• શુક્રવાર, 27 માર્ચ, 2026

avshan nodh

ખંભાળિયાના જૂની પેઢીના ડોક્ટર મનુભાઈ જોશીનું અવસાન

ખંભાળિયા: સહત્ર ઔદિચ્ય બ્રહ્મ સમાજના અગ્રણી તથા જૂની પેઢીના પ્રતિષ્ઠિત ડોક્ટર મનહરલાલ કેશવલાલ જોશી (ડો.મનુભાઈ)નું તા.ર1ના અવસાન થયું છે. સ્વ.ડો.મનુભાઈની ચાર પેઢી ડોક્ટર છે. તેમના પિતા સ્વ.કેશવલાલ જોશી (કેશુભાઈ) ડોક્ટર હતા અને માનદ મેજિસ્ટ્રેટ હતા. તેમના પુત્ર રુતેશ જોશી પણ ડોક્ટર અને ચોથી પેઢી તેમના પૌત્ર-પૌત્રીઓ વિરાજ અને જયરાજ પણ તબીબ છે. ડો.મનુભાઈ હરજીવન નરોત્તમ પાંજરાપોળ સાથે સંકળાયેલા સેવા કાર્યો કરતા હતા અને ખામનાથ મંદિરના ટ્રસ્ટી પણ રહેલા અને ઔદિચ્ય જ્ઞાતિ ઉત્કર્ષની અનેક પ્રવૃત્તિઓ કરેલી છે.

 

જેતપુર: બ્રહ્મક્ષત્રિય સુરેશચંદ્ર પ્રભુદાસ બોસમિયા (ઉં.8ર) તે સ્વ.ચંપાબેનના પતિ, ધૃતિબેન અરવિંદભાઈ મણિયાર, રૂપાબેન મનિષભાઈ ખૂડખુડીયા, કૃપાબેન રાજનભાઈ પડિયા, સ્વ.િનમિષાબેન તેમજ નિશાબેનના પિતા, રતિલાલ જાદવજી સોનેજીના જમાઈનું રવિવાર તા.રરનાં અવસાન થયુ છે. લૌકિક ક્રિયા બંધ છે.

જૂનાગઢ: ગુ.ક્ષ.કડિયા મંગળાબેન વાલજીભાઈ વાઘેલા (ઉ.8ર) (િનવૃત્ત શિક્ષિકા) તે ભુપતભાઈ અને વિનુભાઈ (વેરાવળ)ના બહેન અને રાજનભાઈ અને પ્રિતેનભાઈના ફઈબાનું તા.રર નાં

અવસાન થયું છે.

રાજકોટ: ગીતાબેન નરેશભાઈ ખટવાણી (ઉ.65), તે નિવૃત્ત ચીફ ઓફિસ સુપ્રિ. વેસ્ટર્ન રેલવે રાજકોટ ડિવિઝન અને વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયનના ભૂતપૂર્વ ડિવિઝનલ ચેરમેન નરેશભાઈ ખટવાણીના પત્ની, જીતેશ (િશવ), રાખી સુજાનના માતુશ્રીનું તા.22મીએ અવસાન થયું છે. બેસણું તા.25મીએ બુધવારે સાંજે 4થી 6, અને પગડી સાંજે 6 વાગ્યે તેમના નિવાસ સ્થાન, વિકટોરીયા ગાર્ડન, શ્રીનાથજી ચોક, નવો રીંગ રોડ, મોટા મવા, કાલાવડ રોડ ખાતે રાખેલ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક