• શનિવાર, 12 જુલાઈ, 2025

avshan nodh

ચક્ષુદાન, સ્કીન ડોનેશન

રાજકોટ: ચંપાબેન ભગવાનજીભાઈ બાવીસીનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન તથા સ્કીન ડોનેશન કરેલ છે. જનકલ્યાણ સાર્વજનીક ચેરીટેબલ ટ્રસ્ટની પ્રેરણાથી આ અંગદાન, ત્વચાદાન, ચક્ષુદાન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 715મું ચક્ષુદાન તથા 37મું સ્કીન ડોનેશન થયેલ છે.

રાજકોટ: જયેશભાઈ મથુરાદાસ ગઢિયા (ગોંડલ)ના પત્ની રીટાબેન જયેશભાઈ ગઢિયા (ઉં.45) તે આયુષીબેન, ક્રિસના માતુશ્રી, ચિરાગભાઈ, કલ્પેશભાઈ, કવિતાબેનના મોટાબેન, ભિવંડી નિવાસી લક્ષ્મીદાસ ડી.કારિયાની પુત્રીનું તા.11ના અવસાન થયું છે. બેસણું, પિયર પક્ષની સાદડી તા.12ના સાંજે 4થી 6, શ્રીરામ ટાઉનશીપ સ્પીડવેલ પાર્ટી પ્લોટની બાજુમાં નીચે પાર્કીંગમાં

રાજકોટ છે.

રાજકોટ: ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ જગદીશચંદ્ર કાંતિલાલ ભટ્ટ (ઉં.84) તે મેહુલભાઈ, નિકુંજભાઈ, જિજ્ઞાસાબેનના પિતાશ્રી, કૃણાલભાઈ દવેના સસરાનું તા.10ના અવસાન

થયું છે.

રાજકોટ: નીશાબેન (નીતાબેન)(ઉં.52) તે હરેશભાઈ ધામેચાના પત્ની, માર્ગીલ, વેદાંશીના માતુશ્રી, કાંતિલાલ પ્રેમજીભાઈ ધામેચાના પુત્રવધૂ, વીપીનભાઈ, રાજેશભાઈના ભાભી, મનીષભાઈ રૂપારેલના બેનનું તા.10ના અવસાન થયું છે. બેસણું તા.12ના સાંજે 4થી 5, ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર, ગંગોત્રી ડેરી વાડી શેરી, સાધુવાસવાણી રોડ, રાજકોટ, પિયર પક્ષની સાદડી સાથે છે.

સાવરકુંડલા: શારદાબેન મનસુખલાલ રાઠોડ (ઉં.79) તે ભગવાનજીભાઈ જીવનભાઈના દીકરી, કનુભાઈ, અનિલભાઈના મોટાબેનનું તા.9ના અવસાન થયું છે. પિયર પક્ષની સાદડી તા.12ના સાંજે 4થી 6, મારૂતિનગર શેરી નં.2, ધનાબાપુ આશ્રમ રોડ, સાવરકુંડલા છે.

ઓખા: ઓખા નિવાસી હાલ જામનગર સિક્કા રહેતા સ્વ.સંજયભાઈ લક્ષ્મણભાઈ દુદાણી (ઉં.52) તે જયેશભાઈના નાનાભાઈ, રવિભાઈના મોટાભાઈનું તા.9ના અવસાન થયું છે. ઉઠમણું (પગડી) તા.12ના સાંજે 5થી 5-30, ઉષેશ્વર મહાદેવ મંદિર, દાવડા હોલ, રેલ્વે સ્ટેશન સામે, ઓખા, ભાઈઓ-બહેનોનું સાથે છે.

રાજકોટ: દિનેશભાઈ ઈશ્વરભાઈ પુજારા (જીતુભાઈ)(એસ્ટેટ બ્રોકર) તે સ્વ.સુશીલાબેન ઈશ્વરલાલ પુજારાના પુત્ર, નીલમબેનના પતિ, ચારૂલતાબેન મહેન્દ્રકુમાર બુદ્ધદેવના ભાઈ, ઉમંગ, કિંજલબેન અને કૃપાબેનના મામા, સ્વ.વસંતજી મોહનલાલ છગ (તાલાલા ગિર)ના જમાઈનું તા.10ના અવસાન થયું છે.

રાજકોટ: કુરજીભાઈ વશરામભાઈ શીંગાળા (ઉં.79)(કૈલાશ વિજય ડેરી ફાર્મવાળા) તે ગોપાલભાઈ અને મહેશભાઈના પિતાશ્રી, કલ્પેશકુમાર પોપટભાઈ નસીતના સસરા, તે એમિલ, રૂદ્રાંશના દાદાનું તા.10ના અવસાન થયું છે. બેસણું તા.12ના સાંજે 4થી 6, પર્ણકુટી સોસાયટી કોમ્યુનિટી હોલ, એસ્ટ્રોન સોસાયટી પાસે, રાજનગર ચોક નજીક, રાજકોટ છે.

રાજકોટ: મધુબેન છગનભાઇ અગ્રાવત (ઉં.73)તે બજરંગ ઓટો (મીલપરા વાળા) છગનભાઇ ઘેલારામભાઇ અગ્રાવત (વાવડી)ના પત્ની, ભાવેશભાઇ તથા નયનભાઇના માતુશ્રીનું તા.11ના અવસાન થયું છે. બેસણું તા.14ના 4થી 6 અલ્કા સોસાયટી, કોમ્યુનિટી હોલ, મવડી રોડ, રાજકોટ છે.

 

 

પ્રસિદ્ધ ક્રિકેટર પદ્મભૂષણ કર્નલ સી કે નાયડુના પૌત્ર તબીબી અધિકારી ડો.સુભાષ નાયડુનું અવસાન : આજે બેસણું

રાજકોટ: પ્રસિદ્ધ ક્રિકેટર પદ્મભૂષણ કર્નલ સી કે નાયડુના પૌત્ર નિવૃત્ત તબીબી અધિકારી ડોક્ટર સુભાષ નાયડુ (ઉં.76) તે ડોક્ટર પૂનમ નાયડુના પતિ, રાજકોટ મેડિકલ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર આદિત્ય નાયડુના પિતા, પ્રિન્સિપાલ સ્વ.માધવરાવ નાયડુ તથા શકુંતલાબેનના પુત્ર, શોભનાબેન, સ્વ.સુરેશભાઈ, સુશીલભાઈના ભાઈનું તા.10ના અવસાન થયું છે. બેસણું તા.12ને શનિવારે સાંજે 4-30થી 5-30, સોમનાથ મહાદેવ મંદિર, પાણીના ટાંકા પાસે, સોજીત્રા નગર ચોક, રાજકોટ ખાતે રાખેલ છે.

ઇ-પેપરના નવા શુલ્ક