આજથી જમૈકામાં વિન્ડિઝ-ઓસ્ટ્રેલિયા વચ્ચે ડે-નાઇટ ટેસ્ટ મેચ
જમૈકા,
તા.11: ઓસ્ટ્રેલિયાનો દિગ્ગજ ઝડપી બોલર મિચેલ સ્ટાર્ક તેની કારકિર્દીનો 100મો ટેસ્ટ
રમશે. ઓસ્ટ્રેલિયા-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેનો ત્રીજો અને આખરી મેચ શનિવારથી શરૂ થશે. જે
સ્ટાર્કનો 100મો ટેસ્ટ બની રહેશે. જમૈકામાં રમાનાર આ ટેસ્ટ મેચ ડે-નાઇટ છે અને પિન્ક
બોલથી રમાશે. 100 ટેસ્ટ મેચ રમવાની ઉપલબ્ધિ હાંસલ કરનાર મિચેલ સ્ટાર્ક ઓસ્ટ્રેલિયાનો 16મો ક્રિકેટર બનશે. ઝડપી બોલર તરીકે
માત્ર ગ્લેન મેકગ્રા જ ઓસ્ટ્રેલિયા તરફથી આ ઉપલબ્ધિ મેળવી ચૂક્યો છે.
ઓસ્ટ્રેલિયા
તરફથી ફક્ત ત્રણ બોલર જ 100 કે તેથી વધુ ટેસ્ટ મેચ રમ્યા છે. જેમાં શેન વોર્ન (14પ
ટેસ્ટમાં 708 વિકેટ), ગ્લેન મેકગ્રા (124 ટેસ્ટમાં પ63 વિકેટ) અને નાથન લિયોન (139
ટેસ્ટમાં પ62 વિકેટ) હવે આ સૂચિમાં મિચેલ સ્ટાર્ક (99 ટેસ્ટમાં 39પ વિકેટ) સામેલ થશે.
સ્ટાર્કના નામે પિન્ક બોલ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટનો રેકોર્ડ છે. તે 13 ડે-નાઇટ મેચમાં
74 વિકેટ લઇ ચૂકયો છે.
ત્રણ
ટેસ્ટની શ્રેણીમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ઓસ્ટ્રેલિયા 2-0ની સરસાઇથી પહેલાથી જ શ્રેણી કબજે
કરી ચૂક્યું છે. ત્રીજા ટેસ્ટ ડે/નાઇટ હોવાથી ભારતીય સમય અનુસાર શનિવારે રાત્રે 12-00
વાગ્યાથી શરૂ થશે.