• શુક્રવાર, 04 એપ્રિલ, 2025

અવસાન નોંધ

રાજકોટ જિલ્લા રોજગાર અધિકારી ચેતનભાઈ દવેના માતુશ્રીનું અવસાન : કાલે બેસણું

રાજકોટ: સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ મુળ રાણસીકી હાલ રાજકોટ નિર્મળાબેન જયશંકરભાઈ દવે (ઉં.73) તે સ્વ.જયશંકરભાઈ (ભીખુભાઈ)ના પત્ની, ઉપેન્દ્રભાઈ દવે, ચેતનભાઈ દવે (જિલ્લા રોજગાર અધિકારી રાજકોટ), યોગેશભાઈ દવે (ઙવજ્ઞાજ્ઞિંક્ષ ઈંક્ષતાશાંાિંuયિં, કજ્ઞમિત જભવજ્ઞજ્ઞહ રાજકોટ)ના માતુશ્રી, વિરલબેન, દિપ્તીબેનના સાસુ, શિવાની, શાંતનુ, કેદારના દાદી, કિરીટભાઈ અને જગદીશભાઈના ભાભી, છેલભાઈ, સ્વ.ગુણુભાઈ, સ્વ.ત્રંબકભાઈ અને નરેન્દ્રભાઈ ખંભોળિયા (સુલતાનપુર)ના બહેન, દિવ્યેન, ધર્મેશ, માધવી કૃતાર્થકુમાર દવે, મંદીપ, આશુતોષના ભાભુનું તા.2ના અવસાન થયું છે. બેસણું તા.4ને શુક્રવારે સાંજે 4થી 6, ધૂમકેતુ હોલ, રોયલ પાર્ક, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

 

ચક્ષુદાન, સ્કીન ડોનેશન

રાજકોટ: કાંતિલાલ ગોવિંદજી લાખાણીનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન તથા સ્કીન ડોનેશન કરેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 662મું ચક્ષુદાન, 28મું સ્કીન ડોનેશન થયેલ છે. ચક્ષુદાન તથા સ્કીન ડોનેશન વિજયભાઈ ડોબરિયાના સહયોગથી થયેલ છે.

ચક્ષુદાન

પોરબંદર: પોરબંદરના રાકેશભાઈ અને વિમલભાઈ રતિલાલભાઈ લાખાણીના પિતાશ્રી રતિલાલભાઈ મણીલાલભાઈ લાખાણી (ઉં.78)નું અવસાન થતા નેશનલ પેટ્રોલ પંપવાળા વીનુભાઈ કારિયા અને લાખાણી પરિવારે તરત જ ડો.નીતિન પોપટ અને આનંદભાઈ રાજાણીને નેત્રદાન માટે બોલાવી સ્વ.રતિલાલભાઈ મણીલાલભાઈ લાખાણીના અમુલ્ય નેત્રોનું દાનનું કાર્ય કર્યું છે. પોરબંદર જિલ્લામાં નેત્રદાન, સ્કીન ડોનેશન, દેહદાન માટે સર્જન પરિવારના ડો.નીતિન પોપટ (9426241001 / 9328066868)નો સંપર્ક કરવો.

રાજકોટ: (જામનગર ભવાની પાન વાળા) શાંતિલાલ રતિલાલ તન્ના (ઉ.56) તે રતિલાલ કેશવજી તન્નાના પુત્ર, નૈમિષના પિતાશ્રી, નવીનભાઇ, સ્વ. અશોકભાઇ, સ્વ. વિનુભાઇ, સ્વ. દિનેશભાઇના નાના ભાઇ, સ્વ. મગનલાલ જેઠાલાલ અનડકટના જમાઇ, સંજયભાઇ અને જયેશભાઇના બનેવીનું તા.2ના અવસાન થયું છે. બેસણું, પિયર પક્ષની સાદડી તા.3ના 5 થી 6 ધ સ્પેસ, કોમ્યુનિટી હોલ, માધાપર ચોકડી, રાજકોટ છે.

રાજકોટ: કમળાબેન જયંતિલાલ આડેસરા (ઉ.93)તે સ્વ. જયંતિલાલ હિરાલાલના પત્ની, જીતેન્દ્રભાઇ, વિનોદભાઇ, નિલમબેનના માતુશ્રી, સ્વ. નીરૂબેન, સ્મીતાબેનના સાસુ, કૌશિકભાઇ, કૃણાલભાઇ, ફાલ્ગુનીબેન, જલ્પાબેન, આદિત્યના દાદી, સ્વ. નરભેરામ ગોવિંદજી રાણપરાના  દીકરી, સ્વ. વલ્લભદાસના બેનનું તા.2ના અવસાન થયું છે. બંને પક્ષનું બેસણું: તા.3ના સવારે 10-30 થી 12, 10-રામકૃષ્ણનગર, નાગર બોર્ડિગ વિરાણી હાઇસ્કૂલની સામે, ટાગોર રોડ, રાજકોટ  છે.

ગિરગઢડા: ધીરજલાલ પ્રાણશંકર જોશી (ઉ.86) તે સ્વ. પ્રાણશંકર ભગવાનજીભાઇ જોશીના પુત્ર, રસીલાબેનના પતિ, જલ્પેશભાઇ તથા કલ્પનાબેન રાજેશભાઇ જોશી (તાલાળા), ધ્રુવાબેન દિનેશભાઇ પુરોહિત (અમદાવાદ), પલ્લવીબેન વિજયભાઇ રાજયગુરૂ (રાણપરડા/મહુવા), સંગીતાબેન દીપકકુમાર જોશી (કોડીનાર)ના પિતાશ્રી, પ્રિન્સના દાદા, પ્રવીણભાઇ, સ્વ. પ્રતાપભાઇ તથા રમેશભાઇ (ડોમ્બીવલી)ના મોટા ભાઇ, હરીશભાઇ (કાંદિવલી)ના ભાઇ, સ્વ. રતિલાલ ભુદરજીભાઇ જોશી (દેલવાડા)ના જમાઇનું તા.2ના અવસાન થયું છે. સંયુકત સાદડી તા.4ના બપોરે 3 થી 6 બ્રહ્મ સમાજની વાડી, બસ સ્ટોપ નં.2, ઉના રોડ, ગીરગઢડા છે.

પોરબંદર: રતાલલ મણીલાલ લાખાણી (ઉ.78)તે સ્વ. મણીલાલ માધવજી લાખાણીના પુત્ર, રાકેશભાઇ, વિમલભાઇના પિતાશ્રી, માનસી, રૂષિત, કૃપાલી અને વૃષ્ટિના દાદા, વિજયભાઇ, આશિષભાઇના કાકા, (ભાણવડવાળા), સ્વ. વલ્લભદાસ જેઠાલાલ હિંડોચાના જમાઇનું તા.2ના અવસાન થયું છે. પ્રાર્થના સભા, સસરા પક્ષની સાદડી તા.3નાં 4-15 થી 4-45 પોરબંદરના લોહાણા મહાજન વાડીના પ્રાર્થના સભા હોલ ખાતે ભાઇ-બહેનોની સંયુકત છે.

રાજકોટ: સોની રામજીભાઇ સવજીભાઇ પરિવારના શામજીભાઇ રામજીભાઇ પાટડીયાના પુત્ર કાંતિલાલ શામજીભાઇ પાટડિયા (ઉ.85)તે નાગરદાસ, હસમુખભાઇ, અરવિંદભાઇ તથા પ્રવિણભાઇના ભાઇ, પ્રશાંતભાઇના પિતાશ્રી, કમલ તથા હેમલના દાદા, નાગરદાસ ગંગારામભાઇ રાણપરા (ટીકર વાળા)ના જમાઇનું તા.2ના અવસાન થયું છે. બંને પક્ષનું બેસણું તા.3ના સાંજે 4 થી 5 કલાકે પારેખ વાડી, ખત્રીવાડ ખાતે રાજકોટ છે.

મેંદરડા: વલ્લભભાઇ ગોકળભાઇ પાઘડાર (ઉ.85)  (વી.ડી.એન્ડ કું.)તે દિનેશભાઇ, વિજયભાઇ, અશોકભાઇના પિતાશ્રીનું તા.2ના અવસાન થયું છે. બેસણું તા.5ના સવારે 8 થી 6 દિનેશભાઇના નિવાસ સ્થાને નાજાપુર રોડ, ડી.ડી.નગર, બાપા સીતારામની મઢુલી સામે રાખેલ છે.

રાજકોટ: લતાબેન અમીતભાઇ રાજા (ખંભાયતા) (ઉ.67) તે અમીતભાઇ ચતુરભાઇના પત્ની, સ્વ. જેન્તીલાલ પ્રાગજીભાઇ વડગામાના દીકરી, ધવલભાઇ, વૃતિબેન સ્નેહલકુમાર (દહીસરીયા)ના માતુશ્રી, નિશિતાબેન ધવલભાઇના સાસુ, ધૈર્યભાઇના દાદીમાનું તા.30ના અવસાન થયું છે. બેસણું તા.3ના સાંજે 5 થી 6 વિશ્વકર્મા કેળવણી મંડળ, 7/10 ભક્તિનગર સ્ટેશન પ્લોટ, રાજકોટ છે.

પોરબંદર: મધુબેન સતીશભાઈ ટીટા (ઉં.67) તે સ્વ.સતીશભાઈના પત્ની, રવિભાઈ, નીનાબેન હીતેશભાઈ તુરી, હર્ષિદાબેન વિમલભાઈ માંડલિયા અને નાગેશભાઈના માતુશ્રીનું તા.1ના અવસાન થયું છે.

જસદણ: બ્રહ્મક્ષત્રિય વિનયકાંત છગનલાલ છાંટબાર (ઉં.73) તે સ્વ. છગનલાલ કલ્યાણજી છાટબારના પુત્ર, સુભાષચંદ્રના નાનાભાઈ, તુષાર વિનયકાંત તથા બિનીતાબેન જશ્મીનકુમાર મેર (જૂનાગઢ)ના પિતાશ્રી, મનીષભાઈ તથા શૈલેષભાઈના કાકાનું તા.1ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.3ના સાંજે 4થી 6, સોનલ સ્ટ્રીટ, છત્રી બજાર, જસદણ છે.

જૂનાગઢ: દિલીપભાઈ ત્રિકમભાઈ લાખાણી (ઉં.65) તે મિતેશભાઈ, ગોપીનભાઈ, મીનલબેનના પિતાશ્રી, લુશાળા નિવાસી નાથાભાઈ રૂપારેલિયાના જમાઈનું તા.31ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા, બેસણું તા.3ના 4થી 6, આદિત્યેસ્વર મહાદેવ મંદિરે, આદિત્યનગર, નંદનવન મેઈન રોડ, જોષીપુરા, જૂનાગઢ સસરા પક્ષ સાદડી સાથે છે.

સલાયા: સ્વ.મોહનલાલ જેરામ લાઘાણીના પુત્ર દિલીપભાઈના પત્ની રેણુકાબેન (ઉં.50) તે અમુભાઈ (ખંભાળિયા), પ્રવિણભાઈ, સ્વ.રાજુભાઈના ભાભી, ભૂમિ, મિસરીના માતુશ્રીનું તા.1ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.3ના 4થી 4-30, સલાયા લાલજી મંદિરે પ્રેમબાઈ પ્રાર્થના હોલમાં ભાઈઓ-બહેનો માટે સાથે છે.

રાજકોટ: રાજેશભાઈ વલ્લભભાઈ વાઘેલા મૂળ ધોરાજી હાલ રાજકોટ તે વલ્લભભાઈ નારણભાઈ વાઘેલાના પુત્ર, દીપકભાઈ તથા રીટાબેનના નાનાભાઈ, નિયતીના પિતાનું તા.1ના અવસાન થયું છે. બેસણું તા.4ના સાંજે 5થી 7, ‘ગુરુકૃપા’, અંબાજી કડવા પ્લોટ મેઈન રોડ, ગરબી ચોક પાસે, રાજકોટ છે.

રાજુલા: કાઠી ગોર રાજગોર બ્રાહ્મણ કાનજીભાઈ રણછોડભાઈ મહેતા (ઉં.84) તે ઉમેશભાઈ, દેવાંગભાઈ, હર્ષાબેન જગદીશભાઈ વેગડા તથા ભાવનાબેન ભરતભાઈ જોષી (સાવરકુંડલા), નયનાબેન જગદીશભાઈ જોષી (વિસાવદર), દયાબેન દિનેશભાઈ દવે (રાજુલા)ના પિતાશ્રી, ઘનશ્યામભાઈ તથા જીતુભાઈના કાકા, કુલદીપભાઈ, જયનીલભાઈ, દીપકભાઈ, પ્રણવભાઈ, ગોપાલભાઈ, રજનીભાઈના દાદા, બળવંતભાઈ જાની, ભરતભાઈ (વાવેરા)ના બનેવીનું તા.1ના અવસાન થયું છે. બેસણું તા.3ના બપોરે 3થી 6, બાવળિયા વાડી, ધરતી મારબલવાળી શેરી, જાફરાબાદ રોડ, રાજુલા છે.

જામનગર: વિક્રમસિંહ ગગુભા જાડેજા તે ભરતસિંહ, મહેન્દ્રસિંહના પિતાશ્રી, છત્રપાલસિંહ, મહિપાલસિંહના દાદાનું તા.1ના અવસાન થયું છે. બેસણું તા.3ના 4થી 5, વિજ્યાબા હોલ, શાંતિનગર, પટેલ કોલોની-9 પાછળ, જામનગર છે.

કાલાવડ (શીતલા): ઔદિચ્ય સહત્ર ચીભડિયા બ્રહ્મ સમાજ હેમંતભાઈ મણીશંકર ઠાકરના પત્ની ઈન્દુબેન (ઉં.66) તે પ્રતાપભાઈ, જટાશંકરભાઈના નાનાભાઈના પત્ની, ધર્મેશના માતુશ્રી, સ્વ.કનૈયાલાલ પ્રાણશંકર ઠાકર (રાજકોટ)ના દીકરીનું તા.30ના અવસાન થયું છે. બેસણું તા.4ના સાંજે 4થી 6, બ્રહ્મપુરી, બસ સ્ટેશન રોડ, કાલાવડ છે.

ઇ-પેપરના નવા શુલ્ક