• રવિવાર, 19 ઑક્ટોબર, 2025

avshan nodh

ચક્ષુદાન

ધોરાજી: ધોરાજી માનવ સેવા યુવક મંડળ અને સરકારી હોસ્પિટલ ધોરાજીને 382મું ચક્ષુદાન કરાયું. ઉપલેટા લીલાબેન રમણીકલાલ ચંદારાણાનું અવસાન થતા પરિવારજનોએ ચક્ષુદાન કરવા અંગે માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા, સાગર સોલંકીને  જાણ કરાતા સરકારી હોસ્પિટલના અધિક્ષક ડોકટર જયેશ વેસેટીયન, મેડિકલ ટીમના પ્રતિક કંડોલીયા વગેરેએ સેવાઓ બજાવી હતી. આ તકે અરવિંદભાઇ ચંદારાણા, ભરતભાઇ ચંદારાણા, અતુલભાઇ ચંદારાણા, જનકભાઇ ગણાત્રા, જાગૃતિબેન ચંદારાણા સહિતનાઓ હાજર હતા.

દેહદાન

રાજકોટ: માંગરોળના વડનગરા નાગર બ્રાહ્મણ પિનાકીનભાઈ સૂર્યશંકરભાઈ શુકલ (ઉ.91) (નિવૃત્ત ડિસ્ટ્રિક્ટ રજીસ્ટ્રાર-સહકારી મંડળી) તે તૃપ્તિબેન મહર્ષિભાઈ પંડયા, નંદિનીબેન, ઉર્મિબેન પન્નગભાઈ વોરા તથા આરતીબેન કંદર્પભાઈ દેસાઈના પિતાશ્રીનું તા.17ના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા તા.રપના સાંજે પ થી 6 અનંતજી વડનગરા નાગર બોર્ડિંગ, વિરાણી હાઈસ્કૂલ સામે, ટાગોર માર્ગ, રાજકોટ છે. સ્વર્ગસ્થની ઈચ્છા મુજબ રાજકોટ મેડીકલ કોલેજ  ખાતે દેહદાન કરેલ છે.

રાજકોટ: મૂળ ગામ-સગપર, હાલ રાજકોટ સંગીતાબેન અઘેડા (ઉ.59) તે કૌશલભાઇ રવજીભાઇ અઘેડાના પત્ની, ગર્વિતના માતુશ્રી, કેતનભાઇ, વંદનાબેન બિપીનભાઇ કલોલીયાના ભાભી, ચોટીલાવાળા સ્વ. સુંદરજીભાઇ ભુદરજીભાઇ જાદવાણીના દીકરી, સ્વ. ધીરૂભાઇ, જમનભાઇ, પ્રાણભાઇ (નાથુભાઇ) જાદવાણી અને પુષ્પાબેન બિપીનભાઇ પંચાસરાના બહેનનું તા.17ના અવસાન થયું છે. બેસણું તા.20ના સાંજે 4 થી 5-30 જીથરીયા હનુમાન મંદિર, મવડી ચોકડી પાસે, આશીર્વાદ હોસ્પિટલ સામે, રાજકોટ ખાતે પિયર પક્ષનું સાથે છે.

આદિત્યાણા: વણકર સમાજના અગ્રણી જેન્તીભાઇ કાનાભાઇ મકવાણા (ઉ.40)નું તા.17ના અવસાન થયું છે. શોકસભા તા.19ના સાંજે 5 કલાકે આદિત્યાણાની વણકર સમાજ સમિતિ દ્વારા વણકર સમાજની વાડી ખાતે છે.

રાજકોટ: યશવંતભાઇ છોટાલાલ ખખ્ખર (ઉ.90) મુળ જામનગર નિવાસી તે પરાગભાઇ, પરેશભાઇ, પાર્થભાઇ, પરીંદા વિનોદકુમાર અભાણીના પિતાશ્રી, સ્વ. નરશીદાસ રતનશી દતાણી, સ્વ. લીલાધરભાઇના બનેવીનું તા.18ના અવસાન થયું છે. બેસણું તા.20ના સવારે 10 થી 11 કલાકે  અને સસરા પક્ષની સાદડી સાથે નવરંગ એપાર્ટમેન્ટ કોમ્યુનીટી હોલ બીજા માળે, 7/3 રોયલ પાર્ક, ઇન્દિરા સર્કલ પાસે, જૈન ઉપાશ્રય પાછળ, રાજકોટ છે.

રાજકોટ : મુળ વિસાવદર હાલ રાજકોટ નિવાસી રાજગોર બ્રાહ્મણ સુશીલાબેન નરાસિંહભાઈ દવે (ભરાડ) (ઉં. 71) તે સ્વ. નરાસિંહભાઈ શિવરામભાઈ દવે ( ભરાડ)નાં પત્ની તેઓ હરેશભાઈ દવે ( દીકરાનું ઘર - વૃદ્ધાશ્રમ , ઢોલરા ) , શૈલેષભાઈ દવે (સહ કાર્યાલય મંત્રી રાજકોટ શહેર ભાજપ, આર. ડી. ગારડી કોલેજ- હરિપર, એડવોકેટ અને નોટરી), મનીષભાઈ દવે તેમજ ગીતાબેન અશોકકુમાર ધાંધીયા ( રાજકોટ)નાં માતુશ્રી તે, દેવજીભાઈ રામભાઈ મહેતા ( સરસીયા) તથા મૂળશંકર રામભાઈ મહેતા ( સરસીયા )નાં બેનનું તા.18મીએ અવસાન થયું છે. બેસણું તા. 20ને સોમવારે સવારે 10 થી 11 રાધા કૃષ્ણ મંદિર, જૂના એરપોર્ટની દિવાલ સામે, ગાંધીગ્રામ, રાજકોટ ખાતે રાખવામાં આવ્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક