• શનિવાર, 21 ડિસેમ્બર, 2024

avsan nondh

ચક્ષુદાન

રાજકોટ: રઘુવંશી સમાજના ઈન્દુબેન વસંતભાઈ કાનાબારનું અવસાન થતા માંગરોળ તાલુકાના આરેણા ગામમાં ચક્ષુદાન પ્રવૃત્તિ કરતા નાથાભાઈ નંદાણિયાની પ્રેરણાથી તેમના પુત્ર મનીષભાઈએ ચક્ષુદાનનો નિર્ણય લઈને બે દૃષ્ટિહીન બાંધવોને દૃષ્ટિ આપવાનું પુણ્યનું કાર્ય કર્યું છે.

પોરબંદર: મણીબેન ઓધવજી ઠકરાર (મૂળ રોઝડાવાળા) (ઉ.વ.93) તે સ્વ.અશ્વિનભાઈ (નવયુગ વિદ્યાલયના પૂર્વ શિક્ષક), સ્વ.કાંતાબેન ચત્રભુજભાઈ વાકાણી (ભાણવડ), રંજનબેન પ્રવીણભાઈ વસાણી (મુંબઈ), શીલાબેન અશ્વિનભાઈ સવજાણી (લંડન)ના માતા તથા શીંગડાવાળા પુરુષોત્તમભાઈ મજીઠીયા અને લાલજીભાઈના મોટાબહેનનું તા.10ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.1રને શનિવારે 4.1પ થી 4.4પ લોહાણા મહાજનવાડી પ્રાર્થનાસભા હોલ ખાતે ભાઈ-બહેનોની સંયુક્ત છે. પીયરપક્ષની સાદડી પણ સાથે જ છે.

પોરબંદર: રાણાવાડોત્રા ગામના હરસુમખભાઈ પોપટલાલ લાખાણી (ઉ.વ.78) તે સ્વ.િવજયભાઈ તથા ચેતનાબેન દીપકભાઈ ગણાત્રાના પિતા તથા જયાબેન, વીભાબેન, રેખાબેનના ભાઈ અને સ્વ.જેઠાલાલ સાંગાણીના જમાઈનું તા.10ના અવસાન થયું છે. ઉઠમણુ અને સસરા પક્ષની સાદડી તા.11ને શુક્રવારે 4 થી પ રાણાવાડોત્રા ગામે સોરઠીયા પ્રજાપતિ સમાજ ખાતે છે.

જામનગર: જવાહર વસંતરાય દોશી (સંગીતકાર) (ઉ.વ.69) તે નયનાબેનના પતિ તથા તેજસભાઈ, ઉર્વીબેનના પિતા તથા શીતલબેનના સસરા તથા સ્વ.પંકજભાઈ, મનોજભાઈ, છાયાબેન, સુરેશભાઈ દોશી (કલક્તા), મનીષાબેન રાજેશભાઈ શેઠના ભાઈ તથા સ્વ.હરિલાલ બાવિશીના જમાઈનું તા.10ને ગુરુવારે અવસાન થયું છે. ઉઠમણુ તા.11નાં સવારે 9.30 કલાકે જ્યોતિ વિનોદ ઉપાશ્રય (પાઠશાળા), પોસ્ટ ઓફિસની સામે, જામનગર ખાતે છે.

ડોળાસા: નારણભાઈ કરશનભાઈ બારડ (ઉ.પ8) તે મહેન્દ્રભાઈના પિતા તેમજ બાલુભાઈ અને અરજનભાઈના ભાઈ, કૈલાશભાઈ સામતભાઈ અને ઉદયસિંહ હમીરભાઈના કાકાનું તા.9ના અવસાન થયું છે. બેસણુ તેમના વાડીના નિવાસ સ્થાને, બોડીદર રોડ ખાતે છે.

ડોળાસા: બોઘભાઈ લાખાભાઈ ચૌહાણ (ઉં.98) તે ધીરુભાઈ, મસરિભાઈ, જેશીંગભાઈ અને માનસિંહભાઈના પિતા, ભવસિંહભાઈ, કરણસિંહ, રમેશભાઈ, હરેશભાઈ, હિરેનભાઈ, સચિનભાઈ અને યશભાઈનાં દાદાનું તા.10નાં અવસાન થયું છે. બેસણુ તેમની વાડીના નિવાસ સ્થાને બોડીદર રોડ ખાતે છે.

રાજકોટ: મેહુલભાઈ કરચલિયા (ઉ.વ.47) તે સ્વ.રમણીકભાઈ દામજીભાઈ કરચલિયા તથા કુસુમબેન કરચલિયાના પુત્ર, અજયભાઈ (ગાયત્રી બેકરી), મયુરભાઈનાં ભાઈ, દિનેશભાઈ, મનસુખભાઈ તથા ચંદ્રિકાબેન મહેન્દ્રભાઈ ઘઘડાના ભત્રીજા, હસમુખભાઈ જગજીવનભાઈ સાગર (પોરબંદર), જીતુભાઈ તથા દિનેશભાઈના ભાણેજનું તા.10ને ગુરુવારે અવસાન થયું છે. બેસણુ તા.11ને શુક્રવારે સાંજે 4 થી 6 શ્રી કુવાવાળી મા ખોડીયાર મંદિર, લક્ષ્મીવાડી ક્વાર્ટર, રાજકોટ ખાતે છે.

રાજકોટ: પુષ્પાબેન (પ્રજ્ઞાબેન) જસાણી (ઉ.વ.75) તે નરેન્દ્રભાઈ રતિલાલ જસાણીનાં પત્ની, પરાગ, હેમલ અને લીના કેતનકુમાર કામદારનાં માતા તથા અંજના, ઈલા તેમજ કેતનકુમારના સાસુ, રિશીત, કવિત, કૈરવી, મેઘાવીના દાદી, વાંકાનેર નિવાસી હાલ મુંબઈ સ્વ. ધીરજલાલ વૃજલાલ મહેતા તથા પ્રભાબેનના દિકરીનું તા.9નાં અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.11ને શુક્રવારે સવારે 10.30 કલાકે સદર જૈન ઉપાશ્રય, 1પ-પંચનાથ પ્લોટ રાજકોટ ખાતે છે.

ખરેડી: ચંદ્રકાન્ત જગન્નાથ પંડયા (ચંદુભાઈ) (ઉ.વ.70) તે સ્વ.ભાનુશંકર જગન્નાથ પંડયાના નાનાભાઈ તથા સ્વ.કીર્તીભાઈ, પ્રફૂલ્લભાઈ, અશ્વિનભાઈ, ગીરીશભાઈ, સ્વ.કમલેશભાઈના કાકા તથા રેખાબેન ચંદ્રેશકુમાર ઠાકરના પિતાનું તા.9નાં અવસાન થયું છે. બેસણુ તા.11નાં શુક્રવારે સાંજે 4 થી 6 ખરડેશ્વર મહાદેવ મંદિર, મુ. ખરેડી, તા.કાલાવડ ખાતે છે.

રાજકોટ: ચંદ્રીકાબેન કામદાર (ઉ.વ.9ર) તે સ્વ.ભાનુરાય જટાશંકર કામદારના પત્ની તથા સ્વ.કુંદનભાઈ તથા મુકેશભાઈના ભાભીનું તા.10નાં અવસાન થયુ છે. ઉઠમણુ તા.11ના સવારે 10.30 કલાકે, શ્રમજીવી સોસાયટી ઉપાશ્રય ખાતે છે. લૌકિક વ્યવહાર બંધ રાખે છે.

રાજકોટ: રતિલાલ દેસાઈ (ઉ.વ.81) તે સ્વ.જમનાદાસ ગોકલદાસ દેસાઈના પુત્ર, સ્વ.ચીમનભાઈ, સ્વ.વૃજલાલભાઈ, સ્વ.પ્રવિણભાઈ, સ્વ.નવિનભાઈ તેમજ ભૂપેન્દ્રભાઈ (િજલ્લા પંચાયત)ના ભાઈ તથા મિલન (આરએમસી)ના ભાઈજીનું તા.10ને ગુરૂવારે અવસાન થયું છે. ઉઠમણુ તા.11ના સાંજે 4 કલાકે મહાવીરનગર ઉપાશ્રય, નિર્મલા રોડ ખાતે છે.

ખંભાળીયા: કંચનબેન (ઉ.વ.71) તે સ્વ.નટવરલાલ હિંમતલાલ વડગામા (મુકેશ ગેરેજ રાજકોટ)ના પત્ની તથા સ્વ.િમલનભાઈ તથા દક્ષાબેન મિતેશભાઈ બામરોલીયા (ખંભાળીયા મિત્રી મોટર ગેરેજવાળા)ના માતુશ્રી તેમજ દેવાંશી અને તન્મયના દાદી તેમજ ધૃવિશા તથા ઉર્વિશના નાનીનું તા.10ના અવસાન થયું છે. બેસણુ શુક્રવાર તા.11નાં સાંજે 4 થી પ ગુર્જર સુતાર જ્ઞાતિ, ‘િવશ્વકર્મા બાગ’, સ્ટેશન રોડ, ખંભાળિયા ખાતે છે.

માળિયા હાટીના: પ્રજ્ઞાબેન (ઉ.વ.57) તે ચીમનલાલ ગોવર્ધનદાસ મીઠાણીના પત્ની, કીનાબેન ઈસાનકુમાર કાથરાની, જંખનાબેન પિયુષકુમાર કાનાબાર અને ભવ્યનાં માતા તથા સ્વ.વસંતલાલ ખોડીદાસ શાહ (ઢવાના વાળા)ની પુત્રીનું તા.10નાં અવસાન થયું છે. બેસણું ટેલીફોનીક રાખેલું છે, મો. 94288 35380.

જામનગર: નિરંજનાબેન ત્રિવેદી (ઉ.80) તે રમેશચંદ્ર પ્રાણલાલ ત્રિવેદી, (ધુળશિયાવાળા)ની પત્ની અને સંદીપ (સ્પેકટ્રા કોમ્પ્યુટર્સ), ગીતાબેન હિતેશકુમાર શુકલ (અમદાવાદ)ના માતા, મનીષાના સાસુ અને વિશ્વેશના દાદી, હેમંતભાઈ, લાભશંકર, અમૃતલાલભાઈ, પ્રીતમભાઈ, લક્ષ્મીશંકર અને ધીરુભાઈના ભાઈના પત્નીનું તા.9નાં અવસાન થયું છે. ઉઠમણુ તા.11નાં સાંજે પ થી પ.30 પાબારી હોલ, જામનગર

ખાતે છે.

જસદણ: મનસુખલાલ નરભેરામભાઈ છાટબાર (િનવૃત્ત જીઈબી) (ઉ.વ.82) તે નિલેશભાઈ (શ્રીજી હેન્ડલુમવાળા), કિરણબેન ભૂપેન્દ્રકુમાર મણિયાર (મહુવા), છાયાબેન હરકિશનકાર હરગણ (સુરેન્દ્રનગર)ના પિતા તથા ક્રિષ્નાબેન અને મીતના દાદાનું તા.9ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.11ને શુક્રવારે સાંજે 4 થી પ તેમના નિવાસ સ્થાન રામપરા, વેકરીયા ચોક જસદણ ખાતે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક