ચક્ષુદાન
રાજકોટ:
રેખાબેન અશોકભાઈ ખંઢેરિયાનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની
પ્રેરણાથી ચક્ષુદાન કરાયું છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન
ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 573મું ચક્ષુદાન છે. આ સપ્ટેમ્બર-24 મહિનામાં
અગિયારમું ચક્ષુદાન છે. સમગ્ર ગુજરાતમાં ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાનની વધુ માહિતી
માટે જનકલ્યાણ ટ્રસ્ટના ચેરમેન ઉમેશ મહેતા 94285 06011નો સંપર્ક કરવા જણાવાયું છે.
ચક્ષુદાન
જેતપુર:
જેતપુરના પુર્વ સેલ ટેક્સ ઓફિસર મનસુખભાઈ માધવજીભાઈ ઉનડકટનું અવસાન થતા પરિવારજનોએ
સ્વ.મનસુખભાઈના ચક્ષુદાન કરવા માટે માનવસેવા યુવક મંડળ ધર્મેન્દ્રભાઈ બાબરીયા અને સાગર
સોલંકીને જાણ કરાતા સરકારી હોસ્પિટલના ચક્ષુદાન સેન્ટરના અધ્યક્ષ ડોક્ટર જયેશ વેસેટીયન
ડોક્ટર ધાર્મિક બાલધા અને મેડીકલ ટીમના રોહિત સોંદરવા, પ્રતિક કનોડિયા અને નીતિન ચુડાસમાએ
પોતાની સેવાઓ બજાવી હતી. માનવ સેવા યુવક મંડળ અને સરકારી હોસ્પિટલને 304મું ચક્ષુદાન
મળ્યું છે.
જામનગર:
જ્ઞાતિના આજીવન સ્વયંસેવક વિરેન્દ્ર ઈશ્વરલાલ માંકડ (િનવૃત્ત સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર)
તે ઉષાબેનના પતિ, રાહુલ (નવાનગર બેંક), રૂપાલી શૈલેષ દેસાઈના પિતા, મેઘાના દાદા, યશ્વીના
નાનાનું તા.8ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.10ના સાંજે 5-30થી 6, શ્રી નર્મદેશ્વર
મહાદેવ મંદિર, પંચવટી સોસાયટી, જામનગર ખાતે છે.
કલ્યાણપુર:
રસીલાબેન નાથાલાલ દતાણી (ઉં.90) તે ગો.વા.નાથાલાલ સુંદરજીભાઈના પત્ની, ગોવિંદભાઈ, ભગવાનજીભાઈ,
બાબુભાઈના ભાભી, પ્રફુલ્લભાઈ, પ્રકાશભાઈના માતા, સ્વ.જમનાદાસ લાલજીભાઈ ભાયાણીના દીકરીનું
તા.6ના અવસાન થયેલ છે. પ્રાર્થના સભા તા.10ને ગુરુવારે સાંજે 4થી 4-30, લોહાણા બોર્ડિંગ,
કલ્યાણપુર ખાતે છે. મોસાળ પક્ષની સાદડી સાથે રાખેલ છે.
રાજકોટ:
મૂળ રાજપરા (ગઢ) હાલ રાજકોટ કરણસિંહ દોલતસિંહ જાડેજા (ઉં.89) (િનવૃત્ત એસ.ટી.અધિકારી)
તે પ્રદ્યુમનસિંહ (િનવૃત્ત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી), અનિરુદ્ધસિંહ (િનવૃત્ત પી.ડબલ્યુ.ડી.),
રાજેન્દ્રસિંહ (િનવૃત્ત એસ.ટી.ડેપો ગોંડલ)ના પિતા, જયરાજસિંહ (કૃષિબેંક), સિદ્ધાર્થસિંહ,
પરીક્ષિતસિંહ, હિનાબા બી.રાયજાદા (સોંદરડા), દૃષ્ટિબાના દાદાનું તા.7ને સોમવારે અવસાન
થયેલ છે. બેસણું તા.11ને શુક્રવારે સાંજે 4થી 6, ખોડિયાર હોલ, ગાયત્રીનગર મેઈન રોડ,
જલારામ ચોક, રાજકોટ ખાતે છે.
જૂનાગઢ:
શ્રી સોરઠીય શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ મૂળ વડાલ હાલ જૂનાગઢ નવસુખરાય પુરોહિત (ઉં.81,
નિવૃત્ત મામલતદાર) તે સ્વ.મણીશંકર પ્રાણશંકર પુરોહિતના પુત્ર, સ્વ.નવીનચંદ્રના મોટાભાઈ,
ભારતેન્દુભાઈ, સ્વ.િકરણબેન યોગેશકુમાર જોષી, મનિષાબેન અતુલકુમાર દવે, કલ્પનાબેન એન.પુરોહિતના
પિતા, પ્રણાલી અને દિપના દાદા, તે સ્વ.અંબારામ દિવેશ્વર ભટ્ટ (મૂળ કોયલી)ના જમાઈ, સ્વ.જયાશંકરભાઈ,
રમેશભાઈના બનેવીનું તા.7ના અવસાન થયેલ છે. ઉઠમણું તથા સ્વસુર પક્ષની સાદડી તા.10ના
સાંજે 5થી 6, સત્સંગ હોલ, ભૂતનાથ મહાદેવ મંદિર, કોલેજ રોડ, જૂનાગઢ ખાતે છે.
મોરબી:
માથક નિવાસી હાલ મોરબી રાણા શક્તિસિંહ અનિરુદ્ધસિંહ (ઉં.38) તે અનિરુદ્ધસિંહ ખોડુભાના
પુત્ર, તે કુલદીપસિંહ, ધૃવરાજસિંહના મોટાભાઈનું તા.8ના અવસાન થયું છે. બેસણું તા.11ને
શુક્રવારે સાંજે 4થી 6, તુલસી પાર્ક શેરી નં.2, આનંદનગર પાસે, કંડલા બાયપાસ રોડ, મોરબી
ખાતે છે.
મોરબી:
સ્વ.નવીનચંદ્ર રતિલાલ કોઠારીના પુત્ર દેવેન્દ્રભાઈ નવીનચંદ્ર કોઠારી (ધ્રોલવાળા)(ઉં.59)
તે સૌરભ, જીજ્ઞાના પિતા, તે દીપકભાઈના નાનાભાઈ, તે જાગૃતિબેન જયેશભાઈ મહેતાના મોટાભાઈ,
તે સ્વ.ધીરજલાલ અમૃતલાલ ગાંધીના જમાઈ, તે પલ્લવીબેન, હેતલબેનના બનેવીનું તા.7ના અવસાન
થયું છે. ઉઠમણું તા.10ને ગુરુવારે સવારે 9-30 કલાકે દશા શ્રીમાળી વણિક વાડી, યુનિટ
નં.1, સરદાર રોડ, જૂના બસ સ્ટેન્ડ પાસે, મોરબી ખાતે છે.
રાજકોટ:
શ્રી ગુજરાતી શ્રીગોડ માળવી બ્રહ્મ પરિવાર કોઠાપીપળિયાવાળા સ્વ.વ્રજલાલ ગૌરીશંકર જોષીના
પત્ની સુશીલાબેન વ્રજલાલભાઈ જોષી તે અતુલભાઈ વ્રજલાલભાઈ જોષી (એલઆઈસી નિવૃત્ત ડી.ઓ),
જયશ્રીબેન પંકજકુમાર ભટ્ટ, દર્શનાબેન અંશુકુમાર દેસાઈના માતા, પ્રો.ડો.આનંદ અતુલભાઈ
જોષી, કૌશલ અતુલભાઈ જોષીના દાદી, અરૂણભાઈ નંદલાલભાઈ જોષી, શૈલેષ લક્ષ્મીશંકરભાઈ જોષી,
સ્વ.ભરતભાઈ જયંતિભાઈ જોષી (માખાવડ)ના કાકી, તે સ્વ.વસનજીભાઈ વનમાળી ભટ્ટના પુત્રીનું
તા.6ના અવસાન થયું છે. પિયર પક્ષનું બેસણું તથા ઉઠમણું તા.10ને ગુરૂવારે સાંજે
4-30થી 6, રામેશ્વર મંદિર, રામેશ્વર ચોક, ગીત ગુર્જરી સોસાયટી પાછળ, એરપોર્ટ રોડ પાસે,
રાજકોટ ખાતે છે.
મુંબઈ:
જામનગર ગિરીનારાયણ બ્રાહ્મણ પુષ્પા પ્રમોદ ભટ્ટ (ઉં.80) તે સ્વ.પદ્માબેન ગિરિજાશંકર
જેઠાલાલ જાનીના પુત્રી, સ્વ.વસંત જાની, સ્વ.હંસા યોગેશ ભટ્ટના બહેન તથા દેવાંશી ભટ્ટ
મહાજન, ગૌરાંગ, પારૂલના માતા, દિનેશ મહાજન, કૃપા, હિમાંશુ પંડયાના સાસુ, દેહુતિ નિમિષ
પુરોહિત, દ્વિજા પંડયાના નાની, સંકીર્તન, કેયાના દાદી, યજત નિમિષ પુરોહિતના પરનાનીનું
તા.7ના અવસાન થયું છે. લૌ.વ્ય.બંધ છે.