માળિયા
હાટીના તાલુકાના સેવાકર્મી અનિલભાઇ લાડાણીનું અવસાન
ગડુ
: માળિયા હાટીના તાલુકાના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ, ખોરાસા ગિરના માજી સરપંચ અનિલભાઇ
લાધાભાઇ લાડાણીના અવસાન થતાં સમગ્ર તાલુકા અને ખોરાસા ગિર પંથકમાં શોકની લાગણી પ્રસરી
છે, તેમના અવસાનથી સમાજને કયારેય ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. અનિલભાઇ નાત- જાતના
ભેદથી પર રહી ‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવનાથી સૌને સાથે લઇને જીવન જીવ્યા હતા. ગૌશાળા,
મંદિર, ધાર્મિક કાર્યક્રમો તથા સામાજિક પ્રસંગોમાં તેમનું યોગદાન હંમેશાં અગ્રેસર રહ્યું
હતું. ગરીબ અને જરૂરિયાત મંદ લોકો માટે તેઓ હંમેશાં મદદરૂપ બનતા. તેમની અંતિમયાત્રામાં
ઉમટેલી વિશાળ માનવમેદની તેમના લોકપ્રિય અને સેવાભાવી વ્યક્તિત્વની સાક્ષી બની હતી.
બાબરાના
નીલકંઠ મહાદેવના મહંત મહેશગિરિ બાપુનું અવસાન
બાબરા
: બાબરામાં શહેરની પાંડવકાલીન પવિત્ર ભૂમિ નીલકંઠ મહાદેવ મંદિરના મહંત મહેશગીરી ગુરુ
ઇશ્વરગિરિ બાપુનું શુક્રવારે સાંજે અકસ્માતે વીજ શોક લાગવાથી દુ:ખદ અવસાન થતા સમગ્ર
મંદિર પરિસર સહિત સાધુ-સંતો, સેવક સમુદાય અને ભાવિકોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી હતી.
મહંત
મહેશગીરી બાપુના કૈલાસ ગમનના સમાચાર વાયુવેગે બાબરા શહેર તેમજ તાલુકામાં પ્રસરી જતા
મોટી સંખ્યામાં સેવકો, સાધુ-સંતો અને ભાવિકો પંચકુંડ ખાતે આવેલા નીલકંઠ મહાદેવ મંદિર
પરિસરે દોડી આવ્યા હતા. સૌએ બાપુના અંતિમ દર્શન કરી ભાવપૂર્ણ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. શ્રાદ્ધાંજલિ અર્પી
હતી. બાબરા શહેરના વિવિધ સાધુ-સંતો તેમજ સાધુ સમાજના આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત
હતા. રાત્રીના નવ કલાકે મહંત મહેશગીરી બાપુની પાલખી યાત્રા મંદિર પરિસરમાં નીકળી હતી.
બાદ પંચકુંડની પાછળની જગ્યાએ અન્ય સાધુ- સંતોની
સમાધિઓની બાજુમાં મહંત મહેશગીરી બાપુને સાધુ પરંપરા મુજબ વિધિ-વિધાન સાથે સમાધિ
અપાઇ હતી.
રાજકોટ:
મોઢ વણિક રણજીતભાઈ શાહ (જિલ્લા પંચાયત) તે સ્વ.દીલાબેનના પતિ, સુરજભાઈ શાહના પિતા,
શ્રીમતી શીતલબેન સુરજભાઈ શાહના સસરા, શૈલજાબેન રાજકુમાર શાહ, જયકરભાઈના દાદા, શ્રીમતી
માધવીબેન જોષી (અમેરિકા), યોગેશભાઈ શાહ (સ્માઈલ પ્લીઝ સ્ટુડિયો)ના મોટાભાઈનું તા.ર0
ના અવસાન થયુ છે.
રાજકોટ:
રંજનબેન નિમ્બાર્ક તે સ્વ.નટવરલાલ નાથાલાલ નિમ્બાર્કના પત્ની, વિમલભાઈ (એડવોકેટ, રાજકોટ)
અને હિરેનભાઈ (ઈજનેર બીએસએનએલ) ના માતાનું તા.ર0 ના અવસાન થયુ છે. બેસણુ તા.ર4 નાં
સાંજે પ થી 6 તેમના નિવાસ સ્થાન આફ્રિકા કોલોની, શેરી નં.3 રાજકોટ છે.
રાજકોટ:
ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ મું.ઘુંટુ, હાલ રાજકોટ, પંચાસરાના કુળગોર સ્વ.અમૃતલાલ બેચરલાલ
ઠાકરના પુત્ર યોગેશભાઈ (ઉ.60) તે સ્વ.જયંતિભાઈ અને મહેન્દ્રભાઈના ભત્રીજા, ઈલાબેન જોષી,
મનોજભાઈ ઠાકરના નાનાભાઈ, પ્રણવભાઈ, હર્ષિલભાઈ ઠાકરના પિતા, રમાબેન ધિરજલાલ જોષીના જમાઈ,
નટુભાઈ, સુરેશભાઈના બનેવીનું તા.રર ના અવસાન થયુ છે. બેસણુ, શ્વસુર પક્ષનું બેસણુ તા.ર4
ના 4 થી 6 અત્રેશ્વર મહાદેવ મંદિર, જિલ્લા ગાર્ડનની અંદર, બાપુનગર મેઈન રોડ, રાજકોટ
છે.
મોરબી:
સ્વ.દેવશીભાઈ પરસોત્તમભાઈ રાજાના સુપુત્ર વસંતભાઈ રાજા (ઉ.82) (રાજા મેડીકલ સ્ટોર્સ,
મોરબી) તે સ્વ. દેવકરણભાઈ, સ્વ. ગોરધનભાઈ, સ્વ.લાલજીભાઈ, સ્વ. ધીરજલાલભાઈ, ડો.કે.ડી.રાજા
(વેરાવળ), સ્વ.વિનોદરાય, સ્વ.મંજુલાબેન ભોજાણીના ભાઈ, સ્વ.રાહુલ, ભાવીક, દર્શનાબેન
બિરેનકુમારના પિતા, સ્વ. આર્યન તથા હિયાના દાદા, સ્વ.બાબુલાલ પ્રેમચંદ ઠક્કર (હળવદ)
ના જમાઈનું તા.રર ના અવસાન થયુ છે. બેસણુ, શ્વસુર પક્ષની સાદડી તા.ર4 ના સાંજે 4:30
થી 6 રંગોલી હાઈટ્સ, ગુ.હા. બોર્ડ, કટારિયા ચોકડી પાછળ, કમલેશ્વર મહાદેવ મંદિરે છે.
રાજકોટ:
ધવલભાઈ પ્રફુલભાઈ કામદાર (ઉ.પ3) તે સ્વ.પ્રફુલભાઈ બળવંતરાય કામદારના પુત્ર, તેજલબેન
દેવેનભાઈ શાહના મોટાભાઈ, આહાન, કેયાનના મામા, સ્વ.તરુણભાઈ, ડો.હરિતભાઈ કામદારના ભત્રીજા,
સુધીરભાઈ અજમેરા, મહેશભાઈ, કિરીટભાઈ અને સ્વ.અનિલભાઈના ભાણેજનું તા.ર0 ના અવસાન થયુ
છે. લૌકિક વ્યવહાર બંધ છે.
સાવરકુંડલા:
ઔદિચ્ય સહત્ર ઝાલાવાડી સાડા ચારસો બ્રાહ્મણ પ્રવીણચંદ્ર મગનલાલ વ્યાસ તે ધર્મેન્દ્રભાઇ,
આશિષભાઇ, વિશાલભાઇ, શોભનાબેનના પિતા, સ્વ. નવનીતરાય મગનલાલ વ્યાસના નાના ભાઇ, પ્રકાશભાઇ,
ડોલરભાઇના કાકા, ઘનશ્યામભાઇ પુરોહિતના સસરા, સ્વ. નર્મદાશંકર, સ્વ. કનૈયાલાલ, ડાયાભાઇ,
વિનોદરાય ઓધવજી ભટ્ટના બનેવીનું તા.20ના અવસાન થયું છે. બેસણું તા.24નાં સવારે 9 થી
સાંજે 6 સુધી પરશુરામ ઉપવન ગર્લ્સ હાઇસ્કૂલની બાજુમાં સાવરકુંડલા છે.
ગોંડલ:
મયુરભાઇ ધનજીભાઇ ગોહેલ (ઉ.65) (રોયલ હેર આર્ટ) તે હસમુખભાઇ, સ્વ. બીપીનભાઇ ના ભાઇ, જયદીપભાઇ (પીજીવીસીએલ), અમિતાબેન
નિમેષકુમાર બગથરીયા (લંડન)નાં પિતાનું તા.21ના
અવસાન થયું છે. બેસણું તા.24નાં સાંજે 4 થી 6 ખોડીયાર મંદિર પાછળ, હનુમાનજી મંદિર,
ખોડીયારનગર ગોંડલ છે.
અંજાર:
સ્વ. સાકરબેન રણછોડદાસ રાણા (ઉ.93) તે સ્વ. રણછોડદાસ ગોવિંદજી રાણાના પત્ની, સ્વ. કાનાબાઇ
ગોવિંદજી રાણાના પુત્રવધુ, પુષ્પાબેન પ્રવિણભાઇ,
મોહનભાઇ, દિલીપભાઇ, નયનાબેન જયંતીભાઇ (બીઓબી), નીકિતાબેન રાજેશભાઇ (રાજા), ભગવતીબેન
જયંતિલાલ મીરાણી (અંજાર), સ્વ. ગીતાબેન/ શીતલબેન અશોકભાઇ કોટક (થાણા), મીનાબેન હરેશભાઇ
પોપટ (ભચાઉ) તથા સીતાબેન શૈલેષભાઇ ચંચલ (રાજકોટ)ના
માતા, સ્વ. ભાણબાઇ મોરારજી ચંદે (ભચાઉ)ના પુત્રી, સ્વ. પ્રેમજીભાઇ, સ્વ. નાનબેન (મુંબઇ),
સ્વ. નેણશી, સ્વ. અમૃતલાલના બહેનનું તા.21ના અવસાન થયું છે. બન્ને પક્ષની પ્રાર્થના
સભા તા.23ના સાંજે 4-30 થી 5-30 લોહાણા મહાજન વાડી, સવાસર નાકા, અંજાર- કચ્છ છે. લૌક્કિ
વ્યવહાર બંધ છે.
વેરાવળ:
ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ ભગવતીપ્રસાદ રતિલાલ ઠાકરના સ્વ. પુત્ર, રાજકુમાર તે ડો.
કિશનકુમાર ઠાકરના મોટા ભાઇ, સ્વ. ભરતભાઇ પાઠક, પરેશભાઇ, મુકેશભાઇ ચોરવાડના જમાઇ, હિરલબેન ઠાકરના પતિ, મિતલબેન મિલન જાની (રાજકોટ)ના
ભાઇ, કુશ તથા જયમીનના પિતા, પ્રિયાંશના ભાઇજીનું તા.20ના અવસાન થયું છે. બેસણું તા.24ના
બપોરે 2 થી 5 તેમના નિવાસસ્થાને વેરાવળ છે.