કોચ
ફ્લાવરને સોમવારના મેચ પહેલા ફિટ થઇ જવાની આશા
બેંગ્લુરુ
તા.3: પાછલા મેચમાં ગુજરાત ટાઇટન્સ વિરૂધ્ધના હાથે હાર સહન કરનાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ
ટીમ ટેન્શનમાં છે. કારણ કે ટીમનો સ્ટાર બેટર વિરાટ કોહલી ઇજાગ્રસ્ત છે. ગુજરાત સામેની
હાર બાદ આરસીબીના હેડ કોચ એન્ડી ફલાવરે જણાવ્યું કે કોહલીને ફિલ્ડીંગ કરતી વખતે આંગળીમાં
ઇજા થઇ હતી. તેને થોડું દર્દ છે, પણ ઠીક છે. ચિંતાની કોઇ વાત નથી. જો કે આરસીબી ટીમ
પર વિરાટ કોહલી પર કોઇ જોખમ લેવા ઇચ્છતી નથી. આરસીબીનો હવે પછીનો મેચ 7મીએ સોમવારે
મુંબઇ ઇન્ડિયન્સ વિરૂધ્ધ રમવાનો છે. એ પહેલા કોહલી ફિટ થઇ જશે તેવી કોચ ફલાવરને આશા
છે.
મેચ
વિશે કોચ ફલાવરે જણાવ્યું કે અમે 7 ઓવરમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી મેચમાં વાપસી
કરવી કઠિન હતી. આમ છતાં અમે 170 આસપાસ પહોંચ્યા. ટોસ ઘણો મહત્વનો હતો. મેદાનમાં ઘણી
ઝાકળ હતી. બીજી ઇનિંગમાં પિચ બેટધરો માટે અનુકુળ બની ગઇ હતી. આ તકે કોચે ટીમના જૂના
બોલર જે હવે ગુજરાત તરફથી રમે છે તે મોહમ્મદ સિરાજની પ્રશંસા કરી હતી. તેણે 3 વિકેટ
લીધી હતી.