ભાવનગરમાં
1096મું દેહદાન
ભાવનગર:
રામજીભાઇ ગોવિંદભાઇ ભોજક (ઉ.90)નું અવસાન થતા સદ્ગતની ઇચ્છા અનુસાર તેમના કુટુંબીજનોએ
1996મું દેહદાનનું પુણ્ય કાર્ય કર્યું હતું. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ચક્ષુદાન દેહદાન
વિભાગ દ્વારા અનમોલ દેહદાનનો સ્વીકાર કરવામાં આવ્યો તેમજ આ પાર્થિવ દેહને સરકારી મેડિકલ
કોલેજ ભાવનગર ખાતે તબીબ વિજ્ઞાન ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના મહાવરા તથા સંશોધન
લાભાર્થે પહોંચાડવામાં આવેલ.
ગઢડા
(સ્વામીના): ઉસ્માનભાઈ (મુન્નાભાઈ) ઈસ્માઈલભાઈ (ઉં.55) તે મરહૂમ ઈસ્માઈલભાઈ અલારખાભાઈ
(જીલાભાઈ)ના નાના દીકરા, જાન મહમદ ઈસ્માઈલભાઈ ઠેબાના નાના ભાઈ, બચુભાઈ, સરદારભાઈ દલ
(ગારિયાધાર)ના જમાઈ, નૂરમહંમદભાઈ, સોહિલભાઈના વાલીદનું તા.રપના અવસાન થયું છે. જીયારત
ભાઈઓ માટે તા.ર7નાં સવારે 10-00 જુમ્મા મસ્જિદ ખાતે તેમજ બહેનો માટે તેમના નિવાસ સ્થાને
સિપાહી સોસાયટી છે.
રાજકોટ:
હરગોવિંદભાઇ ડાયાભાઇ રાણપરા (જીબુટી વાળા)ના પુત્ર રાજેશભાઇ (ઉં.58) તે સુભાષભાઇ, રામભાઇ
તથા શ્યામભાઇના ભાઇ, પૂજા, માધુરી, જૈનિકના પિતા, હરીલાલ જગજીવનદાસ પારેખના જમાઇનું
તા.24ના અવસાન થયું છે. બેસણું તા.26ના સવારે 10થી 11, પંચનાથ મહાદેવ મંદિરમાં બન્ને
પક્ષનું સાથે છે. લૌક્કિ વ્યવહાર બંધ છે.
રાજકોટ:
મીનાક્ષીબેન ત્રિવેદી (ઉં.66) તે સ્વ. યોગેશભાઇ ગુણવંતરાય ત્રિવેદીના પત્ની, સ્વ. વિરેન્દ્રભાઇ
ડી. પંડયા (જામનગર)ના પુત્રી, પ્રોફેસર નિનાબેન પંડયા (જામનગર), સંધ્યાબેન દીપકભાઇ
ત્રિવેદી, જીતેન્દ્ર ડી. પંડયા, ડો. ચેતન ડી. પંડયા (વ્યારા)ના બેનનું તા.25ના અવસાન
થયું છે. બેસણું તા.26નાં સાંજે 4થી 6 સુધી ‘સત્યેશ્વર મહાદેવ મંદિર’, સત્યમ શિવમ સુંદરમ,
એમઆરએફ શો રૂમ સામે, જામનગર રોડ, રાજકોટ છે.
ડોળાસા:
મૂળ સોનપરા, તા. ગિર ગઢડાવાળા, હાલ સુરત પરજીયા સોની હરિલાલ ઠાકરશીભાઇ વાયાના પુત્ર
રાકેશભાઇ (ઉ.41) તે ભરતભાઇના નાના ભાઇ તે સ્વ. કિશોરભાઇ, જયસુખભાઇ વાયા (સોનપરા)ના
ભત્રીજાનું તા.23ના સુરતમાં અવસાન થયું છે. બેસણું તા.30ના સુવર્ણબાગ ઉના ખાતે સાંજે
4 થી 6 છે.
રાજકોટ:
મૂળ ભંડારીયા હાલ રાજકોટ હરેશભાઇ ધીરૂભાઇ સોલંકી (ઉ.42) તે ધીરૂભાઇ મોહનભાઇ સોલંકીના
પુત્ર, નવીનભાઇ, દક્ષાબેન હિતેષકુમાર સુરાણીના ભાઇ, સ્વ. હિતેષકુમાર સુરાણીના સાળા,
દિપાલીબેનના પતિ, હર્ષિત, માહિ, હેલિશાના પિતા, ધીરૂભાઇ મારડિયા (ઉપલેટા)ના જમાઇનું
તા.25ના અવસાન થયું છે. બેસણું તા.27ના સાંજે
4 થી 6 લક્ષ્મીનગર-2, વાળંદ સમાજની વાડી, રાજકોટ છે.
રાજકોટ:
મધુમતીબેન ચિતરંજન સચદે (ઉ.91) તે નિખિલભાઇ
(ભરૂચ), હિમાંશુભાઇ (રાજકોટ), પંકજભાઇ (અમદાવાદ), આશાબેન હિતેશભાઇ રાચ્છના માતા, હિનાબેન,
રીનાબેન, મિતાબેનના સાસુનું તા.25નાં અવસાન થયું છે. બેસણું તા.26નાં સાંજે 5 થી 6
જાગનાથ મહાદેવ મંદિર, ડો. યાજ્ઞિક રોડ, રાજકોટ છે.
રાજકોટ:
સ્વ. કાંતિલાલ લાલજીભાઇ વડગામા (જસ્મીન મોટર્સ)ના પત્ની કુસુમબેન (ઉ.93) તે સ્વ. જસ્મીનભાઇ,
સ્વ. સમીરભાઇ, બિનાબેન દિપકકુમાર સીતાપરા (કલ્યાણ), કોકીલાબેન પ્રદીપકુમાર ગજ્જર (જામનગર), શીલાબેન ધીરેનકુમાર છનીયારા (ગાંધીનગર), પ્રજ્ઞાબેન
પ્રફુલકુમાર દુધૈયા (લંડન)ના માતા, વૈશાલીબેનના
સાસુ, દક્ષેશના દાદી, સ્વ. અરજણભાઇ દેવજીભાઇ સીનરોજાના દીકરીનું તા.22ના અવસાન થયું
છે. બેસણું તા.26ના સાંજે 5 થી 6 રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ 7/10 ભક્તિનગર સ્ટેશન
પ્લોટ, ગોંડલ રોડ, રાજકોટ છે.
ધોરાજી:
ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ મહેશભાઇ (બટુકભાઇ) ઉમિયાશંકર વ્યાસ તા.25ના અવસાન થયું છે. બેસણું
તા.27ના 4 થી 6 શ્યામવાડી, કડિયા સમાજ, રેલવે સ્ટેશન પાસે છે.
જૂનાગઢ:
ગિરીનારાયણ બ્રાહ્મણ જયપ્રકાશ જનસુખરાય ઠાકર (ઉ.71) તે મયુરીકાબેનના પતિ, રાજેન્દ્રભાઇ,
દિનકરભાઇ, પ્રદિપભાઇના નાના ભાઇનું તા.24ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.26ના
5 થી 6 ગિરીનારાયણ જ્ઞાતિની વાડી (બ્રહ્મપુરી) પંચહાટડી ચોક ખાતે છે.
ગોંડલ:
બ્રહ્મક્ષત્રિય અશ્વિનભાઇ ભગવાનજીભાઇ નિર્મળ (ઉ.77) તે સ્વ. પ્રવીણભાઇ, ભોગીભાઇ, સ્વ.
ચમ્પાબેન બાબુલાલ પડિયા, શારદાબેન ઇશ્વરભાઇ પડિયાના નાના ભાઇ, નટવરભાઇ, સ્વ. દિલીપભાઇ,
નરેન્દ્રભાઇ, વિનોદભાઇ, નલિનભાઇના મોટા ભાઇ, દર્શકભાઇ અને નીરવભાઇના પિતા, બાબરા નિવાસી
સ્વ. ગિરધરલાલ નાનજી મેરના જમાઇનું તા.24ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.26નાં
સાંજે 4 થી 6 બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી, વેરી દરવાજા પાસે, મોટી બજાર, ગોંડલ છે.