અકિલા-ગણાત્રા
પરિવારના સુરેશભાઈ, કિરીટભાઈ, અજીતભાઈ, સ્વ.રાજુભાઈના નાના બહેન, નિમીષભાઈના ફઈબા ભાવનાબેન
દીપકભાઈ નાગ્રેચાનું અવસાન: આજે સ્મશાનયાત્રા
રાજકોટ:
સ્વ.બાબુભાઈ (ગુણવંતભાઈ) લાલજીભાઈ ગણાત્રા (જય સૌરાષ્ટ્ર પ્રેસ અકિલા દૈનિક) અને સ્વ.શાંતાબેન
ગુણવંતરાય ગણાત્રાના પુત્રી, માનસી અભિજીત પારઘીના માતા ભાવનાબેન (ધારાબેન) દીપકકુમાર
નાગ્રેચા તે દીપકભાઈ દુર્લભજીભાઈ નાગ્રેચા (મુળ સાવરકુંડલા હાલ રાજકોટ)ના પત્ની, જલારામ
જ્યોતના તંત્રી સુરેશભાઈ ગુણવંતરાય ગણાત્રા, અકિલાના મેનેજીંગ તંત્રી કિરીટભાઈ ગુણવંતરાય
ગણાત્રા, અકિલાના તંત્રી અજીતભાઈ ગુણવંતરાય ગણાત્રા, સ્વ.રાજુભાઈ ગુણવંતરાય ગણાત્રા
તથા મીનાબેન હરીશભાઈ ચગ, ભારતીબેન લલિતભાઈ સવજાણી, સ્મિતાબેન સુનિલભાઈ રાયચુરાના બહેન,
અકિલાના એક્ઝિક્યુટીવ એડીટર અને અકિલાની વેબ એડીશનના એડીટર નિમીષભાઈ કિરીટભાઈ ગણાત્રા,
કિરણબેનના ફઈબાનું તા.ર1ના અવસાન થયુ છે. તેમની સ્મશાન યાત્રા તા.રર ને બુધવારે સવારે
10.30 વાગ્યે અકિલા કાર્યાલય, મોટી ટાંકી ખાતેથી નીકળશે.
ચક્ષુદાન
રાજકોટ:
સરોજબેન નટુભાઈ ગણાત્રાનું અવસાન થતાં તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની
પ્રેરણાથી ચક્ષુદાન કરાવેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન
ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 841 ચક્ષુદાન થયું છે.
ગોંડલ:
ગુજરાતી મચ્છુ કઠિયા દરજી વિઠ્ઠલભાઈ મકનજીભાઈ ચાવડા તે ધીરેનભાઈ, ચંદ્રકાંતભાઈ, ઉષાબેન
(રાજકોટ), રીટાબેન (રાજકોટ), ધર્મિષ્ઠાબેન (રાજકોટ)ના પિતા, સોનલબેન સાકરીયા, વિશાલભાઈના
દાદાનું તા.21ના અવસાન થયું છે. બેસણું તા.23ના સાંજે 4થી 6, દરજી જ્ઞાતિની વાડી, ભોજરાજપરા,
આરડીસી બેંક સામે, ગોંડલ છે.
મોરબી:
સ્વ.મણીકાંતભાઈ રતિલાલ દોશીના પત્ની જયશ્રીબેન (ઉં.79) તે સ્વ.નાથુભાઈ દોશી (ભાડલાવાળા)ના
પુત્રી, જયેશભાઈ, સ્વ.રૂપાબેન અનીલભાઈ મહેતા, સોનાબેન નીરવભાઈ મણિયાર, સીમાબેન પારસભાઈ
દોશીના માતા, પાયલબેનના સાસુનું તા.21ના અવસાન થયું છે. બેસણું તા.23ના સાંજે 4-30થી
5-30, જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી છે. પિયર પક્ષની સાદડી સાથે છે. લૌકિક
વહેવાર બંધ છે.
અમદાવાદ:
મૂળ જામનગર નિવાસી હાલ અમદાવાદ દશા સોરઠીયા વણિક સ્વ.પ્રવીણાબેન જગદીશચંદ્ર શેઠ તે
પ્રિતેશભાઈ, મીતાબેન પૂર્વર્ગભાઈ પારેખ, જીજ્ઞાબેન જીતેશભાઈ ધ્રુવના માતાનું તા.16ના
અવસાન થયું છે.
જૂનાગઢ:
જામકા નિવાસી ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ વીણાબેન ગિરજાશંકર જોષી તે વિપુલભાઈ, પંકજભાઈ,
વસુબેન, પ્રતિભાબેનના માતા તથા મનોજ ઠાકરના સાસુનું તા.20ના અવસાન થયું છે. બેસણું
તા.23ના સાંજે 4થી 6, તેમના નિવાસ સ્થાન, જામકા ખાતે છે.
રાજકોટ:
સ્વ.પ્રભુદાસભાઈ લાલજીભાઈ આડતીયા (જે.ડી.ઠક્કરવાળા)(ઉં.86) તે ગુલાબબેનના પતિ, ભાવેશભાઈ,
અજયભાઈ, ભાવુબેન રાજેન્દ્રકુમાર દત્તાણીના પિતા, મિલન, હીમા, વૈભવી તથા ધ્રુવીના દાદા,
પ્રીતિબેન, રશ્મિબેનના સસરા, આણંદજીભાઈ શામજીભાઈ રૂપારેલ (કોડિનાર)ના જમાઈનું તા.20ના
અવસાન થયું છે. બેસણું, પિયર પક્ષની સાદડી તા.23ના સાંજે 4-30થી 5-30, દાદા ભગવાન સેન્ટર,
ગણેશનગર, ગુંદાળા રોડ, ગોંડલ છે.