• શનિવાર, 12 જુલાઈ, 2025

શેરનાં ભાવ પંપ એન્ડ ડંપ : 200 કંપની સેબીનાં રડારમાં

150 મોબાઈલ અને 100 કોમ્પ્યુટરનાં ડેટાની તપાસ : અમદાવાદથી સંચાલિત ખોખા કંપનીઓનાં નેટવર્કનો ભાંડો ફૂટશે!

નવી દિલ્હી, તા.11: ભારતીય શેરબજારની ચાલને ચાલાકીથી પ્રભાવિત કરવાનાં આરોપમાં અમેરિકાની ટ્રેડિંગ કંપની જેન સ્ટ્રીટને પ્રતિબંધિત કર્યા બાદ હવે સમાચાર આવી રહ્યાં છે કે, બજાર નિયામક સેબીએ પંપ એન્ડ ડંપ કરીને શેરનાં ભાવની હેરાફેરી કરનારી ખોખા (શેલ) કંપનીઓ ઉપર ધોંસ બોલાવી છે. જેમાં સેબીની તપાસનાં દાયરામાં 200 જેટલી ખાનગી નોંધાયેલી કંપનીઓ છે.

આ 200 કંપનીઓનાં શેરનાં ભાવ કૃત્રિમ રીતે વધારીને પછી નિર્દોષ-ભોળા રોકાણકારોને પધરાવી દેવામાં આવ્યા હોવાની આંશકા છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર 150થી વધુ મોબાઈલ અને 100થી વધુ કોમ્પ્યુટરોમાંથી મેળવવામાં આવેલા ડેટાની તપાસ ચાલી રહી છે. તાજેતરમાં શરૂ કરવામાં આવેલી આ તપાસનાં છેલ્લા ઓપરેશનમાં 80થી વધુ પરિસરોની તપાસ કરવામાં આવી હતી. આ પહેલા 30 જૂને સમાચાર આવેલા કે સેબી આવી ફર્જી કપંનીઓનાં એક શંકાસ્પદ નેટવર્કની તપાસ કરી રહી છે. અમદાવાદથી સંચાલિત અનેક કંપનીઓ કથિત રીતે સોશિયલ મીડિયા અભિયાનો અને ખોટા નિવેદનોથી રોકાણકારોને ભોળવીને શેરનાં ભાવની હેરાફેરી કરતી હતી. આ ઘટનાક્રમોથી વાકેફ સૂત્રોનાં કહેવા અનુસાર અમદાવાદથી સંચાલિત બંધ પડેલી કંપનીઓને પુનર્જીવિત કરવા અને હજારો રોકાણકારોને છેતરવા માટે પંપ એન્ડ ડંપની ચાલબાજીની તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, શેરબજારમાં પંપ એન્ડ ડંપ એવી ચાલાકીને કહેવામાં આવે છે જેમાં ખોખા કંપનીનાં શેરોને તળીયાનાં ભાવેથી સતત ખરીદવામાં આવે છે અને કૃત્રિમ રીતે તેનાં ભાવ વધારીને સામાન્ય રોકાણકારોને ખેંચવામાં આવે છે જ્યારે રોકાણકારો તેમાં લેવાલી શરૂ કરે છે ત્યારે બધા શેરો તેમને ઉંચા ભાવે પધરાવી દેવામાં આવે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ગોંડલમાં 11 કેવી લાઇન નાખતી વેળાએ વીજ કરન્ટ લાગતા બે હંગામી કર્મચારીના મૃત્યુ કોટેડ લાઇનનો અપાર કંપનીને કોન્ટ્રાકટર અપાયો હતો July 12, Sat, 2025