જેતપુર
: પૂર્વ મહાલિયા (ઉ.1પ) તે દિવ્યેશભાઈ પ્રવિણભાઈ મહાલિયાનો પુત્ર અને વિશાલભાઈ, ચંદ્રેશભાઈનો
ભત્રીજો તેમજ મનાલી, આર્યા, પલના ભાઈનું તા.26ના રોજ અવસાન થયું છે. બેસણું : તા.29ને શનિવારના શામનાથ મહાદેવ મંદિર,
દેસાઈવાડી, જેતપુર ખાતે સાંજે 4-30 થી 6-30ના રાખેલ છે.
રાજકોટ:
પ્રવીણભાઇ ગોઠીના પિતા, ગોપાલભાઇ કાળાભાઇ ગોઠીનું તા.27ના અવસાન થયું છે. બેસણું તા.29ના
સવારે 8થી 10 એકવા બ્લુ એપાર્ટમેન્ટ, ન્યુ 150 ફૂટ રીંગ રોડ, અર્જુન પાર્ટી પ્લોટની
પાછળ, રાજકોટ છે. બહાર ગામના સ્નેહી સંબંધી સગા- વહાલાનું ટેલિફોનિક બેસણું છે. મો.નં.
98255 20489.
ઉપલેટા:
કુતિયાણા તાલુકાના બિલડી નિવાસી સ્વ. પ્રાગજીભાઇ, સ્વ. રમણીકભાઇ અને સ્વ. રતિલાલના
ભાઇ, સ્વ. તુલસીદાસ રામજીભાઇ ચોટાઇના પત્ની ગોદાવરીબેન (ઉ.78) તે રાજુભાઇના માતા, ખમીદાણાવાળા
કાનજીભાઇ લાખાણીની દીકરી, સ્વ. ગોરધનભાઇ, સ્વ. વિઠ્ઠલભાઇ, બચુભાઇ, સ્વ. પોપટભાઇ, સ્વ.
બાબુભાઇ લાખાણીના બેનનું તા.27ના અવસાન થયું છે. બેસણું, પિયરપક્ષની સાદડી તા.29નાં
બપોરે 4 થી 6 મહાદેવ મંદિર, બસ સ્ટોપ પાસે, મુ. બિલડી સ્થળ પર છે.
તળાજા:
અશ્વિનભાઇ ભગવાનભાઇ સોલંકી (ઉ.58)તે સ્વામિનારાયણ ફૂટવેર વાળા ભગવાનભાઇ આંબાભાઇ ના
દીકરા, ઘનશ્યામભાઇના નાનાભાઇ, યોગી, મીરાના પિતા, ગુંજનના કાકા, સ્વ. વનમાળીભાઇ મકનજીભાઇ
પરમારના જમાઇ, જાગેશભાઇ વનમાળી પરમાર (મેનેજર ગુજરાત ગ્રામિણ બેંક) ભાવનગરના બનેવી, વિપુલકુમાર એસ. ગોહિલ (સી.એ.- અમદાવાદ)ના
સસરા, નિર્મળાબેન કાનજીભાઇ ગોહિલ (તલગાજરડા), જયાબેન ધીરજલાલ (પીપરલા-સુરત), કંચનબેન
ત્રિભુવનદાસ (વેળાવદર- સુરત)ના નાના ભાઇનું અવસાન થયું છે. તળાજા મુકામે બેસણું તા.29ના સાંજે 4 થી 6 બીએપીએસ સ્વામિનારાયણ મંદિર સામે પ્રમુખ સ્વામી મહારાજ સભાગૃહ, શિવાજીનગર છે.