• રવિવાર, 13 જુલાઈ, 2025

અમારામાં નહીં, ન્યાયમાં ભગવાનને નિહાળો : સુપ્રીમ

વકીલે કેસમાંથી કહ્યું કે અમે અમારા જજમાં ભગવાનને જોઇએ છીએ

નવી દિલ્હી, તા.5: સુપ્રીમ કોર્ટના એક વકીલે ટિપ્પણી કરતા કહ્યું કે - અમે જજમાં ભગવાનને જોઈએ છે, તેના જવાબમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, અમારામાં ભગવાન નહીં, ન્યાયમાં ભગવાનને જૂઓ. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ એમ સુંદરેશ અને કે વિનોદ ચંદ્રને ઉત્તર પ્રદેશનામાં એક મંદિરના કેસની સુનાવણી દરમિયાન ઉપરોક્ત વાત જણાવી હતી. આ કેસમાં પક્ષકાર વતી હાજર રહેનાર એક વકીલે અસીલ વાત સાંભળતા નહીં હોવાનું કારણ જણાવીને કેસમાંથી ડિસ્ચાર્જ આપવા કોર્ટને વિનંતી કરી હતી. વકીલે આટલેથી નહીં અટકતા વધુમાં જણાવ્યું હતું કે, અસીલે મને એક નોટિસ મળી છે જેમાં વકીલો દ્વારા જજો સાથે ફિક્સિંગ કરાતું હોવાનો દાવો કરાયો છે. આ અત્યંત તિરસ્કારજનક બાબત છે. વકીલે વધુમાં આક્રોશ ઠાલવતા કહ્યું કે, અમને કેસમાં કોઈ અપ્રમાણિકતા જણાય છે તો અમે કેસમાંથી ખસી જઈએ છીએ. અમારા જજ અમારી માટે ભગવાન છે. આ મામલે જસ્ટિસ સુંદરેશે ષ્ટતા કરતા જણાવ્યું કે, અમારામાં ભગવાન નહીં, મહેરબાની કરીને ન્યાયમાં ભગવાનને જૂઓ. સુપ્રીમ કોર્ટના જજની બેન્ચે વકીલની વિનંતીને ગાહ્ય રાખતા તેને કેસમાંથી ડિસ્ચાર્જ થવા મંજૂરી આપી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ગોંડલમાં 11 કેવી લાઇન નાખતી વેળાએ વીજ કરન્ટ લાગતા બે હંગામી કર્મચારીના મૃત્યુ કોટેડ લાઇનનો અપાર કંપનીને કોન્ટ્રાકટર અપાયો હતો July 12, Sat, 2025