• શનિવાર, 05 સપ્ટેમ્બર, 2026

avshan nodh

ચલાલાના રઘુવંશી અગ્રણી જયેશભાઇ વિઠ્ઠલાણીના પત્ની પારૂલબેનનું અવસાન કાલે ઉઠમણું, સાદડી

ચલાલા, તા.25: ચલાલા સાગર ગ્રુપ વાળા અને રઘુવંશી સમાજના અગ્રણી તથા બગસરા નાગરિક સહકારી બેંકના ડિરેક્ટર જયેશભાઇ રતિભાઇ વિઠલાણીના પત્ની, શ્રીમતી પારૂલબેન (ઉં.53)નું તા.25-8ના અવસાન થતા રઘુવંશી સમાજ સહિત અન્ય સમાજોમાં પણ  ઘેરા શોકની લાગણી પ્રસરી છે. સદ્ગત પારૂલબેન વિઠ્ઠલાણીની અંતિમ સ્મશાનયાત્રામાં રાજકીય, સામાજિક આગેવાનો સહિત મોટી  સંખ્યામાં સ્નેહીજનો, સ્વજનો, જ્ઞાતિજનો અને મિત્ર વર્તુળ જોડાયા હતા અને સદ્ગતને ભાવભીની શ્રદ્ધાંજલિ  અર્પણ કરી હતી. ઉપસ્થિત સૌએ જયેશભાઇ વિઠલાણી તથા સમગ્ર પરિવારને  સાંત્વના પાઠવી હતી.

સદગત પારૂલબેન વિઠલાણી, રાજ વિઠ્ઠલાણી, હિનલબેન ગૌરાંગભાઇ કારિયા તથા જીલબેન પાર્થકુમાર દક્ષિણી રાજકોટના માતા, રાકેશભાઇ કંટારીયા,  અમદાવાદના બહેન થતા હતા. ઉઠમણું પિયર પક્ષની સાદડી તા.27ના સાંજે 4થી 6 સુધી લોહાણા મહાજન વાડી, ચલાલા છે.

 

 

ચક્ષુદાન

જૂનાગઢ: સ્થા.જૈન વેરાવળ નિવાસી સ્વ.મહેન્દ્રકુમાર અમૃતલાલ દોશીનાં પત્ની, મનિષાબેન (હંસાબેન) દોશી (ઉં.77) તે જીગરભાઈ દોશીના માતા, ખેતસીભાઈ બદાણી (મેંદરડા)ના પુત્રી, પંકજભાઈ બદાણીનાં મોટા બહેનનું તા.ર4ના અવસાન થયું છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. ટેલિફોનીક બેસણુ તા.ર7 ના સાંજે 4થી 6 છે. મો.નં.98987 72932, 83290 16314 સદ્ગતના ચક્ષુઓનું દાન કરાયું છે.

રાજકોટ: ચા.મ.મોઢ બ્રાહ્મણ, મૂળ લાઠી, હાલ રાજકોટ ઘનશ્યામભાઈ મોહનલાલ પંડયા (ઉં.85) તે સ્વ.મોહનલાલ પંડયાના પુત્ર, સ્વ.દલપતરામ વ્યાસના જમાઈ, સ્વ.વિમળાબેન, જગદીશભાઈ પંડયાના ભાઈ, રશ્મિ દવે, સુમન દવે, ફાલ્ગુની જોશી તથા ઈલા મિશ્રાના પિતા, રવિન્દ્ર દવે, કેતન દવે, પ્રદ્યુમ્ન જોશી તથા રિતેશ મિશ્રાના સસરાનું તા.રપના અવસાન થયું છે. બેસણુ તા.ર7ના સાંજે 4થી 6 મચ્છુ કાઠિયા મોઢ બ્રાહ્મણ બોર્ડિંગ, ગુલાબવાડી, 1-મિલપરા મેઈન રોડ, રાજકોટ છે.

પોરબંદર: અશોકભાઈ દલસુખલાલ મહેતા (ઉં.વ.62) તે જયશ્રીબેનના પતિ, દામીની, નિમિત્ત, રાજા તથા ચિરાગ મહેતાના પિતાશ્રી, ઉમેશભાઈ, ભાવેશભાઈ, અંજનાબેન અને કલ્પનાબેનના ભાઈનું તા.ર4ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.ર7ના 4:1પથી 4:4પ દરમિયાન લોહાણા મહાજનવાડીના પ્રાર્થનાસભા હોલમાં છે.

બગસરા: સોની જમનભાઈ ટપુભાઈ ઘોરડા (ઉં.વ.71) તે દીપેશભાઈ, પીયૂષભાઈ, વંદનાબેનના પિતાનું તા.રપ ના અવસાન થયુ છે. સાદડી તા.ર7ના સાંજે 4થી 6 જૂની ખત્રીવાડી ખાતે છે.

પોરબંદર: તારિણીબેન કિરીટભાઈ દવે (ઉં.66) તે ગૌરવભાઈના માતા, દીપકભાઈ કનૈયાલાલ દવેના ભાભી, ભાર્ગવ દીપકભાઈ દવે, મયુર ગોપાલભાઈ દવેના ભાભુનું તા.રપના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.ર7ના 4થી 6 ઔદિચ્ય ગોહિલવાડીની વંડી એરપોર્ટ પાસે, પોરબંદર છે.

રાજકોટ: અનસુયાબેન બાબુલાલ દવે (ઉં.89) તે સ્વ.બાબુલાલ લાભશંકર દવેના પત્ની, વિશ્વનાથ પ્રાણજીવન વ્યાસના પુત્રી, જયેશભાઈ, તુષારભાઈ તથા હરેશભાઈ દવે (એડવોકેટ)ના માતાનું તા.રપના અવસાન થયું છે. બેસણું તા.ર7ના સાંજે 4થી 6 ‘ઉમા સદન’, ઉમા પાર્ક, શેરી નં.3, જે.કે.ચોક પાસે, રાજકોટ પીયર પક્ષની સાદડી સાથે છે.

જામખંભાળિયા: કાંતીલાલ નાનજીલાલના પત્ની લતાબેન (ઉં.વ.74) તે વિપુલભાઈ તથા વૈશાલીબેન કમલેશભાઈ ચંદારાણા, સીમાબેન હરીશભાઈ બદીયાણી, શીતલ સુદરભાઈ સોનેચાના માતા, કિશન, અક્ષતના દાદીમાં, સ્વ.મુકુંદરાય કરશનદાસ મોદી (ઓખા પોર્ટવાળા)ની પુત્રીનું તા.રપના અવસાન થયું છે. પિયર પક્ષની સાદડી સાથે છે. પ્રાર્થનાસભા તા.ર6 ના સાંજે 4:30 થી પ:00 વાગ્યે તેમના નિવાસ સ્થાને ગાયત્રીનગર, નૂતનનગર પોલીસ લાઈન પાછળ, જામખંભાળિયા છે.

બોટાદ: જીણાભાઈ ધુડાભાઈ ઓગાળિયા રાણપુરવાળા હાલ બોટાદ (ઉં.65) તે સ્વ.સુશીલાબેન જીણાભાઈના પતિ, ઘુઘાભાઈના મોટાભાઈ, વાલજીભાઈ, સ્વ. નાનજીભાઈના નાનાભાઈ, પ્રકાશભાઈ, રવિભાઈના પિતા, રમણીકભાઈ સવજીભાઈ પરમાર (લીંબડી) ના બનેવીનું તા.રપના અવસાન થયુ છે.

રાજકોટ: સ્વ.કાંતીલાલ દેવકરણ કેશરિયાના પુત્ર સ્વ.સુરેશભાઈના પત્ની દિપીકાબેન તે સ્વ.કેવલ, નમ્રતાબેન ભૂપેન્દ્રભાઈ કાનાબાર, માધુરીબેન દર્શિતભાઈ કાનાણીના માતા, સ્વ.પ્રભુદાસભાઈ ઓધવજી તન્ના (મુંબઈ)ના પુત્રી, અશ્વિનભાઈ (બટુકભાઈ), સ્વ.હર્ષદભાઈના નાનાભાઈના પત્ની, સ્વ.હંસાબેન, ઉષાબેન નરેન્દ્રકુમાર રૂપારેલના ભાભીનું અવસાન થયું છે.  ઉઠમણું તા.ર7ના સાંજે પ કલાકે ધર્મેશ્વર મહાદેવ મંદિર, 4-ધરમનગર, સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ, રાજ બેંકવાળી શેરી, રાજકોટ છે.

રાજકોટ: હળવદ નિવાસી હાલ રાજકોટ ઇન્દિરાબેન વિનોદરાય શુકલ (ઉં.83) તે ભાવિન વિનોદરાય શુકલ (શારદા કલાસીસ), નિલામ્બરી મહેશકુમાર ભટ્ટ, શિલ્પાબેન સંજયકુમાર રાવલ, મનીષાબેન યોગેશકુમાર જોષી, શ્રીદેવી ભાર્ગવકુમાર રહેતાના માતા, સાક્ષી અને જીષ્ણુના દાદીનું  તા.24ના અવસાન થયું છે. બેસણું તા.26ના સાંજે 4થી 6 હળવદ બ્રાહ્મણ બોર્ડિગ સરદારનગર મેઇન રોડ, એસ્ટ્રોન ચોક, રાજકોટ છે. મો.નં.98982 14789

રાજકોટ : મૂળ અમરેલી હાલ રાજકોટ નિવાસી ચિમનલાલ ગિરધરલાલ ખંધેડિયા (ઉં.વ. 79) તે અનિલાબેનના પતિ તથા જાસ્મિનબેન, દર્શનાબેન અને ડો.પ્રતિકભાઇ ખંધેડિયાના પિતાનું તા.25ના રાજકોટ ખાતે અવસાન થયું છે.

ઇ-પેપરના નવા શુલ્ક