પોરબંદર
: સાહિત્યકાર, કવિ, લેખક, પુરાતત્વવિદ્, સેવાભાવી ડો.જયેન્દ્રભાઈ દામોદરભાઈ કારિયાના
ચક્ષુઓનું દાન કરાયું
ગોસા
(ઘેડ): પોરબંદરમાં કારિયા પરિવારના ડો.જયેન્દ્રભાઈ દામોદરભાઈ (ઉ.8પ) કે જેઓ પણ વ્યવસાયે
એક તબીબ હતાં, સાથે તેઓ પ્રખર સાહિત્યકાર, કવિ અને લેખક, પુરાતત્વવિદ, અનેકવિધ સંસ્થાઓ
સાથે જોડાયેલા ખુબ જ સારા વક્તા-એન્કરનું તા.ર0 ના અવસાન થતા પરિવારે ચક્ષુદાન આપવાની
ઈચ્છા દર્શાવતા કારિયા પરિવારના ડેનિશભાઈ કારિયાએ “સર્જન’’ પરિવારના ડો.નિતીન પોપટ
અને આનંદભાઈ રાજાણીને બોલાવી ડો.જયેન્દ્રભાઈના અમૂલ્ય ચક્ષુનું દાન કરાયું હતું. ડો.જયેન્દ્રભાઈ
દામોદરભાઈ કારિયાનો સ્વર્ગવાસ ભલે થયો હોય પણ તેઓ પોરબંદર વાસીઓમાં દિલથી તેઓની સેવાકીય
કામગીરી સદા દિલમાં વસેલી રહેશે, કાયમ માટે જીવંત રહેશે.
ડો.જયેન્દ્રભાઈ
દામોદરભાઈ કારિયા તેઓ સ્વ.દામોદરભાઈ છગનભાઈ કારિયા અને સ્વ.માણેકબેન દામોદરભાઈ કારિયાના
પુત્ર, પુનિતભાઈ જયેન્દ્રભાઈ કારિયાના પિતા, ડો.પ્રદીપભાઈ, બિપિનભાઈના ભાઈ, કોનાર્ક
પુનિત કારિયા, ડો.શ્યામ પી.કારિયા અને મિલન એમ. કારિયાના દાદા થતા હતાં. આ પરિવાર દ્વારા
તેમના સ્વજનનું નેત્રનું દાન કરી પ્રેરણાદાયી પગલું લીધેલ છે.
પોરબંદર
જિલ્લામાં નેત્રદાન સ્કીન ડોનેશન અને દેહદાન કરવા માટે સર્જન પરિવારના ડોક્ટર નીતિન
પોપટ મોબાઈલ નંબર (94262 41001, 93280 66868) પર 365 દિવસ ચોવીસેય કલાક સંપર્ક સાધવા
અપીલ કરાઇ છે.
રાજકોટ:
સ્વ.પ્રભુલાલ પોપટલાલ સેદાણીના પત્ની ભાનુબેન તે ગોરધનદાસ દેવજીભાઈ કેશરીયાના પુત્રીનું
તા.ર1 ના અવસાન થયુ છે. બેસણુ, સાદડી તા.ર4 ના સાંજે 4 થી 6 આશાપુરા મંદિર, હુડકો ઘરની
બાજુમાં, રાજકોટ છે.
રાજકોટ:
ગુ.હા.સ.ચા.મોઢ બ્રાહ્મણ ડો.છેલશંકર ભાનુશંકર શાત્રી તેઓ ભાવનાબેન શાત્રી, નૈષધભાઈ
શાત્રી (હાલ વડોદરા), ડો.ફાલ્ગુનીબેન શાત્રી, સ્વાતિબેન શાત્રીના પિતા, સ્વ.અશોકકુમાર
શાત્રીના મોટાભાઈ, સ્વ.મણિશંકર કાશીરામ ભટ્ટ (જામનગર) ના જમાઈનું તા.ર1 ના અવસાન થયુ
છે. ઉઠમણુ અને શ્વસુરપક્ષની સાદડી તા.રર ને શનિવારે સાંજે પ થી 6 કલ્યાણજીભાઈ નરસિંહભાઈ
જાની કોમ્યુ. હોલ, ચંદનપાર્ક, સરકારી કર્મચારી સોસાયટી મેઈન રોડ, રૈયા ચોકડી પાસે,
રાજકોટ છે.
જામનગર:
સ્વ.વિઠ્ઠલદાસ દામજીભાઈ ભગદેના પત્ની વનીતાબેન (ઉં.90)(વિશ્વાસ ટ્રેડીંગ કંપની ગોળવાળા)
તે કલ્પેશભાઈ, હિતેશભાઈ, ભરતભાઈ અને માયાબેનના માતા, રૂપલબેન, સોનલબેન તથા જ્યોતિબેનના
સાસુ, હિરલ, શ્રેયસ, પ્રિયાંશ, મીનલ દેવાંશુ અને દેવાંશીના દાદીનું તા.20ના અવસાન થયું
છે. પ્રાર્થના સભા, પિયર પક્ષની સાદડી તા.22ના બપોરે 4 થી 4-30, પાબારી હોલ, તળાવની
પાળ, જામનગર છે.
રાજકોટ:
દિલ્હી નિવાસી સ્વ.જયંતભાઈ પ્રભુદાસભાઈ દેસાઈના જયેષ્ઠ પુત્ર બ્રિજેશભાઈ (બંટીભાઈ)(ઉં.50)
તે સુનીલભાઈના ભત્રીજા, અભિષેકભાઈ, પુનિતભાઈના મોટાભાઈ, સ્વ.લક્ષ્મીચંદ કિરચંદ ગાંધીના
દોહિત્ર, ચેન્નાઈ નિવાસી દિનેશભાઈ મહેતાના જમાઈનું ચેન્નાઈ ખાતે તા.20ના અવસાન થયું
છે. સાદડી તા.22ના 4-30 થી 5-30 અશોકભાઈ લક્ષ્મીચંદ ગાંધી, મિલી એપાર્ટમેન્ટ, 4-જાગનાથ
પ્લોટ, યાજ્ઞિક રોડ, રાજકોટ છે.
પોરબંદર:
ડો.જયેન્દ્રભાઈ દામોદરભાઈ કારીયા (ઉં.85) તે સ્વ.દામોદરભાઈ છગનલાલ કારીયાના પુત્ર,
સ્વ.મહેન્દ્રભાઈ, ડો.પ્રદીપભાઈ અને બીપીનભાઈના ભાઈ, પુનિતભાઈના પિતાશ્રી, કોનાર્ક,
ડો.શ્યામ અને મીલનના દાદાનું તા.20ના અવસાન થયું છે.
સાવરકુંડલા:
સિમ્બર સમવાય ઔદીચ્ય મુળ ગુંદરણા હાલ સાવરકુંડલા કપિલકુમાર નર્મદાશંકર જોષી (ઉં.63)
તે સ્વ.નર્મદાશંકર પરસોત્તમભાઈ જોષીના પુત્ર, ચંદ્રિકાબેનના પતિ, મયુરભાઈના નાનાભાઈ,
ધર્મેન્દ્રભાઈના મોટાભાઈનું તા.20ના અવસાન થયું છે. સંયુક્ત સાદડી તા.22ના બપોરે 3
થી 6, પરશુરામ ઉપવન, સાવરકુંડલા છે.
ગોંડલ:
મંજુલાબેન (ઉં.94) તે સ્વ.નવનીતરાય પરષોત્તમભાઈ ગાંધીના પત્ની, મુકેશભાઈ, દિવ્યતાબેનના
માતા, લતાબેનના સાસુ, જુગેશ તથા હેમાક્ષીના દાદી, પુનિતના બા, ખરેડી નિવાસી દેવચંદ
પાનાચંદ ગાઠાણીના પુત્રી, કાંતિભાઈ ગાઠાણી તથા સ્વ.કંચનબેન રસિકલાલ શાહના બહેનનું તા.20ના
અવસાન થયું છે.
ગોંડલ:
જયાબેન હરીભાઈ કોટડીયા (ઉં.90) તે સુનીલભાઈ હરીભાઈ કોટડીયા (પટેલ ઝેરોક્ષ, ગોંડલ),
ચંદુભાઈ હરીભાઈ કોટડીયા (પટેલ બુક સ્ટોર અને કસ્તુરી સ્ટેશનરી મોલ, ગોંડલ)ના માતાનું
તા.19ના અવસાન થયું છે.
રાજકોટ:
સવિતાબેન રણછોડભાઈ સરધારા તે રણછોડભાઈ માધાભાઈના પત્ની, હિમાંશુભાઈના માતા તથા ચૈતન્યના
દાદીનું તા.21ના અવસાન થયું છે. બેસણું તા.24ના સવારે 8-30 થી 10-30, એસ્ટ્રોન સોસાયટી
હોલ, અમીન માર્ગ, રાજકોટ છે.
રાજકોટ:
વાલમ બ્રાહ્મણ સતિ માતાજી ઉપાધ્યાય પરિવારના માખિયાળા હાલ રાજકોટ મનસુખભાઈ શાંતિલાલ
ઉપાધ્યાય (ઉં.83) તે હરેશભાઈ (રામભાઈ), ચેતનભાઈ (શ્યામભાઈ), પારૂલબેન તથા અલ્કાબેનના
પિતા, સ્વ.ગુણવંતભાઈ, સ્વ.હરિભાઈ, બાબુભાઈ, સ્વ.મંજુલાબેન વ્યાસ, સ્વ.મુક્તાબેન ઉપાધ્યાયના
ભાઈ, સ્વ.જયેશભાઈ ઉપાધ્યાય, અજયભાઈ પંડયાના સસરા, રાજુભાઈ, ધર્મેન્દ્રભાઈના કાકા, કેવલભાઈ
અને જીગરભાઈના દાદાનું તા.19ના અવસાન થયું છે. બેસણું તા.22ના સાંજે 4 થી 6, ફ્લેટ
નં.એફ-101, ધી ફોર્ટીન વગડ ચોકડી, એચ.પી.પંપ પાસે, મવડી પાળ રોડ, રાજકોટ છે. મો.નં.94284
64065, 94264 49569
ગોંડલ:
સ્વ.દયાળજીભાઈ નરસીભાઈ પરમારના પત્ની જયાબેન (ઉં.83) તે સ્વ.છગનભાઈ ખેરડીયા (જેતપુર)ના
પુત્રી, શૈલેષભાઈ, રજનીકાંતભાઈ, હિતેશભાઈ, સોનલબેન, જ્યોતિબેનના માતા, આકાશ, દર્શિતા,
સચિત, યશવી, આર્યનના દાદીનું તા.20ના અવસાન થયું છે. બેસણું, સાદડી તા.22ના બપોરે
4 થી 6, મેવાડા સુથાર જ્ઞાતિની વાડી, ગાયત્રીનગર-4, ગોંડલ છે.
રાજુલા:
મ.ફરઝાનાબેન અબ્બાસઅલી વેજલાણી (ફરીદાબેન)(ઉં.46) તે શમશીરભાઈ હુસેનભાઈ કપાસીના પત્ની,
સકીનાબેન (રાજકોટ), અરવાબેન (ગોધરા), હુસેન (રાજુલા)ના માતા, ઈદ્રીસભાઈના ભાભી, જુજરના
કાકીનું તા.21ના રાજુલા મુકામે અવસાન થયું છે. જિયારતના સીપારા તા.23ના બપોરે 11-30
કલાકે મસ્જીદમાં રાજુલા ખાતે ભાઈઓ-બહેનોનું સંયુક્ત છે.