દેશમાં પ,13,પ63 માર્ગ અકસ્માત પોલીસ
ચોપડે નોંધાયા હતા, જેમાં 1,83,382 જણનાં મોત થયાં હતાં. આમ સરેરાશ જોઈએ તો રોજ લગભગ
પ00 લોકો માટે માર્ગો જીવલેણ બને છે. આ અકસ્માતોમાં લગભગ 4.71 લાખ લોકો ઘાયલ થયા હતા.
એક તરફ દેશના વિકાસ માટે ચાવીરૂપ આવા સારા માર્ગો સિક્કાની બીજી કાળી બાજુમાં સામાજિક
અને પારિવારિક આફત નોતરતા રહે છે. સામે આવેલા
આંકડા મુજબ દેશમાં થતા અકસ્માતોમાં 70.3 ટકામાં ઓવર સ્પીડિંગ કારણરૂપ હોય છે. દારૂ
પીને વાહન ચલાવવા, રોંગ સાઈડમાં ડ્રાઈવિંગ, હેલમેટ અને સીટબેલ્ટનો ઉપયોગ ન કરવા જેવા
કારણો પણ અકસ્માત નોતરતા હોય છે. આ માટે નવા
માર્ગો બાંધવા કે જૂનાને પહોળા કરવા તથા અકસ્માત સમયે વળતર આપવાના પગલાં માર્ગો પરના
જોખમને હળવું કરે તેમ નથી. ખેરખર તો ટ્રફિકના
નિયમોનું વારંવાર ઉલ્લંઘન કરનારાના લાયસન્સ અને વાહનોની પરમીટ રદ કરવા અને વાહનોના
ફિટનેસની સતત ચકાસણી કરવા પર ધ્યાન આપવાની ખાસ જરૂરત છે.