• સોમવાર, 29 એપ્રિલ, 2024

 100 અબજ : ઊંચું નિશાન 

નિશાનચૂક માફ, નહીં માફ નીચું નિશાન એ મોદી સરકારનો મંત્ર છે. ઉદ્યોગ અને વેપાર ઉત્તેજન વિભાગના સચિવે હમણાં કહ્યું કે વર્ષે 100 અબજ ડોલરનું કુલ સીધું વિદેશી મૂડીરોકાણ દેશમાં લાવવાની અમારી નેમ છે.  અગાઉ આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં આવી જ મહત્ત્વાકાંક્ષા વ્યક્ત કરી હતી. સરકારને આશા છે કે ભારત પાંચ લાખ કરોડ ડોલરનું અર્થ તંત્ર બનાવ તરફ અગ્રેસર છે ત્યારે માળખાકીય પ્રોજેક્ટોમાં મોટા પાયે વિદેશી રોકાણ આવી શકે તેમ છે. ચીન પ્રત્યે સાશંક બનેલા વિદેશીઓ માટે ભારત એક આકર્ષક રોકાણસ્થાન છે. ઇલેક્ટ્રિક વાહનો, ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ અને તેમ જ સામાન્ય વપરાશની ગ્રાહકોપયોગી ચીજોમાં નવી મૂડી માટે મોટો અવકાશ રહેલો છે.

આ વિચારણા ખોટી નથી, પરંતુ વાસ્તવિકતા સાથે તેનો મેળ ખાતો નથી.  ભારતમાં તીવ્ર હરીફાઈ, વધતો જતો ઉત્પાદન ખર્ચ, વધુ પડતાં નિયમનો, રાજ્ય સરકારો સાથે કામ પાડવાની મુશ્કેલીઓ અને જમીન સંપાદન કરવામાં નડતી અડચણો જેવાં પરિબળોએ તેમને વ્યૂહરચના બદલવાની પ્રેરણા આપી હશે. ભારતે ગ્રીનફિલ્ડ પ્લાન્ટ્સ,  ઔદ્યોગિક પાર્ક્સ અને માળખાકીય સવલતોમાં મૂડીરોકાણ આકર્ષવું હશે તો સ્થિર નીતિઓ, હળવું પણ અસરકારક નિયમન તેમ જ જમીન અને કામદારોને લગતા કાયદા સુધારવા પર ધ્યાન આપવું પડશે. તે વગર રોકાણકારોને તેનું આકર્ષણ નહિ રહે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક