• મંગળવાર, 30 એપ્રિલ, 2024

મુખ્ય ન્યાયમૂર્તિની મહત્ત્વની ચિંતા

દેશની ન્યાયપાલિકાની કાર્યવાહીમાં કાર્યવાહીમાં થતા આવતા વિલંબ માટે માધ્યમો દ્વારા કે અન્ય કોઈ રીતે ચર્ચા તો થાય પરંતુ સ્વયં ચીફ જસ્ટિસે આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટમાં કેઈસ લંબાવવા નહીં તેવો અનુરોધ કે ટકોર તેમણે કરી છે. એક રીતે આ સારી વાત છે. જે પ્રશ્ન વર્ષોથી ચર્ચાય છે તેના પર આવા સુસંગત અને ટોચના વ્યક્તિ પણ ચિંતન કરે અને કંઈક કરવાની ખેવના ધરાવે તેથી રુડું શું, પરંતુ સામે એ પણ વિચારવાનું છે કે ચિફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા જો આ કહેતા હોય તો સ્થિતિ કેવી ગંભીર હશે. 

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચુડના હજી થોડા દિવસો પહેલાંના ઉદગારો દેશના વાતાવરણમાં ગૂંજે છે, તેમણે વકીલો અને જજોને બંધારણને વફાદાર રહેવાની સલાહ આપી હતી. ફરી એક મોટાં નિવેદનમાં તેમણે કહ્યું છે કે ચુકાદા વગર અદાલતી મામલા અનામત રાખી દેવાનું વલણ યોગ્ય નથી. ચીફ જસ્ટિસ જ્યારે આ વાત કરતા હોય ત્યારે સ્થિતિના ઊંડા અભ્યાસ અને ગંભીરતા સમજ્યા પછી જ કરતા હોય તે પણ નિર્વિવાદ સત્ય છે. તેમણે કહ્યું છે કે કોઈ પણ ફેંસલો આપ્યા વગર દસ મહિનાથી વધારે કોઈ મામલો પડતર-અનામત રહે તે ચિંતા કરાવતી બાબત છે.

લાંબા સમય બાદ કોઈ કેસ પર સુનાવણી થાય તો  વકીલોએ કરેલી મૌખિક દલીલોનો અર્થ શું, આ મુદ્દે તેમણે દેશની હાઈકોર્ટ્સને પત્ર પણ લખ્યો છે. કોઈ કેસનો નિવેડો શક્ય તેટલો ઝડપથી લાવવા અને ટૂંકી સુનાવણી માટે કેસની યાદી બનાવવા ચંદ્રચુડના વડપણ વાળી ખંડપીઠે કહ્યું છે. ચીફ જસ્ટિસે જો કે કહ્યું છે કે અમે વડી અદાલતો પરના ભારણને પણ સમજીએ છીએ. અદાલતમાં કેસ પેન્ડિંગ રહે તેના કારણ અનેક હોઇ શકે. દરેક કિસ્સો અલગ અલગ હોય એટલે પ્રજા તરીકે તેની મુલવણીમાં ભેદ હોઇ શકે. પરંતુ એક કેસ પેન્ડિંગ રહેવાની સામાજિક, આર્થિક અસર પણ અલગ અલગ હોય અને મુખ્ય ન્યાયાધિશ દ્વારા વ્યક્ત થયેલી ચિંતા બાદ આપણે એક અર્થ એ પણ તારવી શકીએ કે પ્રક્રિયા ઝડપી બનવાથી આ અર્થિક-સામાજિક દૃષ્ટિકોણથી પણ મહત્વની દિશામાં આગળ વધી શકાય.

જિલ્લા અદાલત કે હાઈકોર્ટમાં કેસ અનામત-પડતર રહેવાનું પ્રમાણ કોઈ નવી બાબત નથી. આ વિષય પર ફિલ્મો બને છે પરંતુ વિષય ફિલ્મો કે ફક્ત ચર્ચાનો નથી. આ અત્યંત ગંભીર મુદ્દો છે. તેના નિરાકરણ માટે સતત પ્રયાસો આવશ્યક છે. સુપ્રીમકોર્ટના જાસ્ટિસે આ મામલે નિવેદન કર્યું તે જ મહત્વની વાત છે.તેમણે કરેલી ચિંતા, લખેલા પત્રોએ હવે વર્ષો જૂની આ સ્થિતિના નિરાકરણ માટે આશા જગાડી છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક