નવી દિલ્હી, તા.3 : ભારતીય મૂળના
અંતરિક્ષ યાત્રી સુનીતા વિલિયમ્સને દેશના સર્વોચ્ચ નાગરિક સમ્માન ભારત રત્નથી નવાજવાની
માગ સંસદમાં ઉઠી છે. રાજ્યસભામાં બુધવારે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મોહમ્મદ નદીમુલ હકે
શૂન્યકાળ દરમિયાન માગ કરી કે ર86 દિવસ અંતરિક્ષમાં રહીને પરત આવેલા સુનીતા વિલિયમ્સને
ભારત રત્ન પુરસ્કાર એનાયત કરવો જોઈએ.
જો કે ટીએમસીના સાંસદે એવો પણ
દાવો કર્યો કે ગુજરાતના એક નેતા સુનીતાના નજીકના સગા હતા. જેના પર વિરોધ કરતાં નાણા
મંત્રી સીતારમને આવી વાતને સંસદની કાર્યવાહીમાંથી હટાવવા માગ કરી હતી. ઉલેખનીય છે કે
સુનીતા ર007માં ભારતની મુલાકાતે આવ્યા હતા અને ર008માં ભારત સરકારે તેમને પદ્મભૂષણ
પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.