• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

‘વધુ બાળકો પેદા કરો : ચંદ્રબાબુ ઉવાચ..

આંધ્રમાં ઘટતા પ્રજનન દર અને વૃદ્ધોની વધતી વસતીને ભયજનક ગણાવ્યા

અમરાવતી, તા. 20 : આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુએ લોકોને વધુ બાળકો પેદા કરવાની અપીલ કરી નાખી હતી. રાજ્યમાં ઘટી રહેલા પ્રજનન દર અને વસતીવૃદ્ધિમાં ઘટાડા મુદ્દે ચિંતા વ્યક્ત કરી નાયડુએ જણાવ્યું હતું કે, રાજ્યના લોકોએ વધુ બાળકો પેદા કરવા જોઇએ. ચંદ્રાબાબુએ દક્ષિણના રાજ્યમાં તેજ ગતિએ ઘટી રહેલા પ્રજનન દરને રાજ્ય માટે ભયજનક દર્શાવ્યો હતો. દક્ષિણ ભારતનો પ્રજનન દર 1.6 ટકા સુધી ઘટયો છે. જે રાષ્ટ્રીય સ્તરે સરેરાશ 2.1થી ઘણો ઓછો છે.

નાયડુએ વધુમાં જણાવ્યું હતું કે, આંધ્રપ્રદેશ અને અન્ય દક્ષિણ ભારતના અન્ય રાજ્યોમાં માત્ર વૃદ્ધ લોકો બચ્યા છે. કારણ કે, યુવા રોજગારી માટે શહેર તરફ જઇ રહ્યા છે, તેમાંથી ગ્રામીણ ક્ષેત્રમાં યુવાઓની વસતી ઘટી રહી છે, જો આવું ચાલ્યું તો રાજ્ય અને દેશ માટે ખતરો સર્જાઇ શકે છે.

મુખ્યમંત્રી નાયડુએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર એક નવી યોજના પર વિચારણા કરી રહી છે. બેથી વધુ બાળક ધરવાતા ઉમેદવારોને સ્થાનિક ચૂંટણી લડવા માટે પરવાનગી અપાઇ હતી. અત્યાર સુધી બેથી વધુ બાળક ધરાવતા ઉમેદવારોને ચૂંટણી લડવાની પરવાનગી અપાઇ ન હતી, પરંતુ હવે આ નીતિને બદલી શકાય છે. ઉપરાંત નાયડુએ કહ્યું હતું કે, વસતી વૃદ્ધિ ધરાવતા પરિવારોને સરકાર દ્વારા પ્રોત્સાહન આપી શકાય છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક