• શુક્રવાર, 27 માર્ચ, 2026

avshan nodh

જાફરાબાદના સેવાકર્મી સુરેશભાઇ મહેતાનું અવસાન; વેપારીઓએ બંધ પાળી આપી શ્રદ્ધાંજલિ

જાફરાબાદ: જાફરાબાદ કથોળ જ્ઞાતિના અગ્રણી સુરેશભાઇ મહેતાના અવસાનના સમાચારથી જાફરાબાદ શહેરમાં ઘેરા શોકની લાગણી છવાઇ છે. શ્રી સુરેશભાઇ મહેતાએ જીવનભર સમાજ તથા વતન પ્રત્યે અપાર લાગણી સાથે સેવા આપી હતી. તેમનો સૌમ્ય સ્વભાવ, સાદગી અને સૌજન્યસભર વ્યવહાર સૌના હૃદયમાં સદાય સ્મરણિય રહેશે. તેમના નિધનથી સમાજ તથા જાફરાબાદ શહેર તેમજ તાલુકાની ઘણી સંસ્થાઓને ન પુરાય તેવી ખોટ પડી છે. તેમના તરફથી શિયાળામાં લોકો માટે ઉકાળો તો અપંગ અને ની સહાય માટે ઘણી સુવિધા આર્થિક સહાય કરી હતી. ટૂંક સમય પહેલા વડોદરા ગયેલ. છતાં જાફરાબાદ સાથે સતત સંપર્કમાં હતા. જાફરાબાદના અગ્રણી વેપારી અને મુખ્ય બજારમાં દુકાન, પીટીશન રાઇટર તરીકેના સેવાકીય કાર્યો જેમનું જેમાં પાસુ હતું. તેના અનુસંધાને શ્રદ્ધાંજલિ અર્પતા બપોર પછી બજાર બંધ રાખેલ હતી.

 

વેરાવળ: કમલેશ જગદીશચંદ્ર પ્રચ્છક (ઉ.પપ) ટીબી યુનિટ (આરોગ્ય શાખા વેરાવળના હિસાબનીશ) તે મંદાકિની જ્યોતીન્દ્ર દવે (અમદાવાદ), રાજેન્દ્ર, વિજય, ચિત્રા શ્રીકુમાર શુકલ, ગાયત્રી પ્રકાશકુમાર ભટ્ટ (ભાવનગર)ના નાનાભાઈ, દેવેન્દ્ર (અંબુજા વિદ્યા નિકેતન)ના મોટાભાઈ, જીજ્ઞાસાના પતિ, સ્વ.ભગવાનજીભાઈ મથુરાદાસ જોશી (જૂનાગઢ)ના જમાઈ, જયેશભાઈ (અમદાવાદ)ના બનેવીનું તા.ર3ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.ર6ના સાંજે 4.30 કલાકે તેમના નિવાસ સ્થાન ઉમા નિવાસ, શેરી નં.ર, નવા રબારીવાડા, વેરાવળ છે.

રાજકોટ: રમણલાલ દયાળજી અઢીયા (ઉ.89) (ન્યુઝ પેપર એજન્ટ) તે હેમલતાબેન, તરૂલતાબેનના ભાઈ, જયેશભાઈ, કમલેશભાઈ, રવીન્દ્રભાઈના પિતા, સ્વ.િવરલ, વત્સલ, દર્શ, રૂતુલના દાદાનું તા.ર3 ના અવસાન થયું છે. ઉઠમણુ તા.ર6 ના સાંજે 4.30 થી પ.30 સોમેશ્વર મહાદેવ મંદિર, વિતરાગ સોસાયટી, ગાંધીગ્રામ, રાજકોટ છે. મો.નં.7878505319, 98798 24344.

કોડીનાર: નવાગામ ભાટીયા મૂળ ગોંડલ હાલ કોડીનાર નગીનદાસ આશર (ઉ.75) તે સ્વ.બાબુલાલ પી. આશરના પુત્ર, સ્વ.પ્રીતિબેનના પતિ, સ્વ.અમિતભાઈના પિતા, ચંદ્રકાંતભાઈ, પારકેશભાઈ, રમાબેન, સ્વ.બેબીબેન, ઈન્દુબેન, જોસનાબેન, કિરણબેન, નયનાબેનના ભાઈનું તા.ર4ના અવસાન થયુ છે. સ્મશાનયાત્રા તા.રપને બુધવારે સવારે 9 કલાકે તેમના નિવાસ સ્થાનેથી નિકળશે.

રાજકોટ: વઢવાણ નિવાસી હાલ રાજકોટ શિવલાલ ભુદરભાઈનાં પુત્ર પ્રવિણચંદ્ર તે ચેતનભાઈ, કલ્પેશભાઈ, રેખાબેનનાં પિતા, અક્ષત, આયુષીના દાદા, ભીખાલાલ ન્યાલચંદ શાહનાં જમાઈ, જયંતભાઈ ભીખાલાલનાં બનેવીનું તા.ર4ના અવસાન થયુ છે. ઉઠમણુ તા.ર6ના સવારે 9.30 કલાકે, વર્ધમાનનગર જૈન ઉપાશ્રય, પેલેસ રોડ, રાજકોટ છે.

અમરેલી: શ્રીમાળી બ્રાહ્મણ ધર્મેશકુમાર હર્ષદરાય ત્રિવેદી (ઉ.44) તે સ્વ.હર્ષદરાય લાભશંકર ત્રિવેદીના પુત્ર, તેજલબેનના પતિ, વ્રજના પિતા, ભાવેશભાઈ, ભરતભાઈ, પરેશભાઈ, મનીષભાઈના નાનાભાઈ, જીતેન્દ્રકુમાર ભાનુશંકર ભટ્ટના જમાઈ, મનીષભાઈના બનેવીનું તા.ર3ના અવસાન થયુ છે. સાદડી/બેસણુ તા.ર7ના સાંજે 4 થી 6 રોયલપાર્ક કોમન પ્લોટ, લાઠી રોડ, અમરેલી છે.

અમરેલી: શશીકાન્તભાઈ ચુનીલાલ રાજપરા (ઉં.71) તે સોની નયનભાઈ, સ્વ.મયંકભાઈના પિતા, સોની સ્વ.અમૃતલાલ વલ્લભજીભાઈ વઢવાણાના જમાઈનું તા.ર3 ના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા તા.ર6ના સાંજે 4 થી 6 ક્રિષ્ના કેટરર્સ હોલ (બેન્કવેટ હોલ), કેરીયા રોડ, અમરેલી, પિયર પક્ષની સાદડી સાથે છે.

રાજકોટ: જોડીયા નિવાસી હાલ રાજકોટ કૌશિકરાય જાની (રેલવે) તે સ્વ. નવલશંકર અંબારામ જાનીના પુત્ર, શારદાબેન, લીલાબેન ત્રિવેદી, ચાયનાબેન રાવલ, જીતેન્દ્રભાઇ, સ્વ. લલીતભાઇ, સ્વ. ગોપાલભાઇના ભાઇ, લતાબેનના પતિ, પ્રકાશ, પાયલ પરેશકુમાર દવેના પિતાનું તા.23નાં અવસાન થયું છે. બેસણું તા.26ના સાંજે 4 થી 6 ઘેલા રામજીની વાડી જયંત કેજી મેઇન રોડ, આનંદ બંગલા ચોક, રાજકોટ છે. મો.નં. 90331 58876.

જેતપુર: શંભુભાઇ મોહનભાઇ ટીંબડિયા (ઉ.79) તે થોરાળા ગ્રામ પંચાયત સરપંચ જયસુખભાઇ શંભુભાઇ, હરેશભાઇ તથા સુરેશભાઇના પિતાનું તા.24ના અવસાન થયું છે.

ભાવનગર: કુમુદબેન કારીયા (ઉ.84) તે સ્વ. બચુભાઇ પરસોતમ કારીયાના પત્ની, રાજુભાઇ, પ્રશાંતભાઇ, અમી આશિષભાઇ રેયા (ભાવનગર)ના માતા, (કરાંચીવાળા) સ્વ. મથુરાદાસ જીવણદાસ નથવાણીના દીકરી, રાજેન્દ્રભાઇ નથવાણી (રીટા. ઇન્સ્પેકશન ઓફિસ, કોર્ટ ફીઝ, રાજકોટ), ઉર્મિલાબેન ચંદુલાલ કુંડલીયા (રાજકોટ), લતાબેન કિરીટભાઇ ઠક્કર (ભાવનગર)ના મોટા બહેનનું તા.23ના અવસાન થયું છે. ઉઠમણું, પિયરપક્ષની સાદડી તા.26ના સાંજે 5 થી 6 જલારામ મંદિર, આનંદનગર, ભાવનગર છે.

સાવરકુંડલા: વિશાશ્રી માળી જૈન પ્રભુદાસભાઇ સોમચંદ દોશી (ઉં.89) તે સુરેશભાઇના ભાઇ, સુનિલભાઇ, રાજેશભાઇના પિતાનું તા.22ના મુંબઇમાં અવસાન થયું છે. સાદડી તા.26ના સવારે 10થી 12 વિશાશ્રી માળી જૈન મહાજન વાડી, સાવરકુંડલા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક