• સોમવાર, 01 જૂન, 2026

એશિયામાં ચીનનું વર્ચસ્વ નથી, ભારત જાળવે છે શક્તિ સંતુલન અમેરિકાનાં રક્ષા સચિવ હેગસેથે કરી ભારતની પ્રશંસા

નવીદિલ્હી, તા.31: અમેરિકાનાં રક્ષા સચિવ પીટ હેગસેથે ફરી એકવાર ભારતની ભરપૂર પ્રશંસા કરી છે. તેમણે ભારતને દક્ષિણ એશિયામાં અમેરિકાનું મહત્વનું ભાગીદાર ગણાવ્યું છે. ભારત આ ક્ષેત્રમાં સંતુલન જાળવી રાખવાનાં અમેરિકાનાં લક્ષ્યને આગળ ધપાવે છે. હેગસેથે સિંગાપુરમાં શાંગરી-લા સંવાદમાં બોલતા કહ્યું હતું કે, કોઈપણ દેશ પછી ભલે તે ચીન કેમ ન હોય, એશિયામાં પોતાની મનમાની થોપી શકતું નથી. કોઈપણ પ્રકારે અમારા અને અમારા સહયોગી દેશની સુરક્ષા કે સમૃદ્ધિ સામે સવાલ ઉઠાવી શકાય તેમ નથી.

જો કે તેમણે ચીન મુદ્દે થોડી નરમાશ પણ બતાવી હતી અને કહ્યું હતું કે, ચીનની વધતી સૈન્ય તાકાત છતાં અમેરિકાને તેની સામે કોઈ ટકરાવ નથી. ટ્રમ્પ પ્રશાસનમાં અમેરિકા અને ચીનનાં સંબંધો બહેતર રહ્યાં છે.

તેમણે આગળ ભારતની વધતી સૈન્ય ક્ષમતા અને ઔદ્યોગિક પ્રગતિ ઉપર પ્રકાશ ફેંકતા કહ્યું હતું કે, હિંદ પ્રશાંત ક્ષેત્રમાં ભારત તેજીથી ઉભરતો મહત્વનો ભાગીદાર દેશ છે. તે પોતાનાં સશત્ર દળોનું આધુનિકરણ કરીને ક્ષેત્રમાં શક્તિ સંતુલન જાળવી રાખવામાં મદદ કરે છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક