• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

પાટડીમાં રસોઈ બનાવતા સમયે ગેસનો બાટલો ફાટતાં 8 દાઝ્યા

લગ્ન પ્રસંગના બીજા દિવસે બની ઘટના : માતા-પુત્ર સહિત ઇજાગ્રસ્તોને સુરેન્દ્રનગર સારવાર અર્થે ખસેડાયા 

સુરેન્દ્રનગર, તા.19:  સુરેન્દ્રનગરના પાટડી ગામે લગ્નના બીજા જ દિવસે રસોઈ બનાવતા સમયે ગેસનો બાટલો ફાટતાં 8 વ્યક્તિ દાઝી ગયા હતા. ઇજાગ્રસ્તોને પ્રથમ પાટડી સરકારી હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા હતા.

જાણવા મળતી વિગતો પ્રમાણે પાટડીના પાંચાણી વાસમાં રહેતા મંગાભાઈ ઠાકોરના ઘરે એક દિવસ પહેલા એમના દીકરાના લગ્ન હતા. લગ્નના બીજા દિવસે ઘર મહેમાનોથી ભરેલું હતું. રાત્રિના 8 વાગ્યા આસપાસ મંગાભાઈના પત્ની જમવાનું બનાવી રહ્યા હતા. તે સમયે અચાનક ગેસનો બાટલો ફાટતાં આફર તફરી મચી જવા પાણી હતી. આ ઘટનામાં 40 વર્ષીય મંજુબેન ઠાકોર, એમનો દીકરો વલાભાઈ, બીજા દીકરા વિપુલભાઈની પત્ની અને સાળો, અશ્વિનભાઈ, જગદીશભાઈ સહિત કુલ 8 વ્યક્તિ દાઝી ગયા હતા.

આ ઘટનામાં દાઝી ગયેલા તમામને પ્રથમ સારવાર માટે પાટડી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જય તેમને પ્રાથમિક સારવાર આપ્યા વધુ સારવાર માટે સુરેન્દ્રનગરની સી. યુ. શાહ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં ઠાકોર સમાજના આગેવાનો હોસ્પિટલે દોડી ગયા હતા.  

ઇ-પેપરના નવા શુલ્ક