• શનિવાર, 13 જુલાઈ, 2024

અવસાન નોંધ

વાંકાનેર: બ્રહ્મક્ષત્રિય લક્ષ્મીચંદ જેઠાલાલ વિંછીના પુત્ર અશ્વિનભાઈ (ઉ.66) તે જગદીશભાઈ, યોગેશભાઈના ભાઈ, તે વલ્લભદાસભાઈ જીવરાજભાઈ વાઢેરના ભાણેજ, તે ગીરધરલાલ પ્રભુદાસ આશરા (જેતપુર)ના જમાઈનું તા.19ના અવસાન થયું છે. બેસણું તા.22ના સાંજે 4 થી 6, મણીકણીકેશ્વર મહાદેવ મંદિર, માર્કેટ ચોક, વાંકાનેર છે.

તાલાલા: મણીબેન વેલજીભાઈ લાડાણી (ઉ.90) તે વિરેન્દ્રભાઈ, રમેશભાઈના માતુશ્રીનું તા.20મીએ અવસાન થયું છે. બેસણું તા.22ના સવારે 8 થી સાંજે 5 સુધી સાસણ રોડ, રામકૃષ્ણ નગરમાં વિશ્વકર્મા વાડી, તાલાલા ગીર છે.

રાજકોટ: માનસિંગભાઈ શામજીભાઈ વાઘેલા તે દિપેશ, યોગેશ તથા તેજસ તથા રૂપેશ વાઘેલાના પિતાશ્રીનું તા.18ના દહેરાદુનમાં અવસાન થયું છે. બેસણું તા.22ના સાંજે 4 થી 6, ભક્તિનગર સર્કલ, ધારેશ્વર મંદિર, રાજકોટ છે.

ભાવનગર: ભાવનગર નિવાસી હાલ ભરૂચના ધીરૂભાઈ દેવાભાઈ લાંગાવદરા (માજી ગૃહપતિ, શ્રી કૃષ્ણકુમારસિંહજી ચારણ વિદ્યાલય, ભાવનગર, નિવૃત્ત ડીટીએસડી અધિકારી એસ.ટી તથા જનરલ સેક્રેટરી કર્મચારી મહામંડળ) તે વિજયભાઈ (ભરૂચ)ના પિતાશ્રી, પ્રવિણભાઈ એમ.ગઢવી (પ્રમુખ શ્રી કૃષ્ણકુમારસિંહજી ચારણ વિદ્યાલય, ભાવનગર)ના કાકાનું તા.19ના અવસાન થયું છે. બેસણું તા.23ના સાંજે 4 થી 6, શ્રી કૃષ્ણકુમારસિંહજી ચારણ વિદ્યાલય, ભાવનગર છે.

ડોળાસા: રેવદ (તા.ઉના) નિવાસી હાજુબેન બાબાભાઈ સમા (ઉ.60) તે ઈમરાનભાઈ સમા (માધ્યમિક શિક્ષક, સાવરકુંડલા), તે સમીમભાઈ સમાના માતુશ્રી, તે શેરમહમદભાઈ સમા (નિવૃત્ત મા.શિક્ષક, કેશોદ)ના ભાભી, તે મંજૂરભાઈ (એસબીઆઈ ભાવનગર), અમીનભાઈ (પ્રોફેસર-ભુજ)ના મોટા બાનું તા.20ના અવસાન થયું છે. જિયારત તા.22ના રેવદ મુકામે છે.

રાજકોટ: શ્રીકૃષ્ણ સિનેમાવાળા સ્વ.રતિલાલ ડાહ્યાભાઈ સોમૈયાના પુત્ર પ્રફુલચંદ્ર (બટુકભાઈ) રતિલાલ સોમૈયા (ઉ.87) તે સ્વ.રમણીકલાલ સુંદરજી નાનજીના જમાઈનું તા.18ના અવસાન થયું છે.

શાપુર (સોરઠ): સ્વ.ઉમાકાંતભાઈ કે.ભટ્ટ (જય ભગવાન)ના નાના પુત્ર નલીનભાઈ યુ.ભટ્ટ (ઉ.61) તે સ્વ.કનુબાપુ, સુરેશભાઈ યુ.ભટ્ટ (દેશ ભક્તિ સાપ્તાહિક)ના નાના ભાઈ, તે નિકુંજ એસ.ભટ્ટના કાકા, તે હિતેશભાઈ, હરેશભાઈ, કથાકાર મનોજભાઈના મોટાબાપાના દીકરાનું તા.21ના અવસાન થયું છે. બેસણું તા.22ના સાંજે 4 થી 6, ભાગનાથ મહાદેવ મંદિર, સ્ટેશન દરવાજા પાસે, શાપુર (સોરઠ) છે.

ઇ-પેપરના નવા શુલ્ક