• ગુરુવાર, 14 મે, 2026

કિવિઝ પેસર જેકોબ ડફી T-20 નંબર વન બોલર

દુબઇ, તા.3: ન્યુઝીલેન્ડનો યુવા ઝડપી બોલર જેકોબ ડફી આઇસીસી ટી-20 ઇન્ટરનેશનલ ક્રમાંકમાં નંબર વન બોલર બન્યો છે. આ સાથે જ 2018 બાદ ટી-20 ક્રમાંકમાં ટોચના સ્થાને પહોંચનારો ન્યુઝીલેન્ડનો પહેલો બોલર બન્યો છે. 2018માં કિવિઝ સ્પિનર ઇશ સોઢી પહેલા સ્થાને પહોંચ્યો હતો. જેકોબ ડફીને ચાર સ્થાનનો ફાયદો થયો છે. તે હવે પાંચમા ક્રમેથી પહેલા ક્રમે આવી ગયો છે. 12 માર્ચે જાહેર થયેલ આઇસીસી સૂચિમાં ડફી 3પમા ક્રમે હતો. 26 માર્ચની યાદીમાં  તે સીધો પાંચમા નંબરે આવી ગયો હતો અને આજે જાહેર થયેલ સૂચિમાં જેકોબ ડફી નંબર વન ટી-20 બોલર બની ગયો છે. બીજી તરફ ભારતનો હાર્દિક પંડયા ટી-20 ઓલરાઉન્ડર ક્રમાંકમાં પહેલા સ્થાને જળવાય રહ્યો છે.

બોલિંગ ક્રમાંકમાં ભારતનો મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તી એક સ્થાનના નુકસાનથી ત્રીજા સ્થાને ખસી ગયો છે. તેનાથી આગળ જેકોબ ડફી (723) અને વેસ્ટ ઇન્ડિઝનો અકીલ હુસને (707) છે. ભારતના રવિ બિશ્નોઇ અને અર્શદીપ ક્રમશ: સાતમા અને દશમા ક્રમે છે.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક