• શનિવાર, 12 જુલાઈ, 2025

સવા બે રૂપિયાના આજે એક કરોડ !

બિટકોઈન બની કરોડપતિ એસેટ : 15 વર્ષમાં 44.80 લાખ ગણું રિટર્ન આપ્યું

નવી દિલ્હી, તા.11 : સૌથી વધુ વળતર આપવામાં બીટકોઈને ડંકો વગાડયો છે. વર્ષ ર009માં કોઈએ જો રૂ. ર.રપનું રોકાણ કર્યુ હોય તો તેઓ આજે રૂ.1 કરોડના માલિક બન્યા હોય ! લોકો પોતાની બચતને સારા વળતર માટે ફિકસ ડિપોઝિટ, મ્યુચ્યુઅલ ફંડ કે શેરબજારમાં નાણાં લગાવે છે. બિટકોઈન હવે રોકાણનું એક આકર્ષક માધ્યમ બન્યું છે.

શુક્રવારે બિટકોઈન કરોડપતિ બની ગયો હતો કારણ કે સૌથી જૂનો ડિજીટલ કોઈન છેલ્લા ર4 કલાકમાં જ 6 ટકા વધીને અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટી 116906.રર ડોલરની સપાટીએ પહોંચી ગયો હતો. 8પ.8પ રુપિયા પ્રતિ ડોલરના હિસાબે ભારતમાં બિટકોઈનની કિંમત 10036400 રૂ. થઈ છે. એટલે કે બિટકોઈન હવે કરોડપતિ એસેટ બની છે.

1પ વર્ષ પહેલા બિટકોઈનની કિંમત 0.0486પ ડોલર હતી જે તે સમયે 46 રૂપિયા પ્રતિ ડોલરના હિસાબે રૂ. ર.રપ હતી. બિટકોઈને છેલ્લા 1પ વર્ષમાં 44.80 લાખ ગણુ રિટર્ન આપ્યું છે. જે ભારતીય અર્થતંત્રના હિસાબે 446000000 ટકા રિટર્ન છે. કોઈએ જો ર.રપ રૂ.ની કિંમતનો એક બિટકોઈન તે વખતે ખરીદ્યો હોત તો આજે તે કરોડપતિ હોત ! ટેકનીકલ અને પાયાગત બન્ને રીતે બિટકોઈન ઝડપથી આગળ વધી રહ્યો છે. સંસ્થાગત રોકાણ, ટ્રમ્પની ક્રિપ્ટો નીતિ અને એસએન્ડપી ગ્લોબલ ઈન્ડેકસમાં કોઈનબેઝ એન્ટ્રીને કારણે છેલ્લા કેટલાક સમયમાં બિટકોઈનમાં તેજી છવાઈ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ગોંડલમાં 11 કેવી લાઇન નાખતી વેળાએ વીજ કરન્ટ લાગતા બે હંગામી કર્મચારીના મૃત્યુ કોટેડ લાઇનનો અપાર કંપનીને કોન્ટ્રાકટર અપાયો હતો July 12, Sat, 2025