સીતારામનની ઘોષણા
નવી
દિલ્હી, તા. 3 : કેન્દ્ર સરકારે ગુરુવારે એક મોટું એલાન કરતાં પીપીએફ ખાતાંધારકોને
મોટી રાહત આપી હતી. નાણાંમંત્રી નિર્મલા સીતારામને ધોષણા કરી હતી કે, પીપીએફ ખાતાંમાં
વારસનાં નામમાં સુધારો હવે વિનામૂલ્યે થઈ શકશે.
આ પહેલથી
દેશના છ કરોડથી વધુ લોકોને લાભ થશે. સરકારે એક જાહેરનામા મારફતે પીપીએફ ખાતાંમાં વારસ
(નોમિની) જોડવાના નિયમમાં બદલાવ કર્યો છે.
સીતારામને
સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે, પીપીએફ ખાતાંમાં વારસની વિગતો સુધારવા માટે
કેટલીક નાણાંકીય સંસ્થાઆ ચાર્જ લેતી હતી, પરંતુ હવેથી આ કામ મફતમાં થઈ શકશે.
ઉલ્લેખનીય
છે કે, સરકાર દ્વારા સંચાલિત નાની બચત યોજના માટે વારસ રદ કરવા
અથવા
બદલવા માટે 50 રૂપિયા અત્યાર સુધી લેવાતા હતા. એ સિવાય તાજેતરમાં બહાલ થયેલા બેંકિંગ
સુધારા વિધેયક હેઠળ પીપીએફ ખાતાંધારકોને પોતાના પૈસાનું ચૂકવણું, સુરક્ષિત રખાયેલા
સામાન, લોકર માટે ચાર વારસ સુધી જોડવાની સુવિધા પણ અપાઈ છે.
પીપીએફમાં
વધુ પડતા વ્યાવસાયી વેરા બચાવવા માટે રોકાણ કરે છે, જેમાં રોકાણ સાથે પાકતી રકમ અને
વ્યાજ પણ કરમુક્ત રહે છે.
લાંબાગાળા
માટે સુરક્ષિત રોકાણ અને ભંડોળ વધારવા માટે આ શ્રેષ્ઠ માર્ગ છે, જેમાં રોકાણથી 1.50
લાખ સુધી વેરા કપાત મળે છે.