પેરિસ તા.31: ફ્રેંચ ઓપન ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટમાં ભીષણ ગરમી વચ્ચે ઉલટફેરનો સિલસિલો ચાલુ રહ્યો છે. ગઇકાલે 24 વખતના ગ્રાંડસ્લેમ વિજેતા નોવાક જોકોવિચની ત્રીજા રાઉન્ડમાં સનસનીખેજ હાર બાદ આજે મહિલા સિંગલ્સમાં ચાર વખતની પૂર્વ ચેમ્પિયન પોલેન્ડની ખેલાડી ઇગા સ્વિયાતેક ચોથા રાઉન્ડમાં હારીને બહાર થઇ છે. યૂક્રેનની 13મા નંબરની ખેલાડી માર્તા કોસ્ત્યૂકે ઇગા સ્વિયાતેકને 7-પ અને 6-1થી હાર આપીને કવાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ ઉપરાંત ફ્રેંચ ઓપનની વર્તમાન ચેમ્પિયન અમેરિકી ખેલાડી કોકો ગોફ પણ તેના ખિતાબનો બચાવ કરી શકી ન હતી. ત્રીજા રાઉન્ડમાં કોકો ગોફ વિરૂધ્ધ રૂસી ખેલાડી અનાસ્તાસિયા પોટાપોવાનો 4-6, 7-6 અને 6-4થી વિજય થયો હતો.
મહિલા
સિંગલ્સના અન્ય એક મેચમાં જાપાનની નાઓમી ઓસાકા જીત સાથે ચોથા રાઉન્ડમાં પહોંચી હતી.
નંબર વન સબાલેંકા પણ ત્રીજા રાઉન્ડમાં પ્રવેશી છે. મેન્સ સિંગલ્સમાં નંબર વન સિનરને
હાર આપનાર ખેલાડી આર્જેન્ટિનાના જુઆન મેનુઅલે ફરી એકવાર પાંચ સેટની લડત આપી જીત મેળવી
હતી.