ધોરાજીના
પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાના માતુશ્રીનું અવસાન શનિવારે બેસણું
ધોરાજી:
ધોરાજીના પૂર્વ ધારાસભ્ય, રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ લલિતભાઇ વસોયા
અને કિરીટભાઇ વસોયાના માતા, શાંતાબેન જસમતભાઇ વસોયા (ઉં.102)નું અવસાન થયું છે. વસોયા
પરિવાર ઉપર આવેલ દુ:ખના સમયે તેમના સગા સંબંધીઓ તેમજ રાજકીય ક્ષેત્રના આગેવાનો સામાજિક
ક્ષેત્રના આગેવાનોએ દુ:ખ વ્યકત કર્યુ છે. સદ્ગતનું બેસણું તા.29ને શનિવારે સાંજે 3થી
6 લેઉવા પટેલ સમાજ, વિભાગ નં.2, જમનાવડ રોડ, ધોરાજી ખાતે રાખેલ છે.
રાજકોટ:
રાજકોટ સહિત ગુજરાતના અનેક અખબારો સાથે પાંચ દાયકાથી જોડાયેલા અખબારોના પ્રિન્ટિંગ
મશીનોનાં નિષ્ણાત મુળ મોટી ભણસાલના નિવાસી હાલ રાજકોટ નરશીભાઇ કાનજીભાઇ વાડોલિયા (ઉ.79)
તે વોઇસ સોફ ડેના ફોટોગ્રાફર રાજુભાઇ વાડોલિયા, અબતકના શૈલેષભાઇ વાડોલિયા અને હસમુખભાઇ,
ભાવેશભાઇ વાડોલિયાના પિતાશ્રી, હરિભાઇના નાનાભાઇ, મગનભાઇ, હેમંતભાઇના મોટા ભાઇ અને
પાર્થ, દર્શન, દેવાંશ, જાહ્નવી, સોનલના દાદાનું અવસાન થયું છે. બેસણું તા.27ના સાંજે
4-30 થી 6 નાગર બોર્ડિગ, વિરાણી ચોક, ટાગોર રોડ રાજકોટ ખાતે રાખેલ છે.
સાવરકુંડલા:
જયાબેન મનસુખભાઇ જમોડ (ઉ.53) તે મનસુખભાઇ મોહનભાઇ જમોડના પત્ની, ભાવેશભાઇ ના માતાનું
તા.25ના અવસાન થયું છે. બેસણું તા.27ના સવારે
9 થી સાંજે 6 સુધી તેમના નિવાસસ્થાને જૂના
પાવર હાઉસની બાજુમાં ખાદી કાર્યાલય વિસ્તાર, સાવરકુંડલા છે.
રાજકોટ:
જીજ્ઞાબેન દોશી તે રાજેશભાઈ દોશીના પત્ની, કેવલ, રીમા, શ્વેતાના માતા, દીશિતાના સાસુનું
તા.26ના અવસાન થયું છે. સ્મશાન યાત્રા તા.27ને ગુરુવારે સવારે 8 વાગ્યે તેમના નિવાસ
સ્થાનેથી નીકળશે. ઉઠમણું તા.27ના બપોરે 4 વાગ્યે, બાવન જિનાલય, કાલાવડ રોડ, રાજકોટ
છે.
રાજકોટ:
સ્વ.અમરશીભાઈ નાગજીભાઈ શીંગાળાના પૌત્ર સ્વ.મણીલાલના પુત્ર ગુણવંતરાય (ઉ.75) તે મલયભાઈ
તેમજ ચાર્મીબેનના પિતા, સ્વ.જયસુખલાલ, પ્રવિણભાઈ, હંસાબેન પ્રવિણકુમાર ઉનડકટ (તાલાલા)
ના ભાઈ, સ્વ.રતિલાલભાઈ ચત્રભુજભાઈ જીવરાજાની (ગોંડલ) ના જમાઈનું તા.ર4 ના અવસાન થયું
છે. ઉઠમણુ, પિયરપક્ષની સાદડી તા.27 નાં સાંજે પ થી 6, 11/કરણપરા, રાજહંસ એપાર્ટમેન્ટ,
રાજકોટ છે.
જામનગર:
ઔદીચ્ય ગઢીયા બ્રાહ્મણ રાજેશકુમાર અનંતરાય ભટ્ટ (ઉં.65) તે સ્વ.રસિકલાલ ભાનુશંકર મહેતા
(ઉપલેટા)ના જમાઈ, માયાબેન ભટ્ટના પતિ, મિલનભાઈ ભટ્ટ, કાજલબેનના પિતા, તેજલબેન મિલનભાઈ
ભટ્ટ, રવિ મહેન્દ્રભાઈ પંડયાના સસરા, કન્વીના દાદાનું અવસાન થયુ છે. બેસણુ તા.ર9 નાં
સાંજે ચાર થી છ તેમના નિવાસ સ્થાન, 5/3 શીતવન સોસાયટી, લાલવાડી, લેઉવા પટેલ સમાજની
વાડી પાસે, જામનગર છે.
રાજકોટ:
ગુજરાતી શ્રીગોડ માળવિય બ્રાહ્મણ સ્વ.શિવલાલ કાશીરામ જોશી (મૂળ ચકરગઢ) હાલ રાજકોટના
પુત્ર પ્રવીણભાઈ (ઉં.80) તે દક્ષાબેનના પતિ, ભુપતભાઈ, હસમુખભાઈ, સ્વ.ધીમંતભાઈના લઘુબંધુ,
ભરતભાઈ, વિનોદભાઈ અને પુષ્પાબેન જોશીના મોટાભાઈ, સ્વ.અમૃતલાલ પુરુષોત્તમ જોશી (ચારણીયા)
ના જમાઈ, સ્વ.રમણીકભાઈ, સ્વ.જીતુભાઈ, કિશોરભાઈના બનેવી, દીપ્તિબેન, બિન્દુબેન, હાર્દિક,
હિમાંશુના પિતા, હિરેનભાઈ, સંદીપભાઈ અને કૃપાલીબેનના સસરા, જશ અને અન્વીના દાદાનું
તા.ર3 અવસાન થયુ છે. બન્ને પક્ષનું બેસણુ, ઉઠમણુ તા.ર7 ના સાંજે 4 થી 6 સ્વસ્તિક હાઈલેન્ડ,
જલારામ ચોક, ડ્રીમસિટી મેઈન રોડ, સોપાન લકઝુરિયા પાછળ, રૈયા હિલ તેમના નિવાસસ્થાને
છે.
રાજકોટ:
જામજોધપુર નિવાસી હાલ રાજકોટ કાંતિલાલ કરશનદાસ કાનાબાર (ઉ.76) તે કલ્પનાબેનના પતિ,
ડો.જય, હેતલ તથા આશાના પિતા તથા ડો.વિધિ, શૈલેશકુમાર અને વાસુદેવના સસરા, પ્રવીણભાઈ
તથા કિશોરભાઈના ભાઈ, જયંતભાઈ અને હિતેશભાઈ રાચ્છના બનેવીનું તા.રપ ના અવસાન થયું છે.
પ્રાર્થનાસભા, તા.27 નાં સાંજે પ થી 6 અવધેશ્વર મહાદેવ મંદિર, ઓસ્કાર સ્કાય પાર્કની
બાજુમાં, નેત્રદીપ આઈ હોસ્પિટલની બાજુની શેરી, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ છે.
અમરેલી:
અમરેલી નિવાસી હાલ અમદાવાદ અને શહેરની સરગમ સાપ્તાહિકના તંત્રી શાંતિભાઈ હરિભાઈ ગળથિયા
(ઉં.84) તે પત્રકાર અતુલભાઈના સસરા, પ્રણવભાઈ, અલ્પાબેન, ડૉ. હેતલબેન, પ્રાંતિબેન તથા
અવનીબેનના પિતાનું તા.રર ના અવસાન થયુ છે. બેસણુ તા.ર7 ના 4 થી 6 ગંગાવિહાર સોસાયટી,
પાર્ટી પ્લોટ, લાઠી રોડ, અમરેલી છે.
જામનગર:
હાલારી ભાનુશાળી જગદીશભાઈ મનસુખભાઈ જોઈશર (ઉં.68) નું તા.ર6 ના અવસાન થયુ છે. બેસણુ
તા.27 નાં સાંજે પ થી પ:30 ભાઈઓ, બહેનો માટે વેજુમા વાડી, પવનચકી, જામનગર છે.
રાજકોટ:
નૌતમભાઇ દયાળજીભાઇ માણેક (સી.એ.) તે સ્વ. રસીલાબેનના પતિ, પ્રતિક, સોનલ, રૂપલના પિતાનું
તા.24ના અવસાન થયું છે. ટેલીફોનીક બેસણું તા.27ના સવારે 10 થી12 છે.
રાજકોટ:
મોરબી નિવાસી હાલ રાજકોટ મુકેશભાઇ મહેન્દ્રભાઇ ઝાટકિયા (ઉ.66) તે સ્વ. માલતીબેનના પતિ,
કરનભાઇ, રવિભાઇના પિતા, શૈલેષભાઇ, જયશ્રીબેન કોઠારીના ભાઇ, સ્વ. નવરંગલાલ ઝવેરચંદ બાટવીયાના
જમાઇનું તા.24ના અવસાન થયું છે. ઉઠમણું તા.27ના સવારે 9-30 થી 10-30 શેઠ ઉપાશ્રય, પ્રસંગ
હોલવાળી શેરી, 150 ફુટ રીંગ રોડ, રાજકોટ છે.
રાજકોટ:
મુળ અમરેલી હાલ રાજકોટ ચિમનલાલ ગિરધરલાલ ખંધેડિયા (ઉ.79) તે અનિલાબેનના પતિ, જસ્મિનબેન,
દર્શનાબેન, ડો. પ્રતિકભાઇ ખંધેડિયાના પિતા, ડો. દીપા ખંધેડિયાના સસરાનું તા.25ના અવસાન
થયું છે. પ્રાર્થના સભા તા.27ના સાંજે 4 થી 6 કારડીયા રાજપૂત સમાજ વાડી, રણછોડનગર શેરી
નં.5/15 કોર્નર, રાજકોટ છે.
વાંકાનેર:
લુહાર રમણીકલાલ લવજીભાઇ (ઉ.67) તે પ્રકાશભાઇના પિતા, મનહરભાઇ, છોટુભાઇના ભાઇનું તા.24ના
અવસાન થયું છે. બેસણું: તા.27ના સાંજે 4 થી 6 મચ્છુ કઠીયા લુહાર જ્ઞાતિની વાડી, નેશનલ
હાઇવે, વાંકાનેર છે.
રાજકોટ:
કલ્પેશભાઇ ભીમજીયાણી (ઉ.46) તે સ્વ. નટુભાઇ પ્રભુદાસભાઇ ભીમજીયાણીના પુત્ર, જયશ્રીબેન જયેશભાઇ ભાયાણી, નીલમબેન ભાવેશભાઇ
સોમમાણેક, રિદ્ધિબેન નિલેશભાઇ વિઠ્ઠલાણી, હેતલબેન નિરવભાઇ માધવાણીના ભાઇ, હરિભાઇ, સ્વ.
નિતીનભાઇ, દિનેશભાઇ તથા ધનસુખભાઇના ભત્રીજા, સ્વ. જયેશભાઇ ભાયાણી (રાજકોટ), ભાવેશભાઇ
સોમમાણેક (કુવાડવા), નિલેશભાઇ વિઠ્ઠલાણી (આફ્રિકા), નિરવભાઇ માધવાણી (નોબત-જામનગર)ના
સાળાનું તા.25ના અવસાન થયું છે. બેસણું: તા.27નાં સાંજે 4 થી 5 અંકલેશ્વર મહાદેવ મંદિર,
2- અલ્કાપુરી મેઇન રોડ, સદ્ગુરૂ કોમ્પ્લેકસ પાસે, રાજકોટ છે.