• શનિવાર, 12 જુલાઈ, 2025

ટ્રમ્પને તેનાં જ અંદાજમાં જવાબની તૈયારીમાં ભારત

રશિયા પાસેથી ઓઈલ ખરીદતા ભારત ઉપર અમેરિકાનાં 500 ટકા ટેરિફનો રસ્તો સાફ? ટ્રમ્પે કર્યું વિધેયકને સમર્થન

નવી દિલ્હી, તા.11: અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા દુનિયાનાં દેશો ઉપર આડેધડ લાદવામાં આવી રહેલા ટેરિફથી મચેલા હડકંપ વચ્ચે ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફનાં દરો માટે વેપાર કરારની ચર્ચા અજ્ઞાત કારણોસર લંબાઈ રહી છે ત્યારે જાણવા મળી રહ્યું છે કે, ભારત સરકારે હવે અમેરિકાનાં રાષ્ટ્રપતિ ટ્રમ્પને તેમની જ સ્ટાઈલમાં જવાબ આપવાની તૈયારી શરૂ કરી દીધી છે. આના માટે ભારતે અમેરિકા દ્વારા સ્ટીલ અને એલ્યુમિનિયમ ઉત્પાદન ઉપર લગાડવામાં આવેલા શુલ્ક વિરુદ્ધ વિશ્વ વ્યાપાર સંગઠન(ડબલ્યૂટીઓ) હેઠળ જવાબી ટેરિફ લગાડવાનો પ્રસ્તાવ આપ્યો છે.

દરમિયાન ટ્રમ્પે એ વિધેયકને સમર્થન જાહેર કર્યુ છે જેમાં ભારત સામે પ00 ટકા ટેરિફ લગાડવાની ધમકી આપવામાં આવી હતી. આ વિધેયક રશિયાથી ઓઈલ આયાત કરતા દેશો ઉપર સર્વાધિક ટેરિફ નાખવા માટેનો છે. અમેરિકાનાં આ વલણનાં હિસાબે ભારત અને રશિયા વચ્ચે ઓઈલનાં કારોબારને અસર પડવાની સંભાવના છે. આ વિધેયકનું નામ સેંક્શનીંગ રશિયા એક્ટ છે. જે ભારત-રશિયા માટે ઈંધણનો કારોબાર સંકટમાં મૂકી શકે છે. ઉલ્લેખનીય છે કે, ભારત અત્યારે રશિયા પાસેથી ઓઈલ ખરીદતો બીજો સૌથી મોટો ગ્રાહક દેશ છે ત્યારે અમેરિકાની પ00 ટકા ટેરિફની ધમકીની ગંભીરતા વધી જાય છે. આ મુદ્દે ભારતીય ઓઈલ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું છે કે, રશિયાનાં ઓઈલ ઉપર ક્યારેય વૈશ્વિક પ્રતિબંધ મૂકાયો નથી. દુનિયાભરનાં સમજદાર નિર્ણયકર્તા વૈશ્વિક ઓઈલ સપ્લાય ચેઈનની વાસ્તવિકતાને જાણતા જ હતાં કે ભારત જ્યાંથી પણ સંભવ છે ત્યાંથી નિશ્ચિત ભાવમર્યાદામાં રહીને સસ્તુ ઓઈલ ખરીદીને આખરે તો વૈશ્વિક બજારોને જ સહાય કરતું હતું.

અમેરિકાનાં ટેરિફને તેની જ તર્જ ઉપર જવાબ આપવા ભારતે ડબલ્યૂટીઓને સૂચિત કર્યું છે કે, અમેરિકાનાં પગલાનાં જવાબમાં ભારત પણ અમેરિકી ઉત્પાદનો ઉપર ટેરિફ વધારશે. ભારતે કહ્યું છે કે, અમેરિકાથી આયાત કરવામાં આવેલા ઉત્પાદનો ઉપર આ ટેરિફ લાગુ થશે અને તેનાં ઉપર વધારાનાં ટેરિફ જેટલો જ વેરો વસૂલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અમેરિકા દ્વારા સ્ટીલ ઉપર 25 ટકા અને એલ્યુમિનિયમ ઉપર 10 ટકા ટેરિફ લગાડવામાં આવતા તેની સામે આ તૈયારી કરવામાં આવી છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ગોંડલમાં 11 કેવી લાઇન નાખતી વેળાએ વીજ કરન્ટ લાગતા બે હંગામી કર્મચારીના મૃત્યુ કોટેડ લાઇનનો અપાર કંપનીને કોન્ટ્રાકટર અપાયો હતો July 12, Sat, 2025