ચક્ષુદાન
રાજકોટ:
અક્ષયભાઈ લાલજીભાઈ સરવૈયાનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર ચક્ષુદાન કરેલું
છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં
કુલ 581મું ચક્ષુદાન અને ઓક્ટોબર મહીનામાં સાતમું ચક્ષુદાન છે.
ધોરાજી:
શિક્ષણવિદ વિનોદભાઈના માતા લાભુબેન રવજીભાઈ હીરપરાનું અવસાન થતા પરિવારની ઈચ્છાનુસાર
તથા માનવ સેવા યુવક મંડળની પ્રેરણાથી ચક્ષુદાન કરાયું છે. સરકારી હોસ્પિટલને 307મું
ચક્ષુદાન મળ્યું છે.
રાજકોટ:
સંજયભાઈ ગંગારામભાઈ રાઠોડ (ઉ.61)(રીટાયર્ડ મહિલા આઈટીઆઈ, રાજકોટ) તે માનવભાઈના પિતા
અને પરેશભાઈ પીજીવીસીએલના ભાઈનું અવસાન તા.24ના થયું છે.
ધ્રોલ:
અશ્વિનભાઈ પંડયા (ઉ.68) તે સ્વ.પ્રેમશંકરભાઈ (બાબુભાઈ) વિશ્વનાથભાઈ પંડયા તેમજ ગં.સ્વ.રમાબેનના
પુત્ર, જયશ્રીબેનના પતિ, કિંજલબેન ઉદયભાઈ શુક્લ, બ્રિજેશના પિતા તેમજ વિજયભાઈ, સ્વ.િદપકભાઈ,
દેવેન્દ્રભાઈ, સ્વ.ઉમેશભાઈ, મુકેશભાઈ, રાજેશભાઈના ભાઈ તેમજ સ્વ.લાભશંકર વેણીલાલ વ્યાસ
(મેટોડા)ના જમાઈનું તા.28ના અવસાન થયું છે. ઉઠમણું તા.31ના સાંજે 4 થી 6, વાંકલ માતાજીનું
મંદિર, મોચીબજાર, ધ્રોલ ખાતે છે.
શેરગઢ:
મંજુલાબેન કાનાબાર (ઉ.87) તે કુકસવાડાના સ્વ.નટવરલાલ ગોવિંદજી કાનાબારના પત્ની, સ્વ.ગોપાલભાઈ,
સ્વ.અમુભાઈ, સ્વ.ચુનીભાઈ તથા વનુભાઈ કાનાબાર (મુંબઈ)ના ભાભી, વિક્રમભાઈ, મહેન્દ્રભાઈ,
સ્વ.જયેશભાઈ, મધુબેન તથા સ્વ.ગીતાબેન કારીયા (જૂનાગઢ), દક્ષાબેન (વેરાવળ)ના માતા તેમજ
મોહનલાલ ઓધવજી રાજપોપટ (શેરગઢ)ના પુત્રીનું તા.28ને સોમવારે અવસાન થયું છે.
રાજકોટ:
હિંમતલાલ ભગવાનજી રાણભાણ (ઉ.85) તે પ્રવિણાબેનના પતિ, દર્શનભાઈ તથા રૂપાબેન ગાંધી
(બરોડા)ના પિતા, પ્રજ્ઞાબેનના સસરા તથા યાત્રીબેનના દાદા, મનુભાઈ, સુરેશભાઈ, સ્વ.શાંતિલાલના
ભાઈ તથા પ્રવીણભાઈ, પંકજભાઈ, સુનીલભાઈ તથા સંદીપભાઈના કાકાનું તા.26ના અવસાન થયું છે.
સ્વ.ની ઈચ્છા અનુસાર તેઓનું ચક્ષુદાન તથા દેહદાન કરાયું છે.