સેમિ ફાઇનલમાં અમેરિકી ખેલાડી ટેલર ફિટ્જ વિરૂધ્ધ 3-1થી વિજય
લંડન
તા.11: સ્પેનનો વિશ્વ નંબર વન ખેલાડી કાર્લોસ અલ્કરાજ ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ
વિમ્બલ્ડનના મેન્સ સિંગલ્સમાં સતત ત્રીજીવાર ફાઇનલમાં પહોંચ્યો છે અને હવે તેની પાસે
ખિતાબની હેટ્રિક સર્જવાની તક છે. આજે રમાયેલા પહેલા સેમિ ફાઇનલમાં કાર્લોસ અલ્કરાજનો
અમેરિકાના પાંચમા ક્રમના ખેલાડી ટેલર ફિટ્જ વિરૂધ્ધ 6-4, પ-7, 6-3 અને 7-પથી વિજય થયો
છે. આ સાથે જ અલ્કારેજ ત્રીજીવાર વિમ્બલ્ડનના ફાઇનલમાં પહોંચીને રાફેલ નડાલની બરાબરી
કરી છે. સ્પેન તરફથી નડાલ પણ ત્રણ વખત વિમ્બલ્ડન ફાઇનલ રમ્યો છે અને બે વખત ચેમ્પિયન
બન્યો છે. જો અલ્કરાજ ત્રીજીવાર વિજેતા બનશે તો તે નડાલથી આગળ થશે. રવિવારે રમાનાર
ફાઇનલ મુકાબમાં અલ્કરાજને ટકકર જોકવિચ અને સિનર વચ્ચેના બીજા સેમિ ફાઇનલના વિજેતા સામે
થશે.