ક્ષ આજથી થશે લાગુ : ઘરેલું બજારમાં કિંમત ઉપર કોઈ અસર થશે નહીં
નવીદિલ્હી,
તા.31 : દેશમાં સળગતા પેટ્રોલ-ડીઝલના ભાવ વચ્ચે કેન્દ્ર સરકારે શનિવારે એક મોટો નિર્ણય
કર્યો હતો. સરકારે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, 1 જૂનથી પેટ્રોલ, ડીઝલ અને
વિમાન ઇંધણ(એટીએફ)ની નિકાસ ઉપર લાગતી ડયૂટી ઘટાડી નાખવામાં આવશે. પેટ્રોલની નિકાસ ઉપર
1.પ રૂપિયા પ્રતિ લીટર, ડીઝલની નિકાસ ઉપર 3 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કરવામાં આવ્યો
છે જ્યારે એટીએફની નિકાસ ઉપર ડયૂટીમાં 7 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત સરકારે કરી
છે.
આ ઘટાડાની
ઘરેલું સ્તરે કોઈ જ અસર થવાની નથી કારણ કે સરકારે ઘરેલું સ્તરે ટેક્સમાં કોઈ જ બદલાવ
નથી કર્યો. નિકાસ વેરામાં ઘટાડાનો આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે આંતરરાષ્ટ્રીય
બજારમાં ઓઇલના ભાવમાં થોડી નરમાશ જોવા મળી રહી છે. સરકારે આ વિશેષ ટેક્સની શરૂઆત
27 માર્ચ, 2026ના રોજ કરી હતી. પશ્ચિમ એશિયામાં યુદ્ધનાં (જુઓ પાનું 10)
કારણે
ઘરેલું સ્તરે પેટ્રોલ-ડીઝલની ઉપલબ્ધતા જાળવી રાખવા માટે સરકાર દ્વારા આ વધારાનો ટેક્સ
નાખવામાં આવ્યો હતો.